મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અમેરિકાઃ ૭૦ વર્ષના ઈતિહાસમાં

    અમેરિકાના કેસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને હત્યા કરવાના અને તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં ગુનેગાર ઠરેલી મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં હતી અને તાજેતરમાં તેને ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે આશરે ૭૦ વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જેમાં કોઈ મહિલાને મૃત્યુદંડ થયો હોય.

    માટીની જ્વેલરી પહેરી મેળવો યુ

    સામાન્ય રીતે આપણે માટીના ઘરથી માંડીને માટીનાં રમકડાં જોયાં હોય છે. રાજસ્થાનમાં વિશાલા ગામમાં ઝમિન ખાનનો પરિવાર એવો છે કે જેઓ ચાર દાયકાથી વધુ સમયથી માટીમાંથી ઘરેણાં બનાવે છે. આ પરિવાર માટીની જ્વેલરી બનાવીને તેને વિદેશના માર્કેટમાં વેચે છે. આ ઉપરાંત સરકારી મેળામાં પણ અમે આ જ્વેલરીનું વેચાણ કરીએ છીએ. આ પરિવારના સભ્યો કહે છે કે, વિદેશમાં લોકો આ જ્વેલરીને ઘણી પસંદ કરે છે. તેથી રાજસ્થાનમાં બનતી માટીની જ્વેલરીને વિદેશ એક્સપોર્ટ પણ કરાય છે. રાજસ્થાન સિવાય પણ અન્ય રાજ્યોમાં પણ માટીમાંથી ઘરેણા બનાવવાનું કામ ચાલે છે.

    ૮૧ વર્ષીય મહિલાએ તેમનાથી ૪૫ વર...

    ફેસબુક પર ૮૧ વર્ષીય બ્રિટિશ મહિલા આઈરિસ જ્હોન્સની મુલાકાત તેનાથી ૪૫ વર્ષ નાના યુવક ઈજિપ્શિયન યુવક મહોમ્મદ અહમદ ઈબ્રાહિમ સાથે કેટલાક સમય પહેલાં થઈ હતી. થોડા જ દિવસોમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એ પછી આઈરિસ અને મહોમ્મદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આઈરિસે કહ્યું કે, હું પ્રથમવાર ઇબ્રાહિમને મળી ત્યારે બહુ નર્વસ હતી અને તેની આંખોમાં સાચા પ્રેમને શોધી રહી હતી. મહોમ્મદે કહ્યું કે, હું ઘણો લકી છું કે, મને સાચો પ્રેમ કરનારી આઈરિસ જેવી વ્યક્તિ મળી. આઈરિસના દીકરાની ઉંમર ૫૪ વર્ષ છે તે જોકે આ સંબંધની વિરુદ્ધ છે. તેણે પોતાની માતાને લગ્ન કરવાની ના પાડી પણ આઈરિસ ન માન્યાં.

    CRPFના કોબ્રા કમાંડો યુનિટમાં મહ...

    સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જંગલ યુદ્ધમાં કાબેલ ‘કોબ્રા કમાન્ડો બટાલિયન’માં મહિલાઓ સામેલ કરવાની તૈયારી ભારતમાં ચાલી રહી છે. ઇન્ટેલિજન્સ સૂચના આધારિત જંગલ યુદ્ધ અભિયાનો માટે ફોર્સે ૨૦૦૯માં ‘કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુશન એક્શન’ (કોબ્રા)ના ૧૨ હજાર જવાનોવાળા ૧૦ એકમ બનાવ્યા હતા. CRPF પ્રમુખ એ પી મહેશ્વરીએ તાજેતરમાં કહ્યું કે, અમે કોબ્રામાં મહિલાઓને સામેલ કરવા બાબતે વિચારી રહ્યા છીએ.

    ક્રાફટનો શોખ કમાણીનું સાધન...

    કેરળમાં યુનિવર્સિટી ઓફ કેરલા કરિયાવેટ્ટમ કેમ્પસમાં એમએસસી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્મૃતિ વી રાજેએ અભ્યાસની સાથે સાથે પોતાની કળાને કમાણીનું સાધન બનાવી છે. સ્મૃતિને ક્રાફ્ટ વર્કનો શોખ હતો. કોરોના કાળમાં લોકડાઉનમાં આ કળાને વધુ વિકસાવીને તેમાંથી કમાણી કરવાનું પણ તેણે શરૂ કર્યું અને આજે સ્મૃતિ સોશિયલ મીડિયામાં તેની કળા થકી છવાયેલી રહે છે. સ્મૃતિ આ કમાણીની મદદથી ભણવાનો ખર્ચ ઊઠાવી રહી છે.

