યુક્રેન રશિયાની ગુલામીમાંથી આઝાદીના ૩૦મા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આર્મીમાં મહિલા સૈનિકોને ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને પરેડ કરાવાતાં વિવાદનો વંટોળ સર્જાયો છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કોવિડની વેક્સિન લીધા પછી ૩,૯૫૭ મહિલાઓને માસિક પીરીયડ્સની અનિયમિતતા, અચાનક રક્તસ્રાવ સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે તેમ સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા ફેરફારો હળવાં છે અને તેનાથી લોકોએ વેક્સિન લેતા અટકવું ન જોઈએ. આ રિપોર્ટ્સનો અર્થ એવો નથી કે કોવિડ-૧૯ વેક્સિન માસિક ચક્રમાં ફેરફાર લાવી દે છે. વેકસિન વોચડોગના જણાવ્યા મુજબ અત્યાર સુધી મળેલા પુરાવા જોખમ વધારે હોવાનું સૂચવતા નથી.
પશ્ચિમ અફઘાનિસ્તાનના જેનદેહ જાન જિલ્લાની નાદિયા સહિત અનેક મહિલા શિક્ષિકાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત છે. અમેરિકાની સેના ઉચાળા ભરી રહી છે અને કટ્ટરવાદી તાલિબાનોનું વર્ચસ વધી રહ્યું હોવાથી તેઓ હેરાનપરેશાન છે. નાદિયા અને તેના જૂથની યુવતીઓ આસપાસના ગામોમાં ફરીને સ્ત્રી અધિકારો સંદર્ભે જાગ્રતિ આણવા વર્કશોપ યોજે છે. ૨૦૧૯માં તાલિબાનોને સ્થાનિક ગર્વનરની હત્યા કરી હતી. આ પછી નાદિયાને પણ ધમકીઓ મળી. તેના પર હુમલો પણ થયો. આ પછી તેણે પોતાના ઘરની અંદર જ ચૂપચાપ કેટલીક મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું. જોકે હવે અમેરિકન સેનાની ઘરવાપસી શરૂ થતાં જ નાદિયા માટે મુશ્કેલીના દિવસો શરૂ થયાછે. હવે તેણે પોતાનું શહેર છોડી દીધું છે.
વર્તમાન સમયમાં સૌંદર્યની પરિભાષા બદલાઈ રહી છે. સૌંદર્ય માટેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. ચહેરા પર તો માસ્ક લગભગ ફરજીયાત બની ગયો છે ત્યારે આંખોના સૌંદર્યનું મહત્ત્વ વધી ગયું છે. માસ્કના કારણે સમગ્ર ચહેરાના હાવભાવના બદલે આંખોથી વ્યક્ત થતી લાગણીની બોલબાલા છે. અને જ્યારે આંખોના સૌંદર્યની વાત આવે ત્યારે આઇબ્રોની ઉપેક્ષા તો થઇ જ ન શકે. ચહેરાની સુંદરતાનો અગત્યનો ભાગ આંખો અને ભ્રમર છે. નાદાન ટીનેજર્સ અન્યની દેખાદેખીમાં આઈબ્રોનું થ્રેડિંગ કરાવીને આકાર અપાવે છે, પણ થોડાક દિવસ ચહેરો સુંદર દેખાયા બાદ આઈબ્રોના વાળ ગમેતેમ ઊગવા લાગે છે અને આઈબ્રો અવ્યવસ્થિત થઈ જાય છે. પોતાની ભૂલ સમજાય છે ત્યારે લાગે છે કે આઈબ્રોને નેચરલ હતી તેમજ રહેવા દીધી હોત તો સારું હતું.
છોકરીઓને પાણીપૂરી ખૂબ જ પ્રિય હોય છે તેવી સમાજની સહજ સ્વીકૃતિ છે પણ પાણીપૂરીનું આવું વળગણ તમે ક્યારેય નહીં જ જોયું હોય.
રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...
મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં મહિલા પ્રધાનોની સંખ્યા વધીને ૧૧ થઈ છે
સમયના વહેવા સાથે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પણ બદલાયું છે. એક કરીઅર વુમન તરીકે સ્ત્રીને ઓફિસ, ઘર અને સંતાનો વચ્ચે જે બેલેન્સ જાળવવું પડે છે તેનું સ્ટ્રેસ લેવલ એક પુરુષ કરતાં પણ ઘણું વધારે હોય છે. આ સ્ટ્રેસ ઘણી વખત તેને સ્મોકિંગ જેવી ખરાબ આદતો તરફ દોરી જાય છે.
મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના શિરે મિસ સરે ૨૦૨૧નો તાજ છે અને મિસ ઈંગ્લેન્ડ ૨૦૨૧ની સ્પર્ધામાં તે નેશનલ ફાઈનલિસ્ટ છે.
યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે.
