વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામેના વિજયથી ખુશખુશાલ કેપ્ટન કોહલીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સામેલ અમદાવાદનો ફાસ્ટ બોલર જસપ્રીત હાલ વન-ડેમાં વર્લ્ડ નંબર વન બોલર છે. કોહલીએ કહ્યું બુમરાહની બોલિંગનો કેવી રીતે સામનો કરવો એ બેટ્સમેનોને સમજાતું જ નથી. તેમાં ય જો બુમરાહને ખબર પડી જાય કે બેટ્સમેન દ્વિધા અનુભવી રહ્યો છે એટલે તે વધુ ઘાતક બની જાય છે અને વિકેટ લઈને જ જંપે છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતે વર્લ્ડ કપ મિશનનો ધમાકેદાર પ્રારંભ કરતા સાઉથ આફ્રિકાને ૧૫ બોલ બાકી હતા ત્યારે જ ૬ વિકેટે આસાન પરાજય આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૫૦ ઓવરોમાં ૯ વિકેટે ૨૨૭ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે ઓપનર અને મેન ઓફ ધ મેચ રોહિત શર્માના ૧૪૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના અણનમ ૧૨૨ રનની મદદથી ૪૭.૩ ઓવરોમાં ૪ વિકેટે વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું હતુ. તેણે ‘બલિદાન’ બેજનું ચિહન ધરાવતા ગ્લોવ્ઝ પહેર્યા હતા. આ ચિહનનો ઉપયોગ પેરા કમાન્ડો સિવાય અન્ય કોઈ કરી શકતું નથી. પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે, જે ભારતીય સેનાનું ખાસ મિશન પાર પાડનારું આ યુનિટ છે. આ જ યુનિટે ૨૦૧૬માં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પ્રવેશીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી મેચના કેટલાક વીડિયો વાઇરલ થયા છે. જેના એક વીડિયોમાં એડમ ઝમ્પા પોતાના ખિસ્સામાંથી કશુંક કાઢીને બોલ ઉપર ઘસતો જોવા મળે છે. ઝમ્પાએ ડાબા હાથમાં બોલ પકડી રાખ્યો હતો જ્યારે જમણો હાથ ખિસ્સામાં નાખીને બહાર કાઢી બોલ ઉપર ઘસતો હતો. તેણે બેથી ત્રણ વખત આવું કર્યું હતું. ઝમ્પાના આ વીડિયોથી સેન્ડ પેપર કાંડની યાદ તાજી થઇ હતી.
ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલો દાવ લઈને ઓસ્ટ્રેલિયાને વિજય માટે ૩૫૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથની અડધી સદી છતાં ઓસ્ટ્રેલિયન ટીમ ૩૧૬ રન જ નોંધાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને બુમરાહે ૩-૩ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના કાંગરા ખેરવી નાખ્યા હતા. મેન ઓફ ધ મેચ ધવનની સદી ઉપરાંત કોહલીએ ૮૨ તથા રોહિત શર્માએ ૫૭ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું હતું. તેણે ‘બલિદાન’ બેજનું ચિહન ધરાવતા ગ્લોવ્ઝ પહેર્યા હતા. આ ચિહનનો ઉપયોગ પેરા કમાન્ડો સિવાય અન્ય કોઈ કરી શકતું નથી. પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે, જે ભારતીય સેનાનું ખાસ મિશન પાર પાડનારું આ યુનિટ છે. આ જ યુનિટે ૨૦૧૬માં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પ્રવેશીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ‘બલિદાન’ બેજ પેરાશૂટ રેજિમેન્ટના સ્પેશિયલ ટ્રૂપ્સની પાસે હોય છે. ધોનીને ૨૦૧૧માં આ રેજિમેન્ટમાં માનદ્ લેફ્ટનેન્ટ કર્નલનો રેન્ક અપાઇ હતી. આ સન્માન મેળવનારો તે કપિલ દેવ બાદ બીજો ક્રિકેટર બન્યો હતો.
સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નદાલે ફરી એક વખત ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ના મેન્સ સિંગલ્સનો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તેણે ક્લે કોર્ટ પર સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનવાની હેટ્રિક નોંધાવી છે.
કેન્સરની જીવલેણ બીમારી સામે વિજય હાંસલ કર્યાના આઠ વર્ષ બાદ યુવરાજે સોમવારે અનેક ચડાવઉતાર ધરાવતી પોતાની કારકિર્દીને અલવિદા કરી દીધી છે. યુવરાજે મુંબઇમાં સોમવારે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી ત્યારે માતા અને પત્ની પણ તેની સાથે હતા. તેણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ અંગે પરિવારજનો સાથે નિવૃત્તિ અંગે ચર્ચા કરતો હતો. આખરે તેણે નિર્ણય લઇ લીધો છે. આ પ્રસંગે કારકિર્દીની ઝલક દર્શાવતી ફિલ્મ પ્રદર્શિત થઇ ત્યારે યુવરાજની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.
ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલો દાવ લઈને ઓસ્ટ્રેલિયાને વિજય માટે ૩૫૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથની અડધી સદી છતાં ઓસ્ટ્રેલિયન ટીમ ૩૧૬ રન જ નોંધાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ-કપ મેચ રમવા માટે લંડન પહોંચેલી ભારતીય ટીમે ખરાખરીના મુકાબલા પૂર્વે ભારતીય હાઈ કમિશનની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેનિંગ્સ્ટન પેલેસ ગાર્ડન્સમાં આવેલા ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામના નિવાસસ્થાને યોજાયેલા એક સમારંભમાં ભારતીય ખેલાડીઓએ હાજરી આપી હતી.
