મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ગીતા ગોપીનાથ આઇએમએફ છોડીને ફરી હાર્વર્ડમાં ઈકોનોમિક્સના પ્રોફેસર બનશે

    ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નાં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહેલાં ભારતવંશી ગીતા ગોપીનાથે તેમના પ્રિય એવાં શિક્ષણ ક્ષેત્રે પાછાં ફરવાનો નિર્ણય કર્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાન છોડીને પહેલી સપ્ટેમ્બરથી તેઓ હાર્વર્ડ યુનિ.માં ઈકોનોમિક્સના પ્રોફેસર તરીકે જોડાઇ રહ્યાં છે. ગીતા ગોપીનાથે તેઓના પોસ્ટ X ઉપર લખ્યું હતું કે, આઈએમએફમાં અદ્ભુત સાત વર્ષ ગાળ્યા પછી મેં મારા શૈક્ષણિક કારકિર્દીના મૂળ વધુ મજબૂત કરવા નિર્ણય કર્યો છે.

    ‘બોમ્બ લેડી’ એન્હ ડુઓંગ...

    બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ બાળપણમાં નિહાળેલું સપનું મોટી વયે સાકાર કરી શકે છે. એન્હ ડુઓંગનો સમાવેશ આવાં બહુ ઓછાં લોકોમાં થાય છે. આજે દુનિયાભરના ડિફેન્સ સેક્ટરમાં ‘બોમ્બ લેડી’ તરીકે પ્રખ્યાત એન્હ ડુઓંગને વિયેતનામ યુદ્ધ વખતે માત્ર સાત વર્ષની વયે પરિવાર સાથે ભાગીને અમેરિકા આવવા ફરજ પડી હતી. યુદ્ધના માહોલમાં જવાનોએ તેમના પરિવારને જાનની બાજી લગાવીને બચાવ્યો હતો. બસ, તે સમયથી દૃઢ નિર્ધાર કર્યો હતો યુદ્ધના મેદાનમાં જાનની બાજી લગાવી દેતાં લશ્કરી જવાનો માટે કંઈક કરી છૂટવું. 9/11 પછી જ્યારે અમેરિકાને આતંકી સંગઠન અલ-કાયદાના ઠેકાણાંઓને ધ્વસ્ત કરવા ખાસ બોમ્બની જરૂર હતી ત્યારે ડુઓંગે બંકર બસ્ટર બોમ્બ વિકસાવ્યો. અમેરિકાએ આ જ બોમ્બનો ઉપયોગ કરીને ઈરાનના અણુમથકોને પણ નિશાન બનાવ્યા હતા.

    વાઇડ લેગ ટ્રાઉઝરઃ પહેરવામાં છ

    મહિલાઓમાં આજકાલ વાઇડ લેગ ટ્રાઉઝર ફેશનમાં ખૂબ જ લોકપ્રિય અને આરામદાયક પસંદગી છે. તે પગના ભાગમાં ખુલ્લા અને ઢીલા હોય છે, જે કમ્ફર્ટની સાથે સ્ટાઇલીશ લુક આપે છે. આ ટ્રાઉઝર એંશીના દાયકાના બેલબોટમ ટ્રેકનું આધુનિક સ્વરૂપ છે અને ફરીથી ફેશનમાં જોવા મળી રહ્યું છે. યુવતીઓમાં લોકપ્રિય વાઈડ લેગ ટ્રાઉઝર એ ફેશનમાં વર્સટાઇલ છે.

    હેર કેર ટ્રીટમેન્ટ્સઃ વાળને સ

    સુંદર અને ચમકદાર વાળ યુવતીઓના આકર્ષક દેખાવનું ઘરેણું છે એવું કહેવામાં કંઇ ખોટું નથી, કારણ કે સિલ્કી-શાઈની વાળ વ્યક્તિનો આખો લુક ચેન્જ કરી નાંખે છે. જોકે અત્યારની ભાગદોડભરી અને તણાવપૂર્ણ લાઇફ સ્ટાઈલને કારણે હેર ફોલ, હેરમાં ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધી રહી છે અને હેર ગ્રોથ નબળો પડી રહ્યો છે. જોકે સમસ્યા છે તો તેનું નિવારણ પણ છે. વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા વિવિધ પ્રકારની હેર કેર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. વાળ ચમકદાર - ભરાવદાર અને સુંદર દેખાય દેખાય તે માટે કેરાટીન, બોટોક્સ, એબ્સોલ્યુટ રિપેર, પ્રો-લોન્ગર જેવી ટ્રીટમેન્ટ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ મોટાભાગે પ્રોફેશનલ સલૂન્સમાં યોગ્ય રીતે થાય. છે, તો આજે આ તમામ ટ્રીટમેન્ટ વિશે જાણીએ.