    પ્રિયંકા ચોપરાનું બ્યૂટી સિક...

    નમણી નાગરવેલ જેવી કમનીય કાયા, પણ બોક્સર મેરી કોમ જેવું પોલાદી મનોબળ ધરાવતી પ્રિયંકા ચોપરા ખૂબ જ સહજ રીતે ફિટનેસનું ધ્યાન રાખે છે

    માથામાં હેર ઓઈલ નાંખ્યા પછી અપ...

    શરીરની સ્વસ્થતા જરૂરી છે તેવી જ રીતે વાળની દેખરેખ પણ જરૂરી હોય છે. ખાસ કરીને મજબૂત અને સ્વસ્થ વાળ માટે માથામાં હેર ઓઈલ નાંખવું જરૂરી છે, પણ હેર ઓઈલ નાંખીને કેટલીક ટિપ્સ અપનાવવાથી વાળ ઘટ્ટ અને સુંદર બને છે. પ્રદૂષિત વાતાવરણમાં વાળની સંભાળ રાખવી જરૂરી છે. જો વાળને પૂરતું પોષણ ન મળે તો વાળ રફ થવાની, સફેદ થવાની અને હેર ફોલની સમસ્યા વધશે. નિયમિત હેર ઓઈલ માથામાં નાંખવાથી ખોળાની સમસ્યા પણ અટકે છે. વાળમાં તેલ નાંખો ત્યારે કેટલીક વાતનું અચૂક ધ્યાન રાખો.

    દુનિયાનાં સૌથી વયસ્ક મહિલાઃ બ

    હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં પપલાહ ગામમાં રહેતા મંશા દેવી વિશ્વનાં સૌથી ઉંમરલાયક મહિલા હોવાનું માન મેળવી શકે છે. આધાર કાર્ડમાં તેમનો જન્મ ૧૮૯૦ લખેલો છે એ ગણતરીએ તેમની ઉંમર ૧૩૦ વર્ષ થાય છે. હાલમાં જ્યારે તેઓ પોલિંગ બૂથ પર વોટ આપવા ગયા હતા ત્યારે હાજર કર્મચારી તેમની જન્મ તારીખ જોઇને દંગ રહી ગયો હતો. હવે આધાર કાર્ડને આધાર બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં દાવો કરવાની તૈયારી શરૂ થઈ છે. હાલ આ રેકોર્ડ જાપાનની મહિલા કેન તનાકાનાં નામે છે. તેમની ઉંમર ૧૧૮ વર્ષ છે.

    દિલ્હીની રહેવાસી ૨૩ વર્ષીય લેખિકા એલિસ શર્મા લોકકાર્યો થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહી છે. ભારતમાં કોરોના સંક્રમણ પછી લોકડાઉન દરમિયાન એલિસે પોતાની ટીમની સાથે મળીને આશરે ૧૫ હજાર લોકોની મદદ કરી છે. જોકે, લોકડાઉનમાં લોકોની મદદ કરવી સહેલી નહોતી. લોકડાઉનમાં ફંડ ભેગું કરવા માટે એલિસે બહુ મહેનત કરવી પડી હતી. ગરીબો સુધી ભોજન પહોંચાડવું પણ અઘરું પડ્યું હતું. મહામારી દરમિયાન લોકોની મદદ કર્યા પછી એલિસ પોતે ૩ મહિના સુધી આઈસોલેશનમાં રહી હતી. એલિસે કહ્યું કે, મારા કારણે ઘરના અન્ય લોકોને ઇન્ફેક્શન ના થાય આથી મારું આઈસોલેશનમાં રહેવું જરૂરી હતું.

    શહીદ દીપક નૈનવાલનાં પત્ની ઈન્

    ભારતીય સેનામાં ફરજ બજાવનારાં દીપક નૈનવાલ ૧૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થયા હતા. દીપક હંમેશા દેશસેવા માટે કંઈ પણ કરી છૂટવામાં માનનારા માણસ હતા. પતિની ઈચ્છા અનુસાર જ્યોતિ નૈનવાલે દેશ સેવાનો રસ્તો પસંદ કર્યો છે. ભારતીય સેનામાં જ્યોતિનું સિલેક્શન થઈ ગયું છે. તે ટૂંક સમયમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં જશે. આ પહેલાં જ્યોતિના સાસરે ત્રણ પેઢીઓ સેનામાં સેવા આપી રહી છે. જ્યોતિએ સેનાની સૌથી કપરી શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષાઓમાંની એક SSC પાસ કરીને સાસરીની પરંપરા જાળવી રાખી છે. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તે પોતાના પરિવારની પ્રથમ મહિલા આર્મી ઓફિસર બનશે.