મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઓસામણ આપશે ત્વચાને પોષણ...

    ઘણી યુવતીઓ ત્વચાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક સર્જરીનો આશરો લે છે, પણ આના કારણે કેટલીક વાર ત્વચા પર ઘણી આડઅસરો પણ જોવા મળે છે. આ પરિસ્થિતિથી બચવા માટે ત્વચાને કુદરતી રીતે પોષણ મળે તેવા પ્રયાસ કરો અને આ માટે ઓસામણ (ચોખાનું પાણી)ની સાથે રસોડામાં હાજર કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.

    હવાંગે ખુશી-સંતોષ માટે ઊંચા વે...

    ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર ડિગ્રી કરનારી હવાંગ કહે છે કે, એ તેની ખુશી અને માનસિક શાંતિ ઇચ્છતી હતી. આથી કેમ્પસ કેન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું. હવાંગે 2022માં ચીનની ટોચની પેકિંગ યુનિવર્સિટીમાંથી પત્રકારિતામાં માસ્ટર કર્યું હતું. જે બાદ તેણે ઘણી મોટી વેબ કંપનીઓ અને સરકારી મીડિયા સંસ્થાઓમાં ઇન્ટર્નશિપ કરી હતી. તેની સમક્ષ ઉજળું ભાવિ હતું, પરંતુ તેને પોતાના કાર્યક્ષેત્રે ઊંચી સેલરી કરતાં સંતોષ વધુ જોઇતો હતો.

    પર્સનાલિટીને નિખારતાં પેસ્ટલ...

    સહુ કોઇ નાનાં-મોટાં ફંક્શનમાં સ્ટાઈલિશ દેખાવા કંઈક ડિફરન્ટ પહેરવાનું પસંદ કરતાં હોય છે. આવી પસંદગીમાં આજકાલ પેસ્ટલ રંગોનાં આઉટફિટનો ક્રેઝ વધી રહ્યો છે.

    સિનેમાની પ્રથમ ગ્લેરમસ ગર્લ :

    તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, મૈં તેરા રાગ તૂ મેરી રાગિની.. આ ગીત સાંભળ્યું છે ને? ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘દિલ્લગી’નું સુરૈયાએ સૂરીલા સ્વરે ગાયેલું આ કર્ણપ્રિય ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ‘પ્યાર કી જીત’નું ‘ઓ દૂર જાનેવાલે..’ અને ‘મિર્ઝા ગાલિબ’નું ‘દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ’ જેવાં સુરૈયાને કંઠે ગવાયેલાં ગીતો પણ એટલાં જ મશહૂર છે. એ સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ ગણાય છે. ‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મમાં સુરૈયાને સાંભળીને દેશના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કહેલું કે, ‘તમે મિર્ઝા ગાલિબના આત્માને જીવંત કરી દીધો છે !’

    બબીતા ગુલાટીઃ ખુદ દિવ્યાંગ છત

    રાજસ્થાનના ભરતપુરમાં વિશ્વના સૌથી મોટાં ‘અપના ઘર’ આશ્રમના 6500થી વધુ અસહાય લોકોની સંભાળ 56 વર્ષનાં બબીતા ગુલાટી લે છે. ખાસ વાત એ છે કે તેઓ ખુદ પોલિયોગ્રસ્ત છે. બાળપણમાં જ તેમના બન્ને પગ અને જમણો હાથ નિષ્ક્રિય થઇ ગયા હતા, પરંતુ તેમણે હિંમત હારી નહોતી. તેમણે બી.કોમ. કર્યું અને વર્ષ 2009માં ‘અપના ઘર’ આશ્રમમાં રિશેપ્શનિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીં તેમને તેમના જીવનનું લક્ષ્ય મળી ગયું.

    સમરમાં અપનાવો આરામદાયક અને સ્

    ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ મહિલાઓના વોર્ડરોબના આઉટફીટ બદલાઈ જતા હોય છે. વધતા તાપને કારણે પોતાના વોર્ડરોબમાં પરસેવો શોષી લે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે તેવા સ્ટાઇલિશ કુર્તા પર પસંદગી ઉતારવામાં આવે છે. ગરમીમાં ખાસ પ્રકારના કુર્તાની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળાના યુવતીઓના કુર્તાની ડિઝાઈનોની ઘણી વિવિધતા છે, જેમાં આરામદાયક અને સ્ટાઇલિશ કપડાનો સમાવેશ થાય છે.

    તમારા ચહેરાને ચમકાવો ઘરગથ્થુ

    જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં તમારા ચહેરાની ત્વચાને ચમકાવી શકો છો. આજે અહીં એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો રજૂ કર્યા છે.

    ‘નાસા’ની ‘ઓલ ફિમેલ’ ક્રૂએ ઇન્

    સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો. મેક્કલેન અને નિકોલ એયર્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સાથે બહાર નીકળ્યા હતા અને તેમણે મિશન પૂર્ણ કર્યું હતું.

    ફેશન મંત્રઃ તમારા ટ્રેડિશનલ લ

    કોઇ પણ ટ્રેડિશનલ લુક ફક્ત પરંપરાગત આઉટફિટથી જ કમ્પ્લીટ નથી બનતો. આ માટે મેચિંગ જવેલરી અને અન્ય એક્સેસરીઝની પણ એટલી જ જરૂરી છે. જ્યારે કોઇ પ્રસંગમાં જઇએ ત્યારે મોબાઈલ અથવા જરૂરી વસ્તુઓ મૂકવા માટે પર્સ હોવું જરૂરી છે. એમાં આપણે ડિઝાઈનર ક્લચ અને પોટલી બેગ્સને પ્રાધાન્ય આપીએ છીએ. આજકાલ પોટલી બેગ્સનો ક્રેઝ વધી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસીસ પણ પાર્ટી અને પ્રસંગોમાં પોટલી બેગ્સ કેરી કરતી જોવા મળી રહી છે.

    નિવૃત્તિની વયે નવો આરંભઃ સપના...

    સપના સાકાર કરવા માટે ઉંમર કોઈ મહત્ત્વની નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં રહેવાસી માર્ગરેટ મર્ફીએ આ વાત સાચી સાબિત કરી છે. તેઓ નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા અને ખૂબ વૃદ્ધ થયા પહેલા દુનિયા જોવા અને મુસાફરી કરવા માગતા હતાં. તો પતિ પીટરે પણ માર્ગરેટને તેની ઇચ્છા પૂરી કરવામાં સાથ આપ્યો. તેઓ બ્રિસ્બેનથી 10,000 માઇલ દૂર લંડન પહોંચ્યાં. શરૂઆતમાં ફક્ત 6 મહિના માટે લંડન ગયા હતા. શરૂઆતના દિવસોમાં તેને નોકરી અને ઘર માટે ખૂબ સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. પરંતુ તેમની મહેનત ફળી.