રોજબરોજના જીવનમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપાય...
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
આઇઆઈટી ગાંધીનગરમાં બીટેક ઇન કેમિકલ એન્જિનિયરીંગમાં સ્ટડી કરતી ૧૮ વર્ષની નિલાંશી પટેલે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં એટલે સતત ત્રણ વાર પોતાના નામે ‘લોંગેસ્ટ હેર’નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ૨૦૨૦મા જ્યારે નિલાંશીના નામે આ રેકોર્ડ નોંધાયો ત્યારે તેના વાળની લંબાઈ ૨૦૦ સે.મી. હતી. બે દિવસ પહેલા નિલાંશીએ ૧૨ વર્ષ બાદ પોતાના લાંબા કાળાને કપાવ્યાં હતાં. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નિલાંશીના હેર કટનો વીડિયો સોશિયલ મીડિાય પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે શેર થતાની સાતે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નિલાંશી આ વીડિયોમાં હેર કટ કરાવતા સમયે ભાવુક થઈ હતી.
રોજબરોજના જીવનમાં ઉપયોગી હોમ ટિપ્સ...
જાણીતાં ભારતીય-અમેરિકન સિવિલ રાઇટ્સ વકીલ વનિતા ગુપ્તા અમેરિકાના એસોસિયેટ એટર્ની જનરલ બનશે. અમેરિકાની સેનેટે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
સોફ્ટવેર ટેકનોલોજીસ્ટ અને ૧૭૦૦૦ ફીટ ફાઉન્ડેશનનાં સ્થાપક સુજાતા સાહુએ લડાખથી અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામડાંઓમાં શિક્ષણનો દીપ પ્રજવલિત કર્યો છે. ૪૮ વર્ષનાં સુજાતા સાહુએ ૧૩ વર્ષ આઇટી સેકટરમાં ભારતમાં અને નવ વર્ષ યુએસએમાં કામ કર્યું હતું. એમના મનમાં હંમેશા સમાજ માટે કંઇક કરવાની ભાવના હતી. ભારત પાછા ફર્યા બાદ ભણવાની ઉંમરે બાળકોને કામ કરતાં અને ભીખ માંગતાં જોઇને એમનું હૃદય દ્રવી ઊઠયું.
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. અહીંયા હિન્દુઓ માટે જીવવું મુશ્કેલ છે. આ સંજોગોમાં પણ ૨૬ વર્ષની એક હિન્દુ યુવતીએ રચેલા ઈતિહાસની ચર્ચા થઈ રહી છે.
કોરોનાને કારણે ૧૨ દિવસ સુધી આઇસીયુમાં, ૧૭ દિવસ વોર્ડમાં રહેવું પડે અને ૩ મહિના સુધી ઘરે દિવસ-રાત, ૨૪ કલાક ઓક્સિજન લેવો પડે તો દર્દીની શું હાલત થાય? આ વિચાર માત્રથી રૂંવાડાં ઊભાં થઇ જાય છે. જોકે સયાજી હોસ્પિટલનાં કોરોના વોરિયર મહિલા નર્સ તેમના પરિવારની હૂંફ, મજબૂત મનોબળ અને યોગ્ય સારવારને કારણે આજે ફરી એક વખત પહેલાંની જેમ ફરજ બજાવી રહ્યાં છે.
‘ફોર્બ્સ’ મેગેઝિને એશિયાના ૨૦ બુદ્ધિશાળી લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડેને સ્થાન આપ્યું છે. શ્રુતિ ભારતમાં ઓછા ખર્ચે ટકાઉ ઘર બનાવવા માટે જાણીતી છે. શ્રુતિ એક કંપનીનું પણ સંચાલન કરે છે. બિહારના પાટનગર પટણાની નજીક આવેલાં એક ગામમાં શ્રુતિને પરાળી અને ડાંગર ભૂસા જેવી લગભગ નક્કામી ચીજવસ્તુઓનો ઉપયોગ થી કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવી દીધી છે. ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડે દેશના કેટલાય ભાગોમાં પોતાની કંપની થકી કામ કરી ચૂકી છે, અને આજે પણ કામ કરી રહી છે.
દુનિયા કોરોના મહામારી અને તેને નિયંત્રણ કરવા માટે કરાતા લોકડાઉનથી પરેશાન છે, પણ આયર્લેન્ડના ડબ્લિનની કાર્લા ફિજરગાર્ડે (૩૪) લોકડાઉન દરમિયાન મોટી સિદ્વિ મેળવી છે. ૧૪ મહિના અગાઉ તેનું વજન ૧૪૬ કિલો હતું જે તેણે ઘટાડીને હવે ૬૦ કિલો કરી નાખ્યું છે, એ પણ જિમમાં ગયા વિના માત્ર ખાનપાનની ટેવો નિયંત્રણ કરીને.
દેશમાં આજે પણ ૨૧ સદીમાં દીકરીઓને બોજારૂપ સમજવામાં આવે છે. બીજી તરફ, બાળ-લગ્ન, યુવતીમાં ઓછા શિક્ષણનું પ્રમાણ જેવી બાબતોની વચ્ચે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક દાદાએ અનોખું દૃષ્ટાંત રજૂ કર્યું છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના કુચેરા ક્ષેત્રના નિમ્બડી ચાંદાવતાના એક સામાન્ય ખેડૂતે પોતાના ઘરમાં દીકરીનો જન્મ થતાં તેની અનોખી રીતે ઉજવણી કરી હતી.
