હૈદરાબાદમાં યોજાયેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગશ્રીના શિરે ‘મિસ વર્લ્ડ 2025’નો તાજ મૂકાયો હતો. આ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ નંદિની ગુપ્તાએ કર્યું હતું, પરંતુ તે ટોપ- 8માં પણ પહોંચી શકી નહોતી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કેટલી દયાજનક છે આ વાત દુનિયા અજાણ નથી. અફઘાન મહિલાઓ દાયકાઓથી કડક નિયમોનો ભોગ બની રહી છે. આ દેશમાં રમતગમતથી લઈને રાજકારણ સુધી મહિલાઓ માટે કોઈ સ્કોપ નથી. રોયા કરીમી પણ અફઘાનિસ્તાનમાં આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છે. 14 વર્ષની ઉમરે તેનાં લગ્ન કરી દેવાયાં અને 15 વર્ષની માસુમ ઉમરે તે માતા બની ગઇ. તે જિંદગીમાં કંઇક કરીને આગળ વધવા માગતી હતી, પણ તે મુશ્કેલ હતું.
ઉનાળામાં ત્વચા ચીકણી થઇ જવાની ફરિયાદ કોમન છે. આ ઉપરાંત પણ ત્વચા સંબંધિત બીજી પણ નાનીમોટી સમસ્યા આ ગરમીના દિવસોમાં ઉભી થતી હોય છે. સમસ્યા ભલે કોઇ પણ હોય, તેનો અસરકારક ઉપાય છે ગુલાબજળ (રોઝવોટર). ગુલાબજળનો ઉપયોગ ત્વચાની સાથે સાથે જ આંખોને પણ ઠંડક આપે છે. તો આવો, આજે જાણકારી મેળવીએ ગુલાબજળના અનેકવિધ ઉપયોગ અંગે.
અમેરિકાની 30 વર્ષીય ટેક એન્ટ્રપ્રેન્યોર લ્યુસી ગુઓએ સૌથી યુવા સેલ્ફ-મેડ મહિલા બિલિયોનેરનું સન્માન મેળવ્યું છે. ફોર્બ્સ અમેરિકાની સૌથી અમીર સેલ્ફ-મેડ વિમેનની 10મી એનિવર્સરી લિસ્ટમાં તેમને આ સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં 100 મહિલાઓ છે. યાદીમાં ડિયાન હેડ્રિક્સ (1.91 લાખ કરોડ રૂપિયા) ટોચ પર છે જ્યારે ગાયિકા ટેલર સ્વિફ્ટ 21મા અને લ્યુસી 26મા સ્થાન પર છે.
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને ઉજળી અને ટાઇટ બનાવે છે. વિટામિન-ઇ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તે ત્વચાને નિખારે છે, કરચલીઓ અને ઉંમરના નિશાનને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્મૂધ અને હેલ્ધી બનાવે છે. થોડા જ દિવસના ઉપયોગથી તમારી ત્વચા યુવાન દેખાવા લાગે છે.
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ પણ જોવા મળે છે. લિડર્સ લિસ્ટ અંતર્ગત કુલ 9 કેટેગરીમાં મહિલાઓની યાદી આપવામાં આવી છે.
આપણી ત્વચા અને વાળના જતનમાં SPF અને UVA તથા UVB મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ તો આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે, પરંતુ આ પરિબળો કઇ રીતે મહત્ત્વના છે તે આજે આપણે જાણીએ. સૌથી પહેલાં SPF વિશે જાણીએ.
નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી તો લઈએ છીએ, પણ એ નથી વિચારતા એ આપણા ચહેરા પર શોભશે કે નહીં! નોઝપિન પસંદ કરવાની સાચી રીત એ છે કે તેને તમારા ફેસ શેપ પ્રમાણે પસંદ કરવામાં આવે. આજે જાણીએ ક્યા ફેસ શેપ પર કેવા પ્રકારની નોઝપિન સારી લાગશે.
વાળમાં ખોડો (ડેન્ડ્રફ) થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં ફૂગ અને શેમ્પૂ શિડ્યુલનો પણ સમાવેશ થાય છે. ખોડાનું શેમ્પૂ સામાન્ય રીતે લેક્સને છૂટા કરે છે અથવા ફૂગની અતિશય વૃદ્ધિને લક્ષ્ય બનાવે છે. ખોડો ત્યારે થાય છે જયારે તમારા સ્કાલ્પની ઉપરની સ્કિનના ડ્રાય થયેલા સૂકા પોપડા ખરી જાય છે. મૂળ કારણને સમજવાથી તમે સમસ્યાને મેનેજ કરી શકો છો. અને ઘરગથ્થુ ઉપચારથી સારું ના થાય તો સારવાર પણ કરાવવી પડે છે.
