BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની ૪૮ જુદી જુદી સપ્લીમેન્ટરી સ્કૂલ, મંદિરો અને કોમ્યુનિટી ગ્રૂપ્સના ૩૧૭ જેટલા સિનિયર મેનેજમેન્ટ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં બીગીનર્સ, ઈન્ટરમિડિયેટ અને એડવાન્સ્ડ (GCSE & A – Level ) લેવલમાં શિક્ષકોને ગુજરાતી શિક્ષણનો વ્યાપ વધારવા માટે વ્યવહારિક જ્ઞાન સાથે તાલીમ અપાઈ હતી. તે ઉપરાંત, હાલના કાયદા અને પદ્ધતિને સુસંગત રહીને સ્કૂલના શ્રેષ્ઠ વહીવટ માટે પણ માર્ગદર્શન અપાયું હતું.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો વૈષ્ણવો ઉમંગભેર ઉપસ્થિત રહીને લાભાન્વિત થયા હતા. હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ આ મહોત્સવ જાણે કે વ્રજભૂમિ બની ગયો હતો અને સપ્તાહ દરમિયાન અનેક વૈષ્ણવોએ ગિરિરાજજીના પૂજન અને અલૌકિક પરિક્રમાનો લાભ લીધો હતો. સ્ટેજની જમણી બાજુ આબેહૂબ વ્રજભૂમિની સુંદર સજાવટ કરવામાં આવી હતી.
મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પોતાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થયું તેની ઊજવણી કરવા અને ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પ્રસંગની ઉજવણી કરવા તા. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોનું સુંદર નૃત્ય તથા ૧૭ જેટલી બહેનોએ ભારતીય વેશભૂષામાં સજ્જ થઇ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફેશન શો કર્યો હતો.
• લોયાધામ પરિવાર UK દ્વારા ‘પિતૃ વંદના મહોત્સવ’ અંતર્ગત વક્તા પૂ.ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી(લોયાધામ)ની શ્રીમદ સત્સંગિજીવન સપ્તાહ કથા પારાયણનો લાભ ભક્તો તા.૨૫ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૬થી ૮ દરમિયાન લઈ શકશે. તા.૨૬ ઓગસ્ટ સવારે ૧૦થી ૧૨.૩૦ કથા વાર્તા અને બાદમાં મહાપ્રસાદ. સ્થળ: જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE.
મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન છત્ર હેઠળ નોર્થવેસ્ટ લંડનસ્થિત મણિનગર સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વને અનુલક્ષી ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રિટનના ત્રાસવાદવિરોધી દળના વડા અને મેટ્રોપોલીટન પોલીસમાં એશિયન મૂળના સૌથી વરિષ્ઠ ઓફિસર આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુએ હાજરી આપી હતી.
ઇલફર્ડ – રેડબ્રિજ સ્થિત રેડબ્રિજ એશિયન મંડળ (રામ)ને તેની સામાજીક સેવાઅો બદલ રેડબ્રિજના મેયર કાઉન્સિલર એશ્લી કીસીન તરફથી તા. ૯ માર્ચના રોજ રેડબ્રિજ ટાઉન હોલ ખાતે કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરાયો હતો. કુલ ૬ એવોર્ડ કેટેગરી પૈકી 'રામ' ને 'કેરીંગ ફોર અધર્સ ઇન રેડબ્રિજ' માટે એવોર્ડ એનાયત થયો હતો.
લીસ્બન-પોર્ટુગલ સ્થિત નામાંકિત ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ અને શ્રીમતી જયશ્રીબેન ટી. કક્કડનાં સુપુત્રી તથા રાજકોટ સ્થિત શ્રી જલારામભક્ત પૂ. ભાનુમાનાં પૌત્રી સૌભાગ્યકાંક્ષિણી ચિ. અમ્રીતાનાં શુભલગ્ન બેંગ્લોર નિવાસી (હાલ હંસલો સ્થિત) શ્રી ક્રિષ્ણાભાઇ તથા શ્રીમતી સુમનબેન સચાણીયાના સુપુત્ર ચિ. રિતેશકુમાર સાથે સોમવાર તા. ૯ માર્ચ ૨૦૧૫ના રોજ વીઅાઇપી લાઉન્જ, એજવેર ખાતે નિરધાર્યંા હતાં. અા શુભ પ્રસંગે નવદંપતિને અાશીર્વાદ પાઠવવા લંડનસ્થિત લોહાણા સમાજના અગ્રણીઅો તેમજ લેસ્ટર, લીસ્બન અને ભારતથી અામંત્રિત મહેમાનો પધાર્યા હતા.
ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં ભાગ લેનારાઓ કીર્તન, પ્રસાદ અને પારિવારિક આનંદનો લાભ મેળવશે.
અગ્રણી સામાજસેવક અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના ભૂતપુર્વ પ્રમુખ શ્રી વેણીલાલ દામદોર વાઘેલાનું ગત તા. ૧૬મી માર્ચના રોજ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સેવાકાર્યો સાથે સંકળાયેલા શ્રી વેણીલાલ કોન્ઝર્વેટીવ પાર્ટીના ચુસ્ત સમર્થક હતા અને વાંઝા સોાસયટી તેમજ અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા.
આગામી મે મહિનામાં યોજાનારી દેશની સામાન્ય ચુંટણીઅોના નગારાઅો ગાજી રહ્યાં છે ત્યારે નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે દ્વારા તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન લંડન ખાતે પોલિટીકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
