મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઓસ્ટ્રીયાની ફાલકર્ટ પહાડીઓમાં નવા વર્ષના સપરમા દિવસોમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ફાલકર્ટની પહાડીઓમાં ટ્રેકિંગ એક મિત્ર-યુગલ ટ્રેકિંગ માટે ગયું હતું. કુદરતનો સુંદર નજારો નિહાળીને રોમાંચિત થઇ ગયેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે પ્રપોઝ કર્યું. મનના માણિગરની આ દરખાસ્તથી યુવતી એટલી ઉત્સાહિત થઈ ગઈ કે તેનો પગ લપસ્યો અને તે ખીણમાં ઊંડે જઇ ખાબકી. આવી દુર્ઘટનામાં જવલ્લે જ કોઇ સાજુસારું બચે, પણ પ્રેમની તાકાત કહો કે ચમત્કાર યુવતી બચી ગઇ છે.

    ઓક્સફર્ડ કોરોના વાઈરસ વેક્સિનઃ પાંચ મહિલા વિજ્ઞાનીનાં નામ સુવર્ણાક્ષરે લખાયાં

    કોરોના મહામારીનો કાળો ઓછાયો દૂર કરવા વિશ્વભરના વિજ્ઞાનીઓએ જે ભારે જહેમત ઉઠાવી છે તેમાં મહિલાઓનો ફાળો ઓછો નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાની ‘ChAdOx1 nCoV-19’ વેક્સિનને બ્રિટિશ સરકારે ઉપયોગની મંજૂરી આપી છે અને તેની સાથે જ પાંચ મહિલાના નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયાં છે. વેક્સિનના ઉત્પાદનમાં સંકળાયેલી આ મહિલાઓમાં પ્રોફેસર સારાહ ગિલ્બર્ટ, બાયોલોજિસ્ટ કેથેરાઈન ગ્રીન, ડો. માહેશી રામાસામી, પ્રોફેસર ટેરેસા લામ્બે અને ડો. એલિસા ગ્રેનાટોનો સમાવેશ થાય છે.

    નિ:સહાય બાળકો અને કુટુંબોના મસ...

    માંધાતા સમાજની દિકરી ગુજરાતી ભાષા શિક્ષણ અને સંસ્કાર સંચિત બની સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા સક્રિય બનેલ ગૌરવવંતી ગુજરાતી યુવતી મીનલ પટેલની વાત પ્રેરણાદાયી છે. 

    માનુનીઓની ફેવરિટ ફેધર જ્વેલર

    હાલમાં ટ્રેડિશનલથી લઇને વેસ્ટર્ન આઉટફિટ પર ફેધર જ્લેલરી ટ્રેન્ડમાં છે. નેકલેસ, ઈયરિંગ, બ્રેસલેટ, પાયલ, વીંટી, બાજુબંધ બધામાં ફેધર જ્વેલરી ડિઝાઈન માનુનીઓ પસંદ કરે છે. એક્સેસરીઝ જેમકે કમર પર પહેરવાના બેલ્ટમાં પણ ફેધર જ્વેલરી ઈનટ્રેન્ડ છે. આજકાલ માર્કેટમાં ફેધર જ્વેલરીમાં અનેક પ્રકારની ડિઝાઈન ખૂબ જ સરળતાથી મળી પણ રહે છે. જ્વેલરી માર્કેટમાં દિવસ જાય એમ અનેક પ્રકારની વેરાયટી નવી આવતી હોય છે. જોકે દરેક જ્વેલરીને તમે દરેક પ્રકારના આઉટફિટ પર પહેરી શકતા નથી. અમુક જ્વેલરી તમે ટ્રેડિશનલ ડ્રેસ પર જ પહેરી શકો અથવા તો વેસ્ટર્ન આઉટફિટ પર. બહુ ઓછી જ્વેલરી હોય છે જે તમે બન્ને ડ્રેસ પર પહેરી શકો છો. ફેધર જ્વેલરી કોઇ પણ પ્રકારના આઉટફિટ પર પહેરી શકો છો.

    મહિલાઓને વાંસની વસ્તુઓ બનાવત

    ઝારખંડના દાહુ ગામનાં એક મહિલા જીતનદેવી મહિલાઓને વાંસમાંથી વસ્તુઓ બનાવતા શીખવાડે છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. જીતનદેવીએ વાંસની બનાવટોના વધુ પ્રોડક્શન માટે ઝારખંડ સરકાર પાસે મશીનો માગ્યા છે.

