મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    રોજબરોજના જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...

    નારી તું નારાયણીઃ બાળવિવાહ અન

    ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ પોકાર્યું છે. પ્રિયંકા રાજસ્થાનના કરૌલી જિલ્લાના રામથરા ગામની રહેવાસી છે. તેની સંસ્થા છોકરીઓના બાળવિવાહની વિરોધમાં અને તેમના શિક્ષણની તરફેણમાં અભિયાન ચલાવે છે.

    ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નલ

    સંસ્કારનગરીના વતની અને ભારતનાં પ્રથમ ફોટોજર્નલિસ્ટ હોમાઇ વ્યારાવાલાના નિધનના ૯ વર્ષ બાદ ન્યૂ યોર્કના મેટ મ્યુઝિયમમાં તેમના ૧૨૫ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન યોજાયું છે. મ્યુઝિયમના પ્રદર્શનમાં હાલ ૨૦ દેશોના ૧૨૦ ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત થયાં છે. વીતેલા સપ્તાહથી શરૂ થયેલા અને ઓક્ટોબર સુધી ચાલનારાં આ પ્રદર્શનમાં ૧૯૪૦માં લેવાયેલો મુંબઇના વિકટોરિયા ટર્મિનસનો ફોટો દર્શનીય છે.

    મતદારોને લાંચ આપવાના કેસમાં દ

    ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ આપવાના કેસમાં દોષિત ઠેરવીને કેદ અને દંડની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મતદારોને લાંચ આપવાના આરોપસર તેલંગણ રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના સાંસદ મલોથ કવિતા અને તેમના સહયોગીને નામપલ્લીની સ્પેશિયલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યાં છે.

    માનુનીઓની પહેલી પસંદ બની છે સ્...

    હોબો બેગ માનુનીઓ માટેના પર્સની એક સ્ટાઇલ છે, જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનું મટીરિયલ મોટા ભાગે સોફ્ટ હોય છે અને એમાં લાંબો પટ્ટો હોય છે જેથી તેને એક ખભા પર સરળતાથી પહેરી શકાય છે. આ બેગનું મટીરિયલ સોફ્ટ અને ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં પણ સહેલાઇથી મૂકી શકાય છે.

    રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસ્ખા...

    અને લાહોરની સાનિયા-મુકદ્દસ બન

    તમે કેનેડિયન પોપ સિંગર જસ્ટીન બિબરના ગીતો સાંભળ્યા હશે. એક આગવી સ્ટાઇલ અને ધમાકેદાર રજૂઆત. કોઇ તમને અસ્સલ તેની સ્ટાઇલમાં ગાવાનું કહે તો?! ફાંફા પડી જાય ને? પણ લાહોરની બે સોનિયા-મુકદ્દસની વાત અલગ છે. બન્ને બહેનો જસ્ટિન બિબરની એવી ‘ઓરિજિનલ’માં સ્ટાઇલમાં ગાય છે કે લોકોને લાઇવ પર્ફોમન્સ આપવા માટે બોલાવે છે. અને હા, એક વાત તો રહી જ ગઇ. આ બન્ને બહેનો અંગ્રેજી તો શું ઉર્દૂ ભાષા પણ બરાબર જાણતી નથી.

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમ...

    આજકાલ અશાંતિમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દેશની સૌથી મોટી કન્યાશાળાનો પ્રારંભ થયો છે. એક તરફ કટ્ટરવાદી તાલિબાનીઓ દેશમાં શરિયા પ્રથા લાગુ કરવા ધમપછાડા કરી રહ્યા છે, મુસ્લિમ સમુદાય પર નિયંત્રણો લાદવા મથી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં ગર્લ્સ સ્કૂલનો પ્રારંભ થયો છે અને તેને લોકોએ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે તે કંઇ નાનીસૂની બાબત નથી.

    હીરા હૈ સદા કે લિયે......

    હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના વહેવા સાથે મૂલ્યો બદલાઇ ગયા છે. ગૃહિણીઓ સાડીમાંથી સલવાર કમીઝ પહેરતી થઇ ગઇ છે અને ફેશનના નામ પર નવા-નવા અખતરા કરવા માંડી છે. આજકાલ ફેશનના બજારમાં બોલબાલા છે રંગીન હીરાઓની. 

    આખું સફરજન સમાય જા તેટલું પહોળ...

    અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામન્થા રેમ્ડેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. સામન્થા તેનું મોઢું ૨.૫૬ ઈંચ સુધી પહોળું કરી શકે છે.