ડેઇઝી મે ડિમિટ્રી છે તો માત્ર ૧૦ વર્ષની, પણ નાની વયે એક પ્રતિભાશાળી મોડેલ તરીકે દુનિયાભરમાં ખાસ ઓળખ ધરાવે છે. ઉંમર ભલે નાની હોય તે લેક્મે ફેશન વીક, પેરિસ ફેશન વીક અને ન્યૂ યોર્ક ફેશન વીકમાં ભાગ લઇને કેટવોક કરી ચૂકી છે. ડેઇઝીને એક પણ પગ નથી. તે બાળપણથી એક દુર્લભ બીમારીથી પીડિત છે જેના કારણે તે શારીરિક અક્ષમતાનો ભોગ બની છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ઉંમર માત્ર ૧૮ વર્ષ, પણ આજે ટેનિસજગતની ક્ષિતિજે તેનું નામ ઝળહળાં થઇ રહ્યું છે. આ વાત છે યુએસ ઓપન વિમેન્સ ચેમ્પિયન એમ્મા રાડૂકાનૂની. એમ્મા રમતજગતની નવી સેન્સેશન બની ગઇ છે. રોમાનિયન પિતા ઇયાન અને ચાઇનીઝ મૂળનાં માતા રેનીનું સંતાન એવી એમ્માનો જન્મ (૧૩ નવેમ્બર ૨૦૦૨) થયો કેનેડામાં અને ઉછેર બ્રિટનમાં થયો. વિશ્વના અનેક દેશો સાથે કનેક્શન ધરાવતી એમ્માના વિજયની આથી જ તો લંડનથી માંડીને ચીન-તાઇવાન સુધી લોકો ઉજવણી કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય એમ્માએ યુએસ ઓપન ટૂર્નામેન્ટ દરમિયાન તેનો ફોન ફિઝિયોને આપી દીધો હતો. એકાગ્રતા તૂટે નહીં તે માટે યુઝર્સની કમેન્ટ્સ પર ધ્યાન આપવાનું જ બંધ કર્યું, અને આજે પરિણામ આપણી સમક્ષ છે. એમ્માએ યુએસ ઓપન જીત્યા બાદ સોશ્યલ મીડિયા પર તેના પ્રશંસકોનું જાણે પૂર આવ્યું છે. ન્યૂ યોર્કમાં ‘મેટ ગાલા’માં તે ફોટો સેશન કરાવી રહી છે તો વિશ્વના અગ્રણી મેગેઝિન્સ તેને પોતાના કવર પર ચમકાવવા રાહ જોઇ રહ્યા છે.
જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશનમાં રહે છે તેમનાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. મોટા થતાં આ બાળકોમાં ડિપ્રેશનનું જોખમ તેમના સમકક્ષોની તુલનાએ વધુ રહે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સ્ટડીના આધારે આ દાવો કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રસૂતિ બાદ મહિલાને ડિપ્રેશન થાય તો બાળકોમાં જોખમ વધી જાય છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં ઇતિહાસ રચી દીધો છે. ઝુલન ગોસ્વામી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. સિરીઝની બીજી વન-ડેમાં નો-બોલના કારણે આકરી ટીકાનો સામનો કરનારી ઝુલને ત્રીજી મેચમાં મોટા રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.
તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર આકાર ધરાવતી હોય તો તે તમારા શબ્દોમાં વજન પૂરવાનું કામ પણ કરે છે. આડેધડ વધેલી, કાનખજૂરાના પગ જેવી આઇબ્રો જોનારને તમારું વ્યક્તિત્વ જરા પણ પ્રભાવશાળી નહીં લાગે. સુંદર આઇબ્રોથી આંખોનો પ્રભાવ પણ વધે છે અને ચહેરાને એક નવી જ આભા મળે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસે સ્મૃતિ મંધાનાએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો ડે-નાઇટ ટેસ્ટમાં મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ભારતની બીજી ખેલાડી બની છે.
સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..!
લાઇટ સ્પોર્ટ એરફ્રાક્ટ (LSA)માં એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ઓળંગવાની સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ આરોહી પંડિત હવે ઇતિહાસની સોનેરી યાદ તાજી કરશે. જે.આર.ડી. ટાટાએ ૧૯૩૨માં ભારતની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું હતું તે ઐતિહાસિક ઘટનાનું ૧૫ ઓક્ટોબરે આરોહી પંડિત પુનરાવર્તન કરશે.
તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર આકાર ધરાવતી હોય તો તે તમારા શબ્દોમાં વજન પૂરવાનું કામ પણ કરે છે.
સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં ૬ લાખ પાઉન્ડથી વધુન કમાણી કરી લીધી છે.
