રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારત સામેની મેચ પહેલાં ચાર પાક...

    વર્લ્ડ કપના મહામુકાબલા સમાન ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં શનિવારે રાત્રે બે વાગ્યા સુધી પાક. ખેલાડી શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે શીશા હુક્કા બારમાં હતો. તેમની સાથે પાકિસ્તાનના અન્ય ખેલાડી વહાબ રિયાઝ, ઇમામ ઉલ હક તથા ઇમદ વસીમ પણ હતા. બારમાં હાજર પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો બહાર આવ્યા બાદ પાકિસ્તાની સમર્થકોએ તેમના પસંદગીના ખેલાડીઓને અપશબ્દોથી નવાજ્યા હતા. જવાબમાં સાનિયા મિર્ઝાએ પ્રશ્નાર્થ કર્યો હતો કે શું અમે ડિનર માટે પણ ન જઇ શકીએ?

    ૯૦ના દસકામાં પાકિસ્તાન, અત્યા

    વર્લ્ડ કપમાં રવિવારે ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદે પ્રતિભાવ આપતાં ભારતની વર્તમાન ટીમને વધારે શક્તિશાળી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે જે ટીમ દબાણ ખાળે છે તે મચ જીતતી હોય છે. ૯૦ના દશકામાં પાકિસ્તાની ટીમ ભારત કરતા વધારે શક્તિશાળી હતી, પરંતુ હવે ભારતીય ટીમ અમારા કરતા વધારે મજબૂત છે. અમારી ટીમે રમતના ત્રણેય પાસામાંથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. 

    સરફરાઝ કન્ફયૂઝ હતો, ગેમપ્લાન જ...

    માસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ ભારત સામેના વર્લ્ડ કપના મુકાબલા પહેલાં અવઢવમાં હતો અને તેની ટીમ પાસે કોઈ ગેમપ્લાન નહોતો. સચિને જણાવ્યું હતું કે મારા માતે સરફરાઝ કન્ફયૂઝ હતો કારણ કે રિયાઝ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેના માટે શોર્ટ મિડવિકેટ ફિલ્ડર રાખ્યો હતો.

    સરફરાઝ બેવકૂફ સુકાનીઃ અખ્તર...

    ભારત સામે પરાજય થયા બાદ પાકિસ્તાન ટીમ પર ટીકાની ઝડી વરસી છે. કેપ્ટન સરફરાઝ અહમદ તમામના નિશાન ઉપર છે. જોકે સૌથી આકરો પ્રતિભાવ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આપ્યો છે. તેણે ટીમના પરાજય માટે સરફરાઝને જવાબદાર ગણાવીને તેને ‘બેવકૂફ કેપ્ટન’ ગણાવ્યો હતો.

    રંગ, રોમાંચ, રમતનો સંગમ...

    કોલકતાઃ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ શમ્યો નથી ત્યાં આઇપીએલ સિઝન-આઠનો દબદબાભેર પ્રારંભ થયો છે. ૪૭ દિવસ સુધી ચાલનારા ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં ક્રિકેટકુંભના આરંભે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઝાકઝમાળભર્યો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં અનુષ્કા શર્મા, હૃતિક રોશન, શાહિદ કપૂર સહિતના બોલિવૂડ કલાકારોએ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. 

    સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયા છે...

    સોશ્યલ મીડિયાની તાકાત એવી છે કે તેના પર મૂકાતી એક પોસ્ટ, ટ્વીટ કે ફોટો થોડાક કલાકોમાં તો વ્યક્તિને સ્ટાર બનાવી દે છે અને આવા જ સ્ટાર બની ગયાં છે ક્રોયડનમાં રહેતાં ૮૭ વર્ષનાં ચારુલતાબહેન પટેલ. ક્રિકેટ મેચમાં બેસ્ટ પર્ફોમન્સ આપનાર ખેલાડીને મેન ઓફ મેચ જાહેર કરાય છે તો સોશ્યલ મીડિયામાં દાદીમાની વયનાં ચારુલતાબહેનને ‘ફેન ઓફ ધ મેચ’ તરીકે ઓળખાવાઇ રહ્યા છે. અને કેમ ન ઓળખાવે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્રા, અભિનેતા રણવીરસિંહ અને બોમન ઇરાની, અભિનેત્રી અનુષ્કા શર્મા સહિત અનેક દિગ્ગજોએ તેમના ફોટા ટ્વીટ કર્યા છે. વાત એમ છે કે ગયા મંગળવારે ભારતની બંગલા દેશ સામેની મેચમાં ચારુલતાબહેન તિરંગા સાથે જોવા મળ્યાં હતાં. કેપ્ટન વિરાટ કોહલીનું ધ્યાન ખેંચાયું અને મેચ પૂરી થયે તે રોહિત શર્મા સાથે ચારુલતાબહેનને મળવા પહોંચી ગયો. ટીમને ચિયરઅપ કરવા બદલ તેમનો આભાર માનીને આશીર્વાદ લીધા. ચારુલતાબહેને પણ પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો. બસ, આ તસવીર દુનિયાભરના ક્રિકેટચાહકોમાં ફરતી થઇ ગઇ.

