બારામતીથી ૨૮ કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં નજીકમાં આવેલી શારદા નગર કોલેજના મેસમાં૪૦૦ કિલો સુધીના પાપડ વેચાય છે. જૂથની સાત મહિલા વૃદ્ધ છે. તેમને કમાતા જોઈને હવે ગામની વહુઓએ પણ એક જૂથ બનાવ્યું છે, જે ચોકલેટ અને કેક બનાવે છે. સાસુ કહે છે કે વહુ ગમે તેટલી ફેશનની ચીજ બનાવે તો પણ, અમારી કમાણી વધારે રહેશે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
દરેક માનુનીને તેની ત્વચા અને વાળ ખૂબ જ પ્રિય હોય છે અને તેની જોઈએ તેવી, બને તેટલી સંભાળ પણ રાખવાનો માનુનીઓ પ્રયત્ન પણ કરે છે. કોઈ પણ પ્રકારની ત્વચા કે વાળ ધરાવતી માનુની ગ્લિસરીનનો ઉપયોગ કરી શકે છે. ગ્લિસરીન ઠંડક આપે છે. ભેજ અને પાણીને પોતાની તરફ ખેંચી શકતું ગ્લિસરીન ત્વચાને ઓક્સિજન પૂરું પાડે છે, ઓક્સીજન સ્કિનના મોઈશ્ચર લેવલને સંતુલિત રાખે છે. ગ્લિસરીનથી ફક્ત સ્કિન-કેર જ નહીં પણ હેર-કેર પણ કરી શકાય છે. જોકે સ્કિન પર લગાવો એ રીતે સીધું જો વાળમાં લગાવશો તો વાળ ખરાબ થશે. ગ્લિસરીનનો બ્યુટી-કેરમાં કેવી રીતે ઉપયોગ થાય તેની કેટલીક ટિપ્સ અહીં આપી છે.
રશિયામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી રેન ગાર્ડનને નિર્જીવ વસ્તુઓ સાથે ભારે લગાવ છે. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રેન આમ તો સામાન્ય લોકો જેવું જ જીવન જીવે છે, પરંતુ નિર્જીવ વસ્તુઓ સાથે તેને અનહદ પ્રેમ છે. રેનનો નિર્જીવ વસ્તુઓ સાથેનો પ્રેમ દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. રેન પહેલાં એક બ્રીફકેસ સાથે દિવસમાં ચાર ચાર કલાકો વાતો કરતી હતી અને રેને એ પછી બ્રીફકેસ સાથે વિધિવત રીંગ સેરેમની કરીને લગ્ન પણ કરી લીધાં છે.
રેન બ્રીફકેસને ગીડિયોન કહીને બોલાવે છે. તે પાંચેક વર્ષ પહેલાં એક સ્ટોરમાંથી ફોટોશૂટ માટે કેટલાક સાધનો ખરીદવા ગઈ હતી તે વખતે તેણે મેટાલિક બ્રીફકેસ ખરીદી હતી. રેન કહે છે કે, વર્ષ ૨૦૧૫માં મારા પતિ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ હતી. મને એ સમયે જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.
યુએસના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતી કેટી એવર્સે ગલીઓમાં રખડતી એક ગર્ભવતી ડોગીને સંભાળીને પોતાની પાસે રાખી હતી. કેટીએ તેનું મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું. ફોટોશૂટના ત્રણ દિવસ પછી ડોગીએ 8 સુંદર ગલુડિયાંને જન્મ આપ્યો હતો. આ ડોગીનું નામ લી-મી છે. કેટીએ લી-મીના બેબી સ્કેન સાથે પણ ફોટો પડાવ્યો હતો. કેટીએ કહે છે કે, આ ફોટોશૂટ પાછળનો હેતુ ડોગ્સની મદદ કરીને લોકોને જાગૃત કરવાનો છે. આ ફોટો જોઇને કોઈ પણ માણસ વિચારવા મજબૂર થશે કે તેઓ પણ ગલીમાં રખડતાં શ્વાનની આવી રીતે દેખભાળ કરી શકે છે. જો તેમના જન્મ પછી યોગ્ય દેખભાળ ના થાય તો તેઓ વધારે દિવસ સુધી જીવિત રહેતા નથી. વધારે ઠંડીમાં તેમની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. લીના ફોટોશૂટનો આઈડિયા મારો પોતાનો હતો કારણકે મારે લોકોને એક મેસેજ આપવો હતો. એક ફોટોગ્રાફર મિત્રએ આ ફોટોશૂટ કર્યું હતું.
લંડનની એલા (ઉં. ૯) નામની બાળકીનાં મોતને વધતું જતું પ્રદૂષણ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. દુનિયામાં આ પ્રકારની આ પ્રથમ કેસ હોવાનું સામે આવ્યું છે. બ્રિટનની એક હાઈ કોર્ટે જણાવ્યું છે કે, એલા એર પોલ્યુશનને કારણે મૃત્યુ પામી છે.
