મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ‘ક્લિઓપેટ્રા’ ઉર્વશી રૌતેલાન...

    હિન્દી ફિલ્મની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વિકમાં પૌરાણિક ગ્રીક સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાની ભૂમિકા અદા કરી હતી. આ માટે તેણે સોનામાંથી તૈયાર થયેલો મોંઘોદાટ ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત આશરે ૫૦ લાખ યુએસ ડોલર હોવાનું મનાય છે.

    વાળ વધારવા માટે કરો તેલીય તત્ત...

    વાળની સંભાળ માટે આવશ્યક (એસેંશિયલ) ઓઈલનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. પ્રાચીન કાળથી કેશની માવજત માટે અનેક તેલનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. દેશ અને વિદેશમાં હેર એક્સપર્ટ્સ વાળની સંભાળ માટે આવશ્યક તેલનાં ઉપયોગની સલાહ આપે છે. છોડમાંથી કે કેટલીક કુદરતી ચીજોમાંથી મળતાં તેલનો ઉપયોગ વાળના મેટાબોલિઝ્મને વધારે છે. તેનાથી વાળનાં છિદ્રોમાં વધારો થાય છે.

    ગર્ભનિરોધકની જગ્યાએ ફ્લૂનું

    અમેરિકાના સિઆટેલમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. સિઆટેલ કોર્ટે એક દિવ્યાંગ બાળકીના પરિવારને ૧ કરોડ ડોલર (અંદાજે રૂ. ૭૪ કરોડ)નું વળતર આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. ૯ વર્ષ અગાઉ બાળકીની માતા હોસ્પિટલમાં ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા ગઇ હતી, પણ નર્સે ફ્લૂનું ઇન્જેક્શન આપી દીધું. પછી મહિલા ગર્ભવતી થઇ અને તેણે દિવ્યાંગ બાળકીને જન્મ આપ્યો હતો. જજે કહ્યું કે, ખોટા ઇન્જેક્શનના કારણે બાળકીનો જન્મ થયો હોવાથી પરિવાર વળતર માટે હકદાર છે.

    ૩ મહિનામાં ૭૬ લાપતા બાળકોને શો...

    દિલ્હીના સમયપુરની સીમા ઢાકાએ ૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ ૭૬ લાપતા બાળકોની ભાળ મેળવી છે અને તેના માટે તેને ઈનામ – પ્રોત્સાહન મળશે. દિલ્હીના સમયપુર બાદલીમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળશે. દિલ્હી પોલીસે તાજેતરમાં આ ઘોષણા કરી છે. સીમાએ માત્ર ૩ મહિનાની અંદર ૭૬ લાપતા બાળકોને શોધી કાઢ્યા છે. સીમાએ પ્રમોશનના સમાચાર સાંભળીને આનંદ વ્યક્ત કર્યો છે. દિલ્હી પોલીસના અધિકારી અનિલ મિત્તલે જણાવ્યું હતું કે, ૫ ઓગસ્ટે પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે ગુમ થયેલા બાળકોને શોધી લાવનાર કોન્સ્ટેબલને આઉટ ઓફ ટર્ન પ્રમોશનની જાહેરાત કરી હતી.

    હોમવર્ક જ ન આપતાં ટીચરઃ વિદ્યા...

    અમેરિકાના ટેક્સાસમાં શિક્ષિકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ‘મિસિસ વ્હાઇટ’ નામથી પ્રચલિત આ શિક્ષિકા માટે વિદ્યાર્થીઓ ‘ટીચર ઓફ ધ યર’ એવોર્ડની માગ કરી રહ્યા છે. હકીકતમાં ટેક્સાસની એક હાઇસ્કુલમાં અંગ્રેજીમાં વિષય ભણાવતાં કર્ટની વ્હાઇટ ઉર્ફે મિસિસ વ્હાઇટે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં ક્યારેય વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું નથી. તેણે જ્યારે પોતાની આ ફિલોસોફી અંગે સોશિયલ મીડિયા પર લખ્યું તો તેનો વીડિયો ૫૦ લાખની વધુ વખત જોવાયો છે. 

