મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    હાથ વિના ટેક્સી-ડ્રાઇવ કરીને આ...

    અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની માતા છે. જેનેટ ઉબર ટેક્સી ચલાવીને પોતાની રીતે આર્થિક પગભર છે. જન્મથી જ તેના કોણીથી આગળના હાથ વિકસ્યા નથી. કોણીથી આગળ તેના બન્ને હાથમાં ખૂબ પાતળું હાડકું છે જેનો જેનેટ બખૂબી ઉપયોગ કરી લે છે. ઘરનું એકેય કામ એવું નથી જે જેનેટ ન કરી શકે. ઘરની સફાઈની વાત હોય કે રસોઈ. બધું જ તે કરે છે. કપડાં ધોવાથી માંડીને પોતાનું માથું ઓળવા સુધીનું કામ તે હાથ વિના કરી શકે છે. 

    અમેરિકાના મેન રાજ્યના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે તાજેતરમાં તેના ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીર સાથે જણાવાયું હતું કે, પોર્ટલેન્ડ શહેરમાં આવેલી આ હોસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. જોગાનુજોગ નવેનવ નર્સ ગર્ભવતી છે. એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિનાના અંતમાં તમામની ડિલિવરી થઈ શકે છે.

    મલ્ટીપલ યુઝ કરી શકાય એવી ચેઈન

    સાદી સીધી ગુજરાતી ભાષામાં ચેઈન એટલે સાંકળ. જ્વેલરી સંદર્ભે સાંકળને સેર પણ કહી શકાય. કોઈ પણ પ્રકારના ઘરેણામાં આ પાતળી કે સહેજ ભરાવદાર સાંકળનું ખૂબ જ મહત્ત્વ હોય છે, પણ આજે આપણે માત્ર સાંકળની જ્વેલરીની જ અહીં વાત કરવાના છીએ.

    મેનિક્યોર સ્ક્રબઃ હાથને બનાવ

    તમે દર મહિને મેનિક્યોર કરાવવા માટે બ્યુટીપાર્લરમાં ઘણાં પૈસા અને સમય ખર્ચતાં હશો. પણ આ જ મેનિક્યોર ઘરે બેઠાં થઇ શકતું હોય તો નાણાં અને આવવા-જવાનો સમય શા માટે વેડફવાના? હા, તમે ઘરે બેઠાં જ મેનિક્યોર કરી શકો છો. આવા જ કેટલાક સ્ક્રબ બનાવવાની રીત અહીં આપી છે.

    બાર્બીફેનઃ ઢીંગલી પાછળ ૧.૨૦ લા...

    રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે. 

    શાક સમારવાનો કંટાળો આવતો, તેથી...

    કોઇ મહિલા જોબ કે વ્યવસાય કરતી હોય અને આખો દિવસ અતિશય વ્યસ્તતા રહેતી હોય તો વીકએન્ડમાં આખા સપ્તાહના શાકભાજી સમારીને ફ્રિજમાં ભરી દે તો સમજી શકાય, પણ કોઇ મહિલા રોજિંદા કંટાળાથી બચવા માટે એક દિવસમાં એક સાથે આખા વર્ષનું શાક સમારી નાંખે તો?! ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ કંઇક આવું જ કર્યું છે. તેણે પોતાનો કંટાળો ટાળવાની સાથોસાથ સમય બચાવવા માટે એક જ દિવસમાં લગભગ આખું વરસ ચાલે તેટલું - ૬૫ કિલો શાક સમારી નાખ્યું છે. તેમાં ૨૦ કિલો બટાકા, ૧૫ કિલો ગાજર, ૧૦ કિલો ટામેટાં તેમજ ૨૦ કિલો અન્ય શાકભાજી સામેલ છે.

    હોમ ટિપ્સ...

    રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ ઉપાય...

    કોટન સિવાય પણ શીતળ કાપડના છે વ

    કેટલાક લોકોને કોઈ પણ સિઝનમાં હંમેશા કોટન કપડાં જ પહેરવા પસંદ હોય છે. જોકે કોટનની સાથે સાથે હવે બજારમાં એ પ્રકારના કપડાં પણ મળે છે જે પહેરવામાં હળવા હોય છે. આ કાપડના આઉટફિટ પણ સરળતાથી બજારમાં મળી રહે છે. લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે કોટનના આઉટફિટ પહેરવાથી પરસેવાની દુર્ગંધ અને ખંજવાળની સમસ્યા હોતી નથી, પરંતુ માર્કેટમાં હવે કોટન સિવાય પણ એવા મટીરિયલ મળે છે જે પહેરવાથી આ પ્રકારની સમસ્યા ઓછી રહે છે.

    નેલ પેઈન્ટ નખ પર વધુ સમય ટકી રહ

    હાલમાં દરેક મહિલા કે યુવતીઓ મેકઅપ કિટમાં વિવિધ નેલપોલીશ રાખે છે. માર્કેટમાં વિવિધ રેન્જની નેલપોલીશ મળી પણ રહે છે. ગ્લોસીથી માંડીને મેટ કલર્સમાં મળતી નેલપોલીશ આમ તો યુવતીઓ પોતાના હાથ અને નખને સુંદર બનાવવા માટે ઉપયોગમાં લેતી જ હોય છે, પણ સામાન્ય રીતે એવું બને છે કે નેલપોલીશ લગાવો પછી ત્રણ કે ચાર જ દિવસમાં તે ઉડવાની શરૂ થાય છે. ખાસ કરીને મહિલાઓ હાથ પાણીમાં નાંખે કે તરત નેલપોલીશ નીકળવા લાગે છે. નેલપોલીશ અડધી નીકળી જાય પછી હાથ બહુ ખરાબ લાગે છે. દરેક યુવતી અને મહિલાઓ ઇચ્છે છે કે તેમના હાથ પર લાગેલી નોલપોલીશ વધુ દિવસો સુધી રહે. નેલપોલીશ તમારા નખ પર વધુ દિવસો સુધી રહે અને તમારા નખ અને હાથની સુંદરતામાં લાંબા સમય સુધી વધારો કરતી રહે એ માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

    ૩૯ વર્ષમાં ૪૪ બાળકો!...

    સંતાનોની બાબતમાં ભારતમાં અત્યાર સુધી ‘હમ દો, હમારે દો’ની નીતિ હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તો ભારતીય દંપતીઓએ જાણે હમ દો, હમારા એકની સ્વૈચ્છિક નીતિ અમલમાં મૂકી છે. બીજી તરફ, ચીનમાં તો ઘણાં સમયથી માત્ર એક બાળકને જન્મ આપવાનું સરકારી ફરમાન છે. વિશ્વભરમાં સ્ત્રીઓનો પ્રજનન દર ઘટતો જાય છે ત્યારે યુગાન્ડાની એક સ્ત્રી ૪૪ બાળકો (જીવિત ૩૮)ની માતા હોવાની વાત કરીએ તો સામેવાળાનું મોં અચંબાથી પહોળું થઈ જાય તેમાં નવાઈ નથી. આ વાત વિશ્વની સૌથી ફળદ્રૂપ મહિલા યુગાન્ડાની ૩૯ વર્ષીય મરિયમ નાબાતાન્ઝીની છે.