    વર્લ્ડ કપ વિજયનું વિરાટ સ્વપ્

     ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઈનલમાં પરાજય થતાં જ ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ન્યૂઝીલેન્ડે ૧૮ રને વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે શરૂ થયેલી સેમિ-ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યું હતું. વરસાદના વિઘ્નથી અડધી મેચ બીજા દિવસે રમાઇ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો જોકે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું ભારતનું ટોપ ઓર્ડર સેમિ-ફાઈનલમાં કૌવત દાખવી શક્યું નહોતું. સેમિ-ફાઇનલમાં પરાજય બાદ વ્યથિત કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ‘૪૫ મિનિટની ખરાબ રમતે અમને બહાર કરી દીધા. આ સ્વીકારવું મુશ્કેલ છે. ધોનીના રનઆઉટથી પરિણામમાં અંતર વધ્યું. જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું.’ ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટ અગાઉ કોહલીએ કહ્યું હતું કે ૨૫૦ રન પણ ડિફેન્ડ કરી શકાય છે. સેમિ-ફાઇનલમાં આ વાત સાચી સાબિત થઈ.

    વર્લ્ડ કપ ઇંગ્લેન્ડે જીત્યો, દ...

    આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે ઝમકદાર વિજય સાથે ટાઇટલ કબ્જે કર્યું છે. મેચની આખરી ઓવરના આખરી બોલ સુધી જ નહીં, પરંતુ સુપર ઓવરના પણ અંતિમ બોલ સુધી રસાકસીપૂર્ણ બની રહેલી મેચ ક્રિકેટચાહકો માટે જિંદગીભરનું સંભારણું બની રહેશે તેમાં બેમત નથી. ક્રિકેટનું કાશી ગણાતા લોર્ડ્સ મેદાનમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૪૧ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૪૧ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ મેચ ટાઇ થઈ હતી. આ પછી સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ ૧૫ રન કર્યાં. તો ન્યૂઝીલેન્ડે પણ ૧૫ રન કરતાં ફરી એક વખત ટાઇ પડી હતી. જોકે ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વધારે બાઉન્ડ્રી (૨ ચોગ્ગા) ફટકારી હોવાના કારણે આઇસીસીના નિયમ મુજબ તેને વિશ્વ વિજેતા જાહેર કરાયું હતું.

    ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજયને

    આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં વિજય મેળવીને યજમાન ઇંગ્લેન્ડે ટાઇટલ કબ્જે કર્યું છે તો ન્યૂઝીલેન્ડની રમતે ક્રિકેટપ્રેમીના દિલ જીતી લીધા છે. ટૂર્નામેન્ટની આખરી ઓવરના આખરી બોલ સુધી જ નહીં, પરંતુ સુપર ઓવરના પણ છેલ્લા બોલ સુધી રસાકસીપૂર્ણ બની રહેલી આ ફાઇનલ મેચ ક્રિકેટચાહકો માટે જિંદગીભરનું સંભારણું બની રહેશે તેમાં બેમત નથી. જોકે ઈંગ્લેન્ડ આ જીતની ઉજવણી કરે તે પૂર્વે જ તેના વિશ્વવિજેતા પદને વિવાદનું ગ્રહણ લાગી ગયું છે. ક્રિકેટનું કાશી ગણાતા લોર્ડ્સ મેદાનમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૪૧ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૪૧ રને ઓલઆઉટ થઈ હતી. આમ મેચ ટાઇ થતાં સુપર ઓવર રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડ ૧૫ રન કર્યાં તો ન્યૂઝીલેન્ડે પણ ૧૫ રન કરતાં ફરી એક વખત ટાઇ પડી હતી. આ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નિયમ અનુસાર વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટીમ તરીકે ઈંગ્લેન્ડને વિશ્વવિજેતા જાહેર કરાયું હતું.

    ભારતના પરાજયથી સટ્ટાબજારમાં

    વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં પણ મોટી ઉથલપાથલ થઈ હતી. ભારતની હારથી દિલ્હીના પંટરોએ રૂપિયા ૧ અબજથી વધુ ગુમાવ્યા હતા. વરસાદના કારણે બે દિવસમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની બોલિંગ શરૂ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાની જીત નક્કી લાગતી હતી. જેના કારણે મોટા ભાગનો સટ્ટો ભારતની જીત પર જ લાગ્યો હતો.