    ઘરારાની ફેશન ફરીથી બની રહી છે

    ફેશન કોઇ પણ હોય, દાયકા બાદ ફેશન જગતમાં તેનું પુનરાગમન થતું જ હોય છે. ક્યારેક એના એ જ સ્વરૂપે તો ક્યારેક બીજા સ્વરૂપે. તેમાં નાના-મોટા થોડાક ફેરફાર થતાં હોય છે, બાકી મૂળ તો એનું એ જ હોય છે. શરારા અથવા તો ઘરારા કે પછી લાચાનું પણ આવું જ છે. આ ત્રણ નામોથી નેવુંના દાયકાની કોઈ સ્ત્રીઓ અજાણ નહીં હોય. ટૂંકી કૂર્તી જેવું ટોપ અને તેની નીચે ઘેરવાળો ચણિયો એટલે જ શરારા કે ઘરારા. ઘરારા ડ્રેસ બનજારા ડ્રેસીસના નામે પણ જાણીતો હતો. જેમ વણઝારા સ્ત્રીઓ લાંબું બ્લાઉઝ અને ચણિયો પહેરે છે તેના કારણે જ ઘરારાને બનજારા ડ્રેસ પણ કહેવાતો હતો. 

    પરદેશમાં વસતી ભારતીય મહિલાઓ ૭

    પરદેશમાં રહેતા ભારતીયો નિયમિત રીતે જંગી રકમ વતનમાં મોકલતા હોય છે. આ અંગેના આંકડાઓ પણ અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે. જોકે આ વખતે ‘વર્લ્ડ રેમિટ’ દ્વારા રેમિટન્સ નામે ઓળખાતી આ પ્રક્રિયા અંગે રસપ્રદ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દરિયાપારના દેશમાં જઇ વસેલી ભારતીય મહિલાઓ વર્ષેદહાડે કેટલી રકમ સ્વદેશમાં મોકલે છે તેના આંકડા રજૂ કર્યા છે. 

    સ્કોટલેન્ડમાં તમામ સેનિટરી પ

    સ્કોટલેન્ડ દેશની તમામ વયજૂથની મહિલાઓને વિનામૂલ્યે અને સાર્વત્રિક રીતે સેનિટરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સંસદમાં તમામ ૧૨૧ સાંસદોએ સર્વાનુમતે આ ખરડાને મંજૂર કર્યો હતો. ચાર વર્ષ સુધી ચાલેલા અભિયાન બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

    શ્રમિક પરિવારની દીકરીનો પ્રે

     રાજસ્થાનના પાલી મારવાડમાં રેંકડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની પુત્રીએ ભારે સંઘર્ષ અને અનેક અવરોધ ઓળંગીને જીવનનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ઉમ્મુલ ખેરનો આ કિસ્સો દર્શાવે છે કે હૈયે હામ હોય તો ગમેતેવું કઠોર લક્ષ્ય હાંસલ કરવું અશક્ય નથી. તેને ૧૬ વખત ફ્રેકચર થયું હતું અને ૮ વખત સર્જરી કરાવી હતી. એટલું જ નહીં, અભ્યાસની તૈયારી માટે જરૂરી નાણાં એકત્ર કરવા બાળકોને ટયુશન કરાવીને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તાજેતરમાં આઈએએસની કઠિન પરીક્ષા પ્રથમ ટ્રાયલે જ પાસ કરીને ૪ર૦નો ક્રમ મેળવ્યો છે.

    મેકઅપ વેળા આટલી સંભાળ આવશ્યક લ...

    દરેક સ્ત્રીને બીજાથી અલગ અને વધુ ખૂબસુરત દેખાવાની પ્રબળ ઈચ્છા હોય છે. આજની ૪ વર્ષની બાળાથી લઈને ૭૦ વર્ષની બહેનો ન્યૂ યર પ્રસંગે કેવો મેકઅપ કરવો તે વિશે એક વાર તો અવશ્ય વિચાર કરતી હોય છે. આ વિચારના મૂળમાં હોય છે એક જ સવાલઃ હું કંઈક અલગ અને સુંદર કઇ રીતે દેખાઇ શકું? તો ચાલો, જાણીએ સુંદર અને આકર્ષક મેકઅપની થોડીક ટીપ્સ.