મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    હેલ્ધી ત્વચા માટે સીરમ સારું ક...

    યુવતીથી લઇને વયસ્ક મહિલાને એક ઈચ્છા અવશ્ય હોય છે કે તેની ત્વચા નિશાનરહિત, કરચલીમુક્ત, ચુસ્ત અને સાથે સાથે જ ચમકદાર પણ હોય. વધતી વય, પ્રદૂષણ, ખોરાક, ટેન્શન અને હોર્મોનલ ફેરફારનો અસર તેમની ત્વચા પર ન દેખાય, એવું પણ માનૂની ઇચ્છતી હોય છે. આ ઇચ્છાને કારણે જ બજારમાં બ્યૂટિ પ્રોડક્ટ્સની ભરમાર છે. વિવિધ પ્રકારના ફેસ ક્રીમ અને સીરમ હવે ફેસ કેર રૂટિનનો ભાગ બની ગયા છે. પરંતુ ઘણી મહિલાઓ હજુ પણ તેની વચ્ચેના તફાવત, આ બ્યૂટિ પ્રોડક્ટના ઉપયોગ અને તેનાથી થતાં ફાયદા વિશે અજાણ જોવા મળે છે.

    ટ્રેન્ડસેટર બનવા માટે ટ્રાય ક

    ન્યૂ મેકઅપ લુક્સથી તમે તમારા લુકને નખારી શકો છો, તમારા ચહેરાને ચાર ચાંદ લગાવી શકો છે. બસ, આ માટે તમને મેકઅપની યોગ્ય ટેક્નિક ખબર હોવી જોઇએ. પ્રસંગ કોઇ પણ હોય, સુંદર દેખાવ માટે ન્યૂ મેકઅપ લુક્સને ટ્રાય કરો અને બની જાવ ટ્રેન્ડસેટર. તમે ઘરેબેઠાં આ કઇ રીતે કરી શકો છો? મેકઅપ કરતી વખતે કન્સીલર, ફાઉન્ડેશન અને કોમ્પેક્ટ પાઉડર જે રીતે લગાવીએ છીએ એ રીતે બેઝ મેકઅપ કરી લ્યો. આ પછી આ ન્યૂ મેકઅપને ટ્રાય કરવાનો છે.

    ક્રિસ્ટી કોવેન્ટ્રીઃ ઓલિમ્પિ...

    ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે ચૂંટાનાર સૌપ્રથમ મહિલા તેમજ આફ્રિકન બન્યા છે. કોવેન્ટ્રી બે વખત સ્વિમિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યા છે.

    જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્

    ‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’

    સિમ્પલ અને સોબર લાઇટવેઇટ જવેલ

    એક સમય હતો જ્યારે સોનાના ભારે અને ભરાવદાર દાગીના પહેરવાનો ટ્રેન્ડ હતો. મહિલાના દાગીના પરથી પરિવારની સમૃદ્ધિનો અંદાજ લગાવાતો હતો. જોકે હવે સમય બદલાયો છે, તો આ ટ્રેન્ડ પણ બદલાયો છે. યુવતીઓ હેવી દાગીના પહેરવાને બદલે લાઈટવેઈટ જવેલરી પહેરતી થઇ છે. તેથી કોલેજ ગોઇંગ ગર્લથી લઇને વર્કિંગવુમનમાં લાઇટવેઇટ જવેલરી હોટ ફેવરિટ છે. આવો, આજે આપણે જાણીએ લાઈટવેઇટ જવેલરી વિશે...

    પ્રથમ મહિલા મહાવત : પાર્વતી બર

    પાર્વતી બરુઆને જાણો છો ? આસામની પાર્વતી બરુઆ માત્ર ભારતની જ નહીં, દુનિયાની પણ પહેલી મહિલા મહાવત છે. ચૌદ વર્ષની નાની ઉંમરથી હાથીઓને અંકુશમાં રાખવાનું શીખી ગયેલી પાર્વતી હાથીઓની પરી કે હસ્તી કન્યા તરીકે જાણીતી છે. તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર-આઈયુસીએન ની સભ્ય પણ રહી ચૂકી છે. ભારત સરકારે પાર્વતીને સામાજિક કાર્યના ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ વર્ષ ૨૦૨૪માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીના સન્માનથી પુરસ્કૃત કરી છે.

    તમારી બાલ્કનીને બનાવો ઘરનું એ

    બાલ્કની એ ઘરનો એવો ખૂણો છે જ્યાં આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવી શકીએ છીએ. અહીં ચા પીવાની મજા અલગ જ હોય છે, તો ક્યારેક અહીં બેઠાં બેઠાં વાંચનનો આનંદ પણ માણી શકાય છે.

    મુસ્લિમ બહુમતીવાળા ગામમાં સર

    મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના સિરોલી ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. હરિયાણાના નૂહ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા સિરોલી ગામમાં 30 વર્ષીય નિશા ચૌહાણને સિરોલીના સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

    પ્રથમ મહિલા પદ્મવિભૂષણ : જાનકી...

    સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !