મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઢળતી ઉંમરે પણ મોડેલિંગમાં વર્

    સામાન્ય રીતે મોડેલિંગનું કરિયર ખૂબ જ ઓછા સમયનું માનવામાં આવે છે. ઉંમરના એક તબક્કા પછી તો મોડેલિંગને બાયબાય જ કહેવું પડે છે. જોકે કેટલીક મહિલાઓ એવી છે કે સાઠી વટાવ્યા પછી પણ મોડેલિંગના ફિલ્ડમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે.

    વ્હાઈટ હાઉસ ફેલો પ્રોગ્રામમા

    યુએસ ફેડરલ ગવર્નમેન્ટમાં સર્વોચ્ચ સ્તરે કામ કરવાનો અનુભવ મેળવવાની સોનેરી તક આપતા પ્રતિષ્ઠિત વ્હાઈટ હાઉસ ફેલો પ્રોગ્રામ માટે બે ભારતીય-અમેરિકન યુવતીઓની પસંદગી થઇ છે. શિકાગોનાં ફિઝિશ્યન ટીના આર. શાહ અને કેલિફોર્નિયાનાં એસ્ટ્રોફિઝીસ્ટ અંજલિ ત્રિપાઠીએ વર્ષ ૨૦૧૬-૧૭ની મુદત માટે આ સન્માન મેળવ્યું છે.

    ઉબટનથી આપો રૂપને નિખાર...

    સામાન્ય રીતે સ્ત્રીઓ માને છે કે માત્ર લગ્ન સમયે જ ત્વચાની સંભાળ માટે ઉપટનનો ઉપયોગ થાય છે, પરંતુ હકીકતમાં તો ઉબટનનો ઉપયોગ બારે માસ કરીને ત્વચાને નિખાર આપી શકાય છે. અહીં ઉબટન બનાવવાની કેટલીક દેશી રીત આપી છે. સ્કિન કેર માટે ઉબટનનો પ્રયોગ પ્રાચીન કાળથી જ કરવામાં આવે છે. સોળ શણગારમાં પણ ઉબટનથી સ્નાન મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઉબટન ત્વચાની સફાઈ કરે છે. ત્વચાને પોષણ આપે છે. ઉબટનના નિયમિત ઉપયોગથી ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે કરચલીઓ અને સ્કિન પરનવા દાગ દૂર થાય છે. કોઈપણ ઉબટનને શરીર પર લગાવીને થોડીવાર રાખ્યા પછી ધીરે ધીરે ઘસીને શરીર પરથી દૂર કરો.

    પહેરવામાં હળવી પેપર જ્વેલરી...

    રાજા રજવાડાના સમયથી ભારતમાં સ્ત્રીઓનાં ઘરેણાં લગભગ હેવિ જ જોવા મળતાં આવ્યાં છે. પ્રસંગે પણ મહિલાઓ લગભગ ભારે આભૂષણોમાં દેખાય, પણ હવે એક નવા પ્રકારની જ્વેલરીનો તેમાં ઉમેરો થતો જોવા મળે છે. તે છે પેપર જ્વેલરી. પેપર જ્વેલરીમાં વુડ્ઝ, ક્રિસ્ટલ, બીડ્‌સ, કુંદન, સ્ટોન, પોસકી, પ્લાસ્ટિક, કાચ તથા સેમી પ્રેશિયસ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ પ્રકારની ચીજો જ્વેલરીને સુંદર અને એટ્રેક્ટીવ લૂક આપવામાં મદદ કરે છે. ગોલ્ડ, કોપર, સિલ્વર, બ્લેક મેટલ, વ્હાઈટ મેટલ વગેરે તથા નકલી મોતી અને બીજા અનેક પ્રકારની ચીજોથી આ આકર્ષક જ્વેલરી બનાવવામાં આવે છે.

    એક સમયે પેરેલાઇઝડ, આજે મેરેથોન...

    આપણે સહુએ એક કરતાં વધુ વખત સાંભળ્યું છે કે અડગ મનના માણસો પહાડ જેવો અવરોધ પણ ઓળંગી જાય છે, પરંતુ આનું જીવતુંજાગતું ઉદાહરણ જોવું હોય તો મળો ટિફેની જોયનરને. બાલ્કનીમાંથી નીચે પડી જવાથી તેનો કમરથી નીચેનો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો. ડોકટરોએ કહી દીધું કે તે ચાલી પણ નહીં શકે, પરંતુ આજે તે મેરેથોન રનર અને યોગ ગુરુ છે. તે લાંબા અંતરની દોડમાં ભાગ લઈને ચેરિટી માટે પૈસા એકઠા કરે છે. અત્યાર સુધીમાં તે ૪૦ દેશોમાં હજારો લોકોને યોગ શીખવાડી ચૂકી છે. 

    ક્લાસી ફેશન રેન્જ ક્રોપ ટોપ...

    ફેશનમાં અવનવા પરિવર્તન આવવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જે ફેશનમાં આપણે કમ્ફર્ટેબલ હોઈએ તે ફેશન આપણે લાંબો સમય આપનાવવી જોઈએ. કારણ કે ફેશનમાં કમ્ફર્ટનું સ્થાન સૌથી મહત્ત્વનું છે. ચેસ્ટ કે કમર સુધીની લંબાઈ ધરાવતાં ક્રોપ ટોપની ફેશન અત્યારે ક્લોથ માર્કેટમાં ધૂમ મચાવે છે. કારણ કે કોઈ પણ સિઝનમાં ક્રોપ ટોપ કમ્ફર્ટેબલ અને કુલ લાગે છે.

    ત્વચાને સાફ રાખવા છ ચીજોનો કરો...

    તમારી ત્વચાની સ્થિતિ એ લગભગ તો તમારા ખોરાક પર જ નિર્ભર રહે છે છતાં ખાવામાં ઉપયોગમાં લેવાતા કેટલાક ફળો અને શાકભાજીનો તમારી ચહેરા અને ગરદનની ત્વચા નિખારવામાં બાહ્ય રીતે પણ વપરાશ કરી શકાય છે. આવી જ આશરે છ સામગ્રી સંતરા, હળદર, પપૈયા, આમળા, મૂળા અને કેળાનો સ્કિનની ટેનનેસ દૂર કરવા કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની માહિતી અહીં આપવામાં આવી છે.

    મારું શરીર વિકલાંગ છે, વિચારો

    રિયો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા એથલેટ દીપા મલિક કહે છે કે, કોઇ વ્યક્તિ મારી તરફ નકારાત્મક દૃષ્ટિથી વિચારે ત્યારે હું વિચારું છું કે તે વ્યક્તિને સકારાત્મક જવાબ કેવી રીતે આપું? મારા ખરાબ સમયમાં બે જ વસ્તુનો બોધપાઠ લીધો છે, પ્રથમ સારું શીખવું અને બીજું આભાર માનવો. મારું શરીર ભલે વિકલાંગ છે, પરંતુ મારા મનને મેં વિકલાંગ થવા દીધું નથી.

    વસ્ત્રો અને આભૂષણોનું મેચિંગ

    સ્ત્રીઓનો વસ્ત્ર અને શૃંગારપ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સ્ત્રીને સુંદર દેખાવ બક્ષવા માટે વસ્ત્રો અને આભૂષણો એકબીજાના પૂરક ગણાય છે. આજે આપણે પણ અહીં વસ્ત્રાલંકારની વાત કરવાની છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પહેરવેશમાં રંગના મેચિંગનું ધ્યાન રાખે તેવી જ રીતે તેમણે ઘરેણાં પહેરવામાં પણ મેચિંગનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વારે તહેવારે કે લગ્નપ્રસંગે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

    ૧૦૦ વર્ષની ઉંમરે પણ દિવસમાં ૧૧...

    સામાન્ય રીતે લોકો જીવનની સાઠીએ નિવૃત્ત થઈને આરામની જિંદગી પસંદ કરે છે, પણ ન્યૂ યોર્કમાં રહેતાં ફેલેમિના રોટુન્ડો ૧૦૦ વર્ષની વય હોવા છતાં દિવસમાં ૧૧ કલાક કામ કરે છે. આ મહિલા સવારે સાત વાગ્યે કાર્યસ્થળે પોતાનું કામ શરૂ કરી દે છે અને સાંજે ૬ વાગ્યા સુધી તે પોતાનાં કામમાં વ્યસ્ત રહે છે.