એલાના મૃત્યુની સમીક્ષા કરનારા ફિલિપ બાર્લોના જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૧૩માં લંડનમાં રહેતી એલાના મૃત્યુનું એક કારણ વાયુ પ્રદૂષણ હતું. એલાની બીમારી પાછળનું કારણ ઘર પાસેનું ખરાબ વાતાવરણ જવાબદાર હતું. એલાનું ઘર લંડનમાં એક ટ્રાફિકથી ધમધમતા રસ્તાની નજીક હતું. સાઉથઇસ્ટ લંડનમાં રહેતી એલાનું મૃત્યુ ફેબ્રુઆરી, ૨૦૧૩માં અસ્થમાના ગંભીર એટેકને લીધે થયું હતું. એલાને ઘણીવાર કાર્ડિયાક અટેક પણ આવ્યા હતા અને તેને શ્વાસ લેવાની તકલીફ હતી. મૃત્યુ પહેલાં આવેલા રિપોર્ટમાં ખબર પડી હતી કે, એલાનું મૃત્યુ એર પોલ્યુશન અને અસ્થમાને લીધે થયું હતું.
લંડનના નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટનો હોદ્દો છેલ્લા પાંચેક વર્ષથી શોભાવી રહેલ રેણુકાબહેન મહેતાનો પરિચય નવા વર્ષના અંકમાં કરાવીશ. સુદાનના એક નાના ગામ કસાલામાં જન્મેલ રેણુકાબહેન બાવીસી નાનપણથી જ ભણવામાં તેજસ્વી. ગણિત એમનો પ્રિય વિષય. એમનો મોટો ભાઇ મુંબઇની સુવિખ્યાત હાઇસ્કુલમાં ભણતો હતો એથી એમના મનનો મોરલો પણ નાચી ઉઠ્યો કે મને પણ મુંબઇ જઇ ઉચ્ચ અભ્યાસ કરવા મળશે. પરંતુ મનની મનમાં રહી ગઇ. સમય – સંજોગો બળવાન છે.
ખૂલતાં કે સ્કિની સિગારેટ પેન્ટ આજકાલ ટ્રેન્ડી છે. લોંગ કે શોર્ટ, કુર્તી, ટોપ, ટ્યૂનિક સહિત બીજા કોઇ પણ ટોપ સાથે તમે સિગારેટ પેન્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો છો. રેગ્યુલર જીન્સ કે અન્ય બોટમવેર પહેરવા કરતાં સિગારેટ પેન્ટ પહેરવાથી તમને ડિફરન્ટ લુક મળશે. અહીં સિગારેટ પેન્ટ્સ વિશે કેટલીક ટિપ્સ આપી છે તે ફોલો કરો અને મેળવો અલગ જ લુક.
મૈસૂરની રહેવાસી ૧૭ વર્ષીય દીપ્તિ ગણપતિ હેગડેએ છઠ્ઠા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં નવભારત નિર્માણ ડોમેન અંતર્ગત પોતાની ખાસ ડિવાઈસ માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે આ ફેસ્ટિવલમાં જીતનારી એક માત્ર મૈસૂરની છોકરી છે. તેને ઈનામના ભાગ સ્વરૂપે રૂ. ૨૫,૦૦૦ની રકમ મળી છે. આ ફેસ્ટિવલમાં ૪૫ વર્ષની ઉંમર સુધીના ૩૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. દીપ્તિએ એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે કે જે ગામડામાં રહેતી ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, અને કાર્ડિયાક દર્દીઓનું ધ્યાન રાખવાનું કામ કરશે.
સાઉદી અરબની એક કોર્ટે સામાજિક કાર્યકર લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન આમ તો છેલ્લા બે વર્ષથી જેલમાં જ છે. સુજૈન પર એવો આરોપ છે કે તે દેશની રાજકીય સ્થિતિ અને નિર્ણયોને બદલવા માગે છે. સાઉદીમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તેને જોખમ પણ ગણાવવામાં આવી રહી છે. લુજૈન સામે વધુ પડકારો ત્યારથી શરૂ થયા જ્યારે દેશમાં મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર અપાવવા માટે તેણે આંદોલન ચલાવ્યું હતું. લુજૈને વર્ષ ૨૦૧૪માં યુએઈ અને સાઉદી અરબ બોર્ડ પર કાર ડ્રાઈવ કરવાનો વીડિયો પણ શેર કર્યો હતો. ત્યાર પછી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ તેને ઉદારવાદી માગ ગણાવી અને મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપ્યો હતો.
આર્જેન્ટિનાની સંસદમાં ગર્ભપાતને કાયદેસર ઠરાવતો ખરડો ૩૦મી ડિસેમ્બરે પસાર થયો હતો. હવેથી આર્જેન્ટિનામાં ૧૪ અઠવાડિયામાં સ્વૈચ્છિક ગર્ભપાતને મંજૂરી મળશે. ગૃહમાં આ ખરડાની તરફેણમાં ૩૮ અને વિરુદ્ધમાં ૨૯ વોટ પડ્યા હતા. આ સાથે જ આર્જેન્ટિના ગર્ભપાતને કાયદેસર મંજૂરી આપનારો લેટિન અમેરિકાનો પહેલો દેશ બની ગયો છે. આર્જેન્ટિનાની મહિલાઓ આ ખરડા માટે ૧૫ વર્ષથી આંદોલન કરી રહી હતી.
