સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્

    તાજેતરમાં માંચેસ્ટર ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા કન્ઝર્વેટિવ હેલ્થ એન્ડ ધ કન્ઝર્વેટિવ પોલીસી ફોરમના સહયોગથી ‘બ્રિટિશ સાઉથ એશિયન સમુદાયમાં ડાયાબિટીસ’ વિષય પર નિષ્ણાતોની પેનલ દ્વારા ચર્ચાનું આયોજન કરાયું હતું.

    ઓસ્ટિઓપોરોસિસ કોને થઈ શકે?...

    બેઠાડુ જીવન, એક્સરસાઇઝનો અભાવ, પોષણમાં કમી, અપૂરતો સૂર્યપ્રકાશ, ઓબેસિટી, હોર્મોનમાં અસમતુલા, કેટલાક રોગમાં લેવાતી દવાઓ, સ્ત્રીઓમાં મેનોપોઝ જેવાં જુદાં-જુદાં કારણો ઓસ્ટિઓપોરોસિસ માટે જવાબદાર ગણાય છે. આ કારણો જાણીને એનાથી કઈ રીતે બચી શકીએ એ બાબતે સહુએ સતર્કતા કેળવવી જરૂરી છે.

    શું તમારું શરીર સૂજેલું રહે છે...

    ચહેરો ફૂલેલો રહેતો હોય, આંગળીની વીંટી ટાઇટ થઈ જતી હોય, પગ ફૂલીને દડા જેવા દેખાતા હોય તો આ નિશાનીઓ શરીરમાં પાણીનો ભરાવો થઇ રહ્યાની છે. કેટલાક રોગો જેમ કે થાઇરોઇડ, બ્લડ-પ્રેશર, કિડનીના પ્રોબ્લેમ્સ, ઓબેસિટી અથવા કબજિયાતને કારણે પણ શરીરમાં પાણી ભરાઈ જાય છે અને પાણીના ભરાવાને કારણે એ રોગો વધુ ગંભીર પણ બને છે. માટે એ બાબતે ગંભીરતા જરૂરી છે.

    મહિલાઓ માટે આયુષ્યવર્ધક હોર્

    આશરે દસ લાખ બ્રિટિશ મહિલાઓ મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિની અસરોનો સામનો કરવા હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (HRT) ઉપયોગમાં લે છે પરંતુ, કેલિફોર્નિયાના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરના સંશોધકો માને છે કે HRT હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને તેથી આયુષ્યવર્ધક બની શકે છે. આશરે ૪,૨૦૦ સ્ત્રીઓ પરના અભ્યાસથી તેઓ આ તારણ પર પહોંચ્યા હતા.

    NHSને £૧,૦૦૦ના ચાર્જમાંથી મુક્ત

    દરિયાપારના ડોક્ટર્સ અને નર્સીસ માટે ચુકવવાપાત્ર થનારા ૧,૦૦૦ પાઉન્ડના નવા ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જમાંથી NHSને મુક્તિ આપવા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા માગણી કરવામાં આવી છે. એપ્રિલથી અમલી થનારા આ ચાર્જથી NHSના બજેટ્સ ખોરવાઈ જશે. યુરોપિયન યુનિયન બહારથી યુકેમાં આવનારા કોઈ પણ વર્કર માટે ૧,૦૦૦ પાઉન્ડનો વાર્ષિક ચાર્જ ચુકવવાનો થશે. નર્સીસ યુકેના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં સામેલ છે.

    નેસ્લે સ્નેક્સમાંથી કુલ ૭,૫૦૦...

    વિશ્વમાં સૌથી મોટા ચોકલેટ ઉત્પાદકોમાં એક કંપની નેસ્લે દ્વારા યુકે અને આયર્લેન્ડમાં ૨૦૧૮ સુધીમાં તેની કન્ફેક્શનરીમાંથી ૧૦ ટકા ખાંડનું પ્રમાણ ઓછું કરવામાં આવશે. સુગરમાં આટલો કાપ મૂકવા છતાં તેમાં કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવામાં નહિ આવે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા આ જાહેરાતને આવકાર અપાયો છે.

    દરરોજ એકસરખું ભોજન માત્ર બોરિ

    ઘણા લોકોના ઘરમાં ગણી-ગણીને બે-ચાર શાક, દરરોજ ઘઉંની રોટલી અને તુવેરની દાળ બનતી હોય છે. અમુક લોકો વર્ષોથી સવારે ઊઠીને એક જ નાસ્તો કરતા હોય છે અને સાંજે ફરજિયાત ખીચડીનું વાળુ કરતા હોય છે. એક જ પ્રકારનો ખોરાક બોરિંગ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ખોરાકમાં સતત નવાં શાકભાજી, ફળ, કઠોળ, ધાન્યનો સમાવેશ વ્યક્તિને હેલ્ધી રાખે છે.

    ‘એક્ટ ફાસ્ટ’ ફિલ્મમાં જશવંત ન

    પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘Act FAST’ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનના ભાગરુપે શ્રેણીબદ્ધ ટુંકી ફિલ્મો તૈયાર કરવામાં આવી છે. ઈલિંગના જશવંત નાકરે તેઓ સ્ટ્રોકમાંથી કેવી રીતે બચી શક્યા તેનું વર્ણન એમર્ડેલના અભિનેતા ભાસ્કર પટેલની સાથે કર્યું છે. ડો. શ્રીમાન એન્ડોલે ચહેરો, હાથ અને સ્પીચ સંબંધિત સ્ટ્રોકની ત્રણ મુખ્ય નિશાની જણાવી છે. જો આ ત્રણ જગ્યાએ કોઈ વિચિત્રતા જોવા મળે તો ઝડપથી પગલું ભરી 999 ને કોલ કરી તે વ્યક્તિનું જીવન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકાય તેવો સંદેશ આ ફિલ્મો આપે છે.

    વધુ શાકભાજી ખાવ, હળવાશ માણો...

    દરરોજ વધુ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ શાકભાજી અને ફળો ખાવાથી સ્ટ્રેસ-તણાવનું જોખમ ઘટે છે. એક અથવા ઓછાં સર્વિંગ લેનારાની સરખામણીએ રોજ ત્રણ-ચાર સર્વિંગ લેનારા લોકોમાં સ્ટ્રેસનું જોખમ ૧૨ ટકા જેટલું ઘટે છે. મહિલાઓમાં તો દિવસમાં શાકભાજીના પાંચ-સાત સર્વિંગ લેવામાં આવે તો સ્ટ્રેસનું જોખમ ૨૩ ટકા ઘટે છે.

    લેબમાં તૈયાર કૃત્રિમ લોહી મળત

    નવી વૈજ્ઞાનિક સફળતાના પરિણામે પ્રયોગશાળામાં તૈયાર કરાયેલું લોહી મળતું થવાના અણસાર છે. પ્રયોગશાળામાં લોહીનો અમર્યાદિત જથ્થો તૈયાર કરવામાં સંશોધકોએ ‘ઈમ્મોર્ટલ સેલ્સ’ તરીકે ઓળખાતાં પ્રાથમિક તબક્કાના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૃત્રિમ લોહી દુર્લભ પ્રકારના લોહી ધરાવતા લોકોને મદદરુપ બની શકશે. અત્યારે રકતદાનથી મેળવાતાં લોહીની સરખામણીએ લોહીની ઉત્પાદન પ્રક્રિયા વધુ ખર્ચાળ છે.