    ભારતીય સાડી અને સંસ્કૃતિનું આ

    આગ્રામાં પ્રેમનું પ્રતીક તાજમહેલ નિહાળવા આવેલી બે ઇટાલિયન મહિલાઓએ ભારતીય પોશાકનો આનંદ પણ માણ્યો હતો. બન્ને મહિલાઓએ ભારતીય સાડી તો પહેરી હતી, પરંતુ જબરદસ્ત પવનના કારણે તેમણે પહેરેલી સાડી નીકળી ગઈ અને તેમને સાડી પહેરતા આવડતી ન હતી. આ સમયે સ્થાનિક મહિલા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મી તેમની વહારે આવી હતી.

    ટેનિસ ક્વીન વિનસ વિલિયમ્સ હવે...

    દિગ્ગજ ટેનિસ પ્લેયર વિનસ વિલિયમ્સની કોર્ટ પર અને બહાર સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે બાર્બીએ એક નવી ડોલ લોન્ચ કરી છે. મેટલ કંપનીની ‘ઇન્સ્પાયરિંગ વુમન’ શ્રેણીનો એક ભાગ એવી આ બાર્બી ડોલ 2007માં વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ જીતનારી વિનસ વિલિયમ્સના આઇકોનિક લૂકની યાદ તાજી કરાવી દે છે.

    ગરમીમાં સતાવતી સન ટેનની સમસ્ય

    ઉનાળામાં સૂર્યના તેજ અને જલદ કિરણો ત્વચાને નિસ્તેજ અને અસમાન બનાવે છે. આકરો તાપ ત્વચા માટે અનેક સમસ્યા લઇને આવતો હોય છે, અને તેમાં પણ સૌથી ચિંતાજનક સમસ્યા હોય છે સન ટેનની. જોકે તમે યોગ્ય ઉપાય કરીને તમારી ત્વચાને સન ટેનથી બચાવી શકો છો.

    કાયરન ટોમલિન્સનઃ કોરોનાકાળમા...

    આજે અમેરિકાનાં કુકિંગ વર્લ્ડમાં સૌથી ચર્ચાતું નામ હોય તો તે છે કે કાયરન ટોમલિન્સનનું. 40 કાયરન ટોમલિન્સનની 2025ની જેમ્સ બીયર્ડ એવોર્ડમાં બેસ્ટ શેફ મિડવેસ્ટ તરીકે પસંદગી થઇ છે, આ એવોર્ડ અમેરિકામાં કોઇ પણ શેફ માટે ઓસ્કર જીતવા જેવો છે.

    દુપટ્ટાથી મેળવો સ્ટાઇલિશ લુક...

    શ્રાવણ મહિનો ભલે પૂરો થઇ ગયો, પરંતુ તહેવારોની મોસમ શરૂ થઈ ગઇ છે. આ સમયગાળામાં ગમેતેટલી આધુનિક યુવતીને પણ ટ્રેડિશનલ આઉટફિટ અને સલવાર સૂટ પહેરવાનું ગમતું હોય છે. જોકે તમારી પાસે આ તહેવારો વખતે પહેરવા માટે હેવી સલવાર સૂટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

    ઘરની શોભામાં કરો અભિવૃદ્ધિ...

    દરેક વ્યક્તિને પોતાનું ઘર અન્ય કરતાં સુંદર અને ડિફરન્ટ લાગે એવી અભિલાષા હોય છે. એ માટે હવે શોપીસનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં કેવા પ્રકારના શોપીસ ખરીદવા એને લઈને કયારેક આપણે કન્ફ્યુઝ થઇ જઈએ છીએ, જે અંગે વાત કરીએ.