મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ

     ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર બીજી ભારતીય ખેલાડી બની છે. મંધાનાએ ચોથી જ ટેસ્ટમાં પ્રથમ સદી નોંધાવી છે. કોહલીએ ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે કોલકતા ટેસ્ટમાં ૧૩૬ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ૧૮ વર્ષની વયે ડેબ્યૂ કરનાર મંધાનાએ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી.

    યુકેની ટોપ ૧૦૦ કંપનીમાં માત્ર આઠનું સંચાલન મહિલા હસ્તક

    બ્રિટનની ટોચની યાદીમાં આવતા બિઝનેસીસ દ્વારા લૈંગિક અસમાનતા કે પૂર્વગ્રહ દૂર કરવાના લક્ષ્યમાં આગેકૂચ કરી છે પરંતુ, બિઝનેસીસ કે કોર્પોરેટ્સમાં મહિલા અધ્યક્ષો, ચીફ એક્ઝિક્યુટિવ્ઝ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જેવાં મહત્ત્વપૂર્ણ અને સીનિયર હોદ્દાઓ પર તેમનું સ્થાન નગણ્ય છે.બ

    ચહેરાને ચમકીલો કરવાના સરળ ઉપા

    ત્વચાને ચમકીલી કરવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો તેમજ બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો અજમાવતી હોય છે. પરંતુ ચમકીલી ત્વચા મેળવવા માટે સૌંદર્ય પ્રસાધનો કે પછી વિવિધ નુસખા અજમાવતા પહેલા થોડી સારી આદતો પણ અપનાવવી જરૂરી છે.

    મહિલાઓમાં વિટામિન ડીની ઊણપથી

    મહિલાઓમાં સારી તંદુરસ્તી માટે વિટામિન ડી બહુ જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઊણપના કારણે મહિલાઓમાં ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રેગ્નેન્સીથી લઈને ઉંમર વધવાના કારણે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઊણપ વર્તાવા લાગે છે. એવામાં તંદુરસ્ત રહેવા માટે મહિલાઓએ વિટામિન ડી જરૂરથી લેવું જોઈએ. કુદરતી રીતે તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકાય છે.

    સ્વાતિ એલાવિયાઃ અમેરિકી પ્રજ

    આપણે ઘણી વાર અમુક લોકોની સફળતાથી અંજાઈ જતાં હોઈએ છીએ પણ તેમની આવી અપ્રતિમ સફળતામાંથી ખરેખર કંઈક શીખવા જેવું હોય તો એ છે વ્યક્તિએ સફળતા પામવા માટે કરેલી મહેનત. સફળતાના એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાનામાં નાની જગ્યાએથી શરૂ કરીને વ્યક્તિ ટોચ ઉપર પહોંચે છે. પોતાના દેશમાં અને પોતાના લોકો વચ્ચે રહીને સફળતા મેળવવા કરતા અનેકગણું અઘરું છે બીજા દેશમાં જઈને સફળતાના શિખર સર કરવાનું. અમેરિકામાં આવી જ સિદ્ધિ મેળવી છે મૂળ ભારતીય અને હાલમાં અમેરિકામાં રહેતાં સ્વાતિ એલાવિયાએ.

    સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમની ટી-શ

    આઈસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દુબઇ ઓમાનમાં રમાતી આ ટૂર્નામેન્ટના રાઉન્ડ-૧ના પ્રથમ મુકાબલામાં મેજર અપસેટ સર્જાય હતો. ટી૨૦ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં જ બાંગ્લાદેશને હરાવી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. 

    આ નાનકડી છોકરી હું જ છુંઃ શિલ્

    એક્ઝિક્યુટિવ અને બિઝનેસ કોચ શિલ્પા પંચમતિયાએ તાજેતરમાં લિન્ક્ડઈન પર આફ્રિકામાં ઉછરેલી, અસ્ખલિત અંગ્રેજી નહિ જાણતી છતાં, આગળ વધેલી, લગ્નમાં શોષણનો શિકાર પરંતુ, વિજેતા તરીકે ઉભરેલી એક છોકરીની સુંદર, ભાવવાહી કથા ‘This little girl is me’ વર્ણવી હતી. આ કથાના કેટલાંક અંશો અહીં સામેલ કર્યા છેઃ

    મહિલાઓને રસ્તા ઝડપથી યાદ રહે છ...

    કાયમ એવું કહેવાય છે કે, મહિલાઓને રસ્તા યાદ રહેતા નથી કે નકશો અપાય તો પણ તે સમજી શકતી નથી. હવે રિસર્ચ આ વાતને ખોટી સાબિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ ‘મેમરી એન્ડ કોગ્નિશન’ના રિસર્ચ અનુસાર યાદશક્તિ બાબતે મહિલાઓ પુરુષો કરતાં અનેકગણી આગળ છે. 

    ભવાની દેવીએ ચાર્લેવીલે નેશનલ

    ટોક્યો ઓલિમ્પિકમાં ફેન્સિંગ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ખેલાડી ૨૮ વર્ષીય ભવાની દેવીએ ચાર્લેવીલે નેશનલ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. 

    માલીની હલિમાનો વિશ્વવિક્રમ  એ

    માલીની હલિમા સિસે નામની માતાએ અનોખો વિશ્વવિક્રમ રચ્યો છે. આ વિક્રમ છે એક સાથે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો. હલિમાએ પાંચમી મેના રોજ મોરોક્કાના કાસાબ્લાન્કામાં આવેલા એન બોર્જા ક્લિનિકમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો છે.