    ઝિમ્બાબ્વેમાં ૧૭ વર્ષની મેરિ

    ઝિમ્બાબ્વેમાં ગરીબીને લીધે મોટાભાગની છોકરીઓનાં લગ્ન ૧૦ વર્ષની ઉંમરે થઈ જાય છે. જબરદસ્તી બાળવિવાહમાંથી બાળાઓને મુક્ત રાખવા એક છોકરી બાળાઓને માર્શલ આર્ટ શીખવે છે. તાઈક્વોન્ડો એક કોરિયન માર્શલ આર્ટ છે. સ્પોર્ટની મદદથી આ ૧૭ વર્ષીય કિશોરી છોકરીઓને નવી દિશા આપી રહી છે. ૧૭ વર્ષની આ છોકરીનું નામ નટસિરેશ મેરિસા છે. ૫ વર્ષની ઉંમરથી મેરિસા માર્શલ આર્ટ શીખી રહી છે. તે માત્ર છોકરીઓ જ નહીં પણ તેમની માતાને પણ શીખવાડે છે. બાળ વિવાહ વિરુદ્ધ લોકોને જાગૃત પણ કરી રહી છે.

    પોલીસ દળમાં જોડાઇ સમાજ સેવા કર...

    આપણી યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રવેશી સમાજનું નામ ઉજ્જવળ કરી રહી છે. મિત્રો, આ સપ્તાહમાં હું આપને પોલીસ દળમાં જોડાઇ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત યુવતી સાર્જન્ટ સપના પટેલનો પરિચય કરાવું છું. સામાન્યરીતે ગુજરાતીઓ દાળ-ભાત ખાનારા એટલે પોલીસના બહાદૂરીભર્યા ક્ષેત્રમાં એમનું કામ નહિ એમ કહેવાય! પરંતુ એ માન્યતાને રદિયો આપી પોતાના ક્ષેત્રમાં સપના આગેકૂચ કરી રહી છે. સપના (૪૦)એ પોતાના સપનાને હકીકતમાં ફેરવ્યું છે. 

    ચણાના અને ચોખાના લોટના માસ્કથ

    દરેક યુવતી અને મહિલાઓને તેમની ત્વચા સ્વસ્થ અને સુંદર હોય તેવી ઈચ્છા હોય છે તો ઘરમાંથી જ કેટલીક ચીજો એવી હોય છે કે તેનાથી ત્વચાને નિખાર મળી રહે છે. મોસમ કોઈ પણ હોય ઘરમાં જ કેટલાક લોટના માસ્કના ઉપયોગથી ત્વચા નિખારી શકાય છે. અહીં બે પ્રકારના બ્યુટી ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્કની રીત અને ટીપ્સ અપાઈ છે. એક તો છે ચણાના લોટ અને લીંબુનું માસ્ક અને બીજું ચોખાના લોટનું માસ્ક.

    ભારતીય કિશોરીએ દુબઈમાં રિસાઇ

    દુબઈમાં રહેતી ૧૫ વર્ષની ભારતીય કિશોરી રિવા તુલપુલેએ ઈ-વેસ્ટને રિસાઈકલ કરવાની પદ્ધતિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિશ્વભરમાં યક્ષપ્રશ્ન સમાન ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ માટે છેલ્લા ચાર વર્ષથી રિવા સંશોધન કરી રહી હતી. રિવાએ લગભગ ૨૫ ટન ઈ-વેસ્ટ રિસાઈકલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પર્યાવરણ માટે સંવેદના ધરાવતા આ પ્રયાસમાં રિવા સાથે ૧૫ સ્કૂલના ૬૦ વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાઈ ચૂક્યા છે.

    અફઘાનમાં આતંકી સંગઠન તાલિબાન બહુલગ્નને કારણે મુશ્કેલીમાં છે. મુસ્લિમ ધર્મમાં પુરુષોને ચાર લગ્ન કરવાની મંજૂરી છે અને અફઘાનિસ્તાનમાં પણ બહુલગ્નનો કાયદો છે. આ કાયદાના લીધે તાલિબાની કમાન્ડર અને લીડર એકથી વધુ લગ્ન કરે છે અને પરિવાર મોટો થવાને લીધે તેમનો ખર્ચ પણ વધી ગયો છે. આ કારણે ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની કામમાં લોકો વધુ સંડોવાય છે. બહુલગ્નો સામે મોટાપાયે ફરિયાદ પણ મળી રહી છે. આ વધતી સમસ્યાથી પરેશાન તાલિબાની નેતાઓએ આ મામલે એક આદેશ જાહેર કર્યો છે.