લંડન બ્રિજ હુમલામાં બેના મોતઃ પાકિસ્તાની ત્રાસવાદી ઠારઃ વધુ એક જેહાદી ઝડપાયો

બે વર્ષ અગાઉ આતંકવાદી હુમલાના પુનરાવર્તન સ્વરુપે શુક્રવાર,૨૯ નવેમ્બરની બપોરના બે વાગે લંડન બ્રિજની પાસે હુમલાખોર દ્વારા પાંચ લોકો પર કરાયેલા ચાકૂથી હુમલાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સશસ્ત્ર પોલીસે પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ખાન તરીકે ઓળખી...

આપણા અતિથિઃ સ્માર્ટ સિટી ‘પ્રારંભ’ના ડિરેક્ટર કૈલાશભાઇ ગઢવી યુકેની મુલાકાતે

અમદાવાદથી ૩૦ મિનિટના અંતરે આકાર લઈ રહેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને વડીલો માટેના વૈભવી નિવાસસ્થાનોના પ્રોજેક્ટ ‘પ્રારંભ’ના ડિરેક્ટર કૈલાશભાઈ ગઢવી આગામી તા. ૭થી ૧૫ ડિસેમ્બર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે.

૨૯ વર્ષીય મૂળ ભારતીયનું હીટ એન્ડ રનમાં મૃત્યુ

બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કર મારી હતી. કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

પેહર રામરખિયાનીના શિરે મિસ ટીન અર્થ યુકેનો તાજ

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક...

કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી નિવૃત્તિ જાહેર કરી

યુકેના અગ્રણી બ્રિટિશ એશિયન રાજકીય અગ્રણીઓ પૈકી એક કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. માત્ર ૨૫ વર્ષની વયે સરેના રિચમન્ડના સાંસદ પદના ઉમેદવાર બનેલા કિથ વાઝ લગભગ ૪૦ વર્ષથી સક્રિય રાજકારણમાં રહ્યા છે. લેસ્ટરમાં...

લેસ્ટરના શ્રી હિંદુ મંદિરમાં તોડફોડઃ દાનપેટીની રોકડની લૂંટ

લેસ્ટરના અપીંગહામ રોડ પર આવેલા શ્રી હિંદુ મંદિરમાં તોડફોડ અને દાનપેટીઓમાંથી રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. ૨૮ સપ્ટેમ્બરને શનિવારની સવારે મંદિરનો સ્ટાફ આવ્યો ત્યારે તેમને પાછળના ભાગે આવેલું ફાયર ડોર તોડીને કોઈ ઘૂસી ગયું હોય તેવું જણાયું હતું. મંદિરની...to the free, weekly Gujarat Samachar email newsletter