અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક સંગઠનોના ૨૨ સદસ્યોએ ગત અોક્ટોબર માસમાં બોસ્નીયાના શ્રેબ્રેનિત્સાની મુલાકાત લીધી હતી. હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સના પ્રતિનિધિઅો તરીકે પ્રમુખ શ્રીમતી વિમળાબેન પટેલ અને ઉપપ્રમુખ નિર્મલાબેન પિસાવાડીયા તેમાં જોડાયા હતા.
શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના લગ્ન, ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.
રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ ખાતે જલારામ કથાનું ધામધૂમપૂર્વક યોજન કરાયું હતું.
ભારત વેલ્ફેર ટ્રસ્ટ લેસ્ટર (યુકે) અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન (ભારત) દ્વારા સંયુક્ત નેજા હેઠળ લંડનના હરીબેન બચુભાઇ નાગરેચા હોલમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિ અને રામ નવમીના પાવન અવસરે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું સીધું પ્રસારણ આસ્થા ટીવીના માધ્યમથી સમગ્ર યુરોપમાં કરાયું હતું. રામ કથાનો પવિત્ર ઉદ્દેશ વ્રજભૂમિ ગોવર્ધન (ભારત)માં પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજી દ્વારા સંચાલિત સમર્પણ ગૌશાળા માટે સહયોગ એકત્ર કરવાનો હતો, જેમાં માત્ર લંડન નહિ પરંતુ, સમગ્ર યુકેના ભક્તોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૫ જૂન સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી અને શ્રીમતી સાગર અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
