મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ગાંધીનગરની યુવતીને એમેઝોન કં

    જરાતના પાટનગરમાં વસતી ૨૩ વર્ષની યુવતીને વિશ્વની ટોપ-૫ કંપનીઓમાં સ્થાન ધરાવતી એમેઝોનમાં વાર્ષિક રૂ. ૧.૦૪ કરોડના માતબર પેકેજ સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ મળી છે. આ સાથે જ કંપની તરફથી તેને રૂ. ૬૪ લાખના શેર પણ ઇસ્યુ કરાશે.

    દરેક વસ્ત્રને શોભાવતી હેન્ડ એ

    આપણે ત્યાં જાણીતી ઉક્તિ છેઃ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કોઇ ચીજવસ્તુ હોય કે ફેશન, દરેકને આ વાત સમાન ધોરણે લાગુ પડે છે. કોઇ વસ્તુ જૂની થઇ ગઇ હોય તો ન ગમે, પણ જૂની ફેશન, જૂની વસ્તુઓનું સોના જેવું આગવું મૂલ્ય હોય છે. તમને કોઇ જૂની વસ્તુ ગમતી ન હોય તો તે જ વસ્તુને થોડીક નવી બનાવીને લોકો સામે પેશ કરવામાં આવે તો તેમને ખૂબ ગમી જાય. આથી જ આજે પટોળું, પૈઠણી, ગજ્જી સિલ્કની બાંધણીની સાડી, ખાદી વગેરેનો ક્રેઝ આજે પણ જળવાઇ રહ્યો છે. આજે પણ લોકો હરખભેર તે પહેરે છે, અને તેને યુનિક સ્ટાઇલ સેન્સ પણ ગણવામાં આવે છે.

    કેન્યાનાં ઉમોજા ગામમાં ફક્ત મ

    આફ્રિકન દેશ કેન્યાની વસતી ૫.૪૯ કરોડ છે. તેમાં ૪૯.૦ ટકા પુરુષ અને ૫૦.૧ ટકા મહિલાઓ છે. તેમ છતાં દેશની ૯૮ ટકા જમીન પુરુષોના નામે છે, પણ હવે જમીન પર મહિલાઓનો પણ અધિકાર રહેશે અને આ સંભવ થયું છે ઉમોજા ગામને કારણે. ૩૦ વર્ષ પહેલાં બનેલા ગામમાં ૫૩ મહિલાઓ અને ૨૦૦ બાળકો રહે છે. અહીં પુરુષોના વસવાટ પર પ્રતિબંધ છે. આ ગામની સ્થાપના થવાની કહાણી પીડાદાયક છે. ઉત્તર કેન્યામાં રહેતી જેન નોલમોંગનની સાથે ૩૦ વર્ષ પહેલાં એક બ્રિટિશ સૈનિકે દુષ્કર્મ કર્યું તો તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી. તે આશ્રયની શોધમાં ૮ બાળકો સાથે એક એવા ગામમાં આવી ગઈ જ્યાં કોઈ પુરુષ નહોતો.

    જીવનનાં અમૂલ્ય ૩૦ વર્ષ અને જીપ...

    વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે જીપીની ૫૦૦ વખત મુલાકાત અને ૩૦ વર્ષ સુધી યાતના સહન કરવી પડી હતી.

    સપના હંમેશા તમને પોતાની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ક્યારેક સપનું સાકાર થવામાં સમય લાગતો હોય છે, પરંતુ તે સાકાર જરૂર થતા હોય છે. ગુજરાતનાં નીતાબા પરમારની જ વાત જૂઓને. તેમણે નાનપણથી ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, પરંતુ અભ્યાસ અને છોકરીઓને સ્પોર્ટ્સમાં અપાતા ઓછા મહત્ત્વને કારણે તેમનું સપનું ભારતમાં પૂરું થઇ શક્યું નહીં. આગળ અભ્યાસ માટે તેઓ ડેન્માર્ક ગયા. જ્યાં તેમણે અભ્યાસની સાથે ક્રિકેટના પોતાના શોખને જાળવી રાખ્યો અને તેમનું સપનું સાકાર થયું.

    ‘દીકરીઓનું ગામ’ઃ દરેક વૃક્ષ, દ...

    મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાનું હરપુરા મડિયા ગામ અનોખું છે. અહીં દરેક વૃક્ષ, દરેક ઘરની દીવાલો પર દીકરાઓના નામ લખેલા છે. વૃદ્વોએ ગામમાં ક્યારેય ભ્રૂણના જાતિપરીક્ષણ કે ભ્રુણહત્યાની નોબત નથી આવવા દીધી. પરિણામે આજે આ ગામે ‘દીકરીઓના ગામ’ તરીકેની ઓળખ મેળવી છે. 

    રો સિલ્કઃ સો ટચના સોના જેવું સ

    દરેક માનુનીનું મનપસંદ ફેબ્રિક એટલે રો સિલ્ક. જૂનું અને જાણીતું આ ફેબ્રિક એવું છે કે જો તમે વસ્ત્રપરિધાનમાં તેનો યોગ્ય ઉપયોગ કરો તો તે તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે, પણ જો થોડીક ચૂક થઇ તો તે તમારો લૂક બગાડી પણ શકે છે.

    તમારી આંખોના શેપ પ્રમાણે કયો મ...

    આપણા ચહેરાનો સૌથી આકર્ષક ભાગ છે આંખ. દરેકના ફેસકટની જેમ દરેકની આંખો પણ અલગ હોય છે. આંખોના શેપ પ્રમાણે આઇ મેકઅપ ન કરીએ તો આપણી આંખો સારી લાગતી નથી, કેમ કે આપણા આખા મેકઅપનો જે મહત્વનો ભાગ છે એ માત્ર આંખ છે. આંખનો મેકઅપ જો સારો ન હોય તો તમારો ચહેરો અજીબ લાગે છે. તો આવો જાણીએ કે તમારી આંખનો શેપ કયો છે અને એ પ્રમાણે તમારે કયો મેકઅપ કરવો જોઈએ.

    ઉત્તર પ્રદેશનાં આતિયા સાબરી ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને ભરણપોષણ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં છે. આતિયાની અરજી પર ચૂકાદો આપતાં સહરાનપુર ફેમિલિ કોર્ટે આતિયાના પતિ વાજિદ અલીને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દર મહિનાની દસમી તારીખે દરેકને સાત-સાત હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

    સુએઝ સમસ્યા માટે ઈજિપ્તના મહિ

    દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં સામેલ ઇજિપ્તની સુએઝ નહેરમાં થોડાક સમય પહેલાં થયેલો ટ્રાફિક જામ દૂર થઇ ગયો છે અને વિરાટકાય જહાજોની અવરજવર સામાન્ય થઈ ચૂકી છે. સમુદ્ધની ભરતી અને શક્તિશાળી જહાજોની મદદદથી સુએઝ નહેરમાં ફસાયેલું મહાકાય કન્ટેનર જહાજ ‘એવર ગિવન’ ભારે જહેમત બાદ બહાર તો નીકળી ગયું છે, પણ આ વિવાદ શમતો નથી.