મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પ્રથમ મહિલા વાળંદ : શાંતાબાઈ ય

    હજામત કરતા પુરુષ વાળંદની નવાઈ નથી, પણ અસ્ત્રો પલાળીને પુરુષોની દાઢી કરતી ને કાતરથી વાળ કાપતી સ્ત્રી વાળંદને જોઈ છે ? શાંતાબાઈ શ્રીપતિ યાદવને મળો....મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હસુરસાસગિરીની સિત્તેર વર્ષની શાંતાબાઈ ભારતની પ્રથમ મહિલા વાળંદ છે. ચાળીસેક વર્ષ પહેલાં પુરુષોની હજામત કરવાનું શરૂ કરનાર શાંતાબાઈ ‘શાંતાબાઈ નાઈ’ તરીકે જાણીતી. આજે દસ બાળકોની દાદી બની ગયેલી શાંતાબાઈ દાઢી કરવાના ને વાળ કાપવાના પચાસ રૂપિયા લે છે. ભેંસના વાળ કાપવાના સો રૂપિયા લે છે.

    હર્ગિલા પક્ષીના અસ્તિત્વ માટ

    વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિને હોલિવૂડ અભિનેત્રી અને નિર્માતા નિકોલ કિડમેન સહિત 13 અસાધારણ મહિલાઓને વર્ષ 2025 માટે ‘વુમન ઓફ ધ યર’ તરીકે પસંદ કરી છે. આ તમામ તેમની લીડરશિપ, હિમાયત અને પ્રભાવ દ્વારા સમાન વિશ્વનું નિર્માણ કરવામાં યોગદાન આપી રહી છે. આ ભારતીય જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનનો પણ સમાવેશ થાય છે. આસામનાં ડો. પૂર્ણિમા દેવી બર્મન હર્ગિલા તરીકે જાણીતા લુપ્તપ્રાય ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક અને તેના વેટલેન્ડ વસવાટને બચાવવાના પ્રયાસો માટે સમર્પિત છે.

    વિમેન ઇન કન્વર્ઝેશન...

    એશિયન વોઇસ અને રોયલ એર ફોર્સ (RAF) દ્વારા 10 માર્ચ - સોમવારે લંડનમાં તાજ 51 બકિંગહામ ગેટ ખાતે ‘વિમેન ઇન કન્વર્ઝેશન’ વાર્ષિક પેનલ ડિસ્કશન કાર્યક્રમ યોજાયો હતો.

    ભારતનાં પ્રથમ મહિલા નોબેલ પાર

    એગ્નેસ ગોન્ઝા બોયાજિજૂ .... આ નામ સાંભળ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ભાગ્યે જ હકારમાં જવાબ વાળશે. પણ એ જે નામે પ્રખ્યાત થયેલાં એ નામ સાંભળશો તો કોઈ એવું નહીં કહી શકે કે એ નામ અજાણ્યું છે !

    ધંધુકામાં જીવંત બની છે મેઘાણી

    આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઝવરેચંદ મેઘાણીનું કાવ્ય ‘ચારણ કન્યા’ ગુજરાતી લોકજીવનમાં અમર સ્થાન ભોગવે છે. 1928માં ખજૂરી નેસમાં સિંહે ગાય પર હુમલો કર્યો અને 14 વર્ષની હીરબાઈ નામની કન્યાએ તેને ભગાડી મુક્યો એ ઘટના પરથી આ લાંબુ કાવ્ય લખાયું હતું. 

    ભારતનાં 6 નારીરત્નોઃ મહિલા સશક...

    વડાપધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પરંપરા નિભાવતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવિધ મોરચે નોંધનીય પ્રદાન કરનાર છ ભારતીય મહિલાઓને બિરદાવી છે. વડાપ્રધાનનો આ અભિગમ નારી સશક્તિકરણ પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને છતો કરે છે. તેમણે જે છ નારીરત્નોને બિરદાવ્યાં છે તેમાં વૈશાલી રમેશબાબુ (ચેન્નાઈ), ડો. અંજલિ અગ્રવાલ (દિલ્હી), અનિતા દેવી (નાલંદા), એલિના મિશ્રા (ભુવનેશ્વર), અજૈતા શાહ (રાજસ્થાન) અને શિલ્પા સોની (સાગર)નો સમાવેશ થાય છે.

    ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. આ સાથે જ તેઓ ભારતનાં સૌથી ધનિક મહિલા બની ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, રૂ. 3.13 લાખ કરોડની સંપત્તિની સાથે રોશની હવે ત્રીજા નંબરનાં સૌથી ધનિક ભારતીય બની ગયાં છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ) અને ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ)ની પાસે છે.

    પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર :

    તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે... કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર ૧૮.૫ સેકન્ડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે !

    રોશની નાદરઃ ભારતનાં સૌથી અમીર...

    ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. આ સાથે જ તેઓ ભારતનાં સૌથી ધનિક મહિલા બની ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, રૂ. 3.13 લાખ કરોડની સંપત્તિની સાથે રોશની હવે ત્રીજા નંબરનાં સૌથી ધનિક ભારતીય બની ગયાં છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ) અને ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ)ની પાસે છે.

    બેલ્જિયન મહિલા એક આખું વર્ષ દર...

    બેલ્જિયમની હિલ્ડે ડોસોને વીતેલા વર્ષમાં એક અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં તેમણે 2024ના દરેક દિવસે એક મેરેથોન દોડી છે. આ દરમિયાન આશરે 15,444 કિલોમીટરનું અંતર પૂરું કર્યું છે, અને આ સાથે જ તે આમ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે.