‘આપ ક્યું નાસ્તા યા ભોજન નહિ કરતે? આઠ ઘંટે કી ફ્લાઈટ હૈ તો કુછ તો ખાના ચાહિયે ના!’ એર હોસ્ટેસે અભિષેકને કહ્યું. વાત એમ હતી કે અમદાવાદથી વાયા મુંબઈ થઈને એ લંડનની ફ્લાઈટમાં જઈ રહ્યો હતો. ઘરેથી મોડી સાંજે નીકળ્યો હતો એટલે નાસ્તો કર્યો હતો. પ્લેનમાં બેઠા બાદ મુંબઈ લેઓવર ખાસ્સો હતો અને પછી લંડન સુધીની યાત્રા હતી... એટલે જ્યારે નાસ્તો આવ્યો ત્યારે અને ભોજન આવ્યું ત્યારે પણ અભિષેકે કંઇ ના લીધું. માત્ર એપલ જ્યુસ, કોફી કે પાણી જ પસંદ કર્યાં. વળી એ ટીવી કે મ્યુઝિક સાથે ઓતપ્રોત થવાના બદલે આંખો મીંચીને બેઠો રહ્યો હતો. આ બાબત નોટિસ કરનારી એર હોસ્ટેસે એને માનવધર્મને અનુસરીને આ વાક્ય કહ્યું હતું.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘અંકલ એક કામ કરો, અત્યારે મારા બીલમાં આમના ૨૦ રૂપિયા તમે ઉમેરીને પૈસા લઈ લો...’ રચનાએ તેના પરિચિત મેડિકલ સ્ટોર માલિકને કહ્યું અને સાથે સાથે જ પેલા બહેન કે જેમણે ૨૦ રૂપિયા આપવાના હતા એમને કહ્યું, ‘તમે ચિંતા ના કરો, હવે જાવ...’ તો પેલા બહેન કહે, ‘ના એમ ના હોય...’એટલે ફરી રચનાએ કહ્યું, ‘હું સમજું છું તમારી પાસે પૈસા તો છે જ. અચ્છા, હવે એક કામ કરો, જ્યારે પણ આ તરફ નીકળો ત્યારે આ અંકલને ત્યાં ગૌ-દાન માટેનો આ ગલ્લો છે, તેમાં ૨૦ રૂપિયા નાંખી દેજો, બસ? અત્યારે તમારો સમય સચવાય એ મહત્ત્વનું છે.’
‘ભૈયા, ક્યા બતાઉં આપકો, હોતા યે હૈ ના કિ પચાસ કે બાદ આદમી કુછ જ્યાદા હી રોમેન્ટીક હો જાતા હૈ!!! તો એક દિન મેરે પતિને મુજ સે ઐસે હી મૂડમેં કહે દિયા... બોલો તુમ્હે મેં કૈસે રાજી કરું? તો મૈને કહા સચ્ચી કરોગે... બોલે હાં હાં... તુમ્હારે લીયે સચ્ચા પ્યાર હૈ તો સચ્ચી હી કરુંગા!! ઔર મૈંને દો બ્લેન્ક પેપર ઔર પેન રખી, કહા ઈસ પે સાઈન કર દો, તો ઉન્હોંને કહા... મગર બ્લેન્ક પેપર પર ફિર આપ ન જાને ક્યા લીખ દોગી? તો મૈને કહા, અગર ભરોસા હૈ તો સાઈન કરો.... ઔર મૈને કહા ઈસપે જો લીખુંગી આપ કે ઔર મેરે અચ્છે કે લીયે હી હોગા... ઉન્હોને સાઈન કર દી... ઔર મૈને વો દો કાગઝ ભગવાન કે મંદિર મેં રખ દીયે...’ શોભાબહેને હસતાં હસતાં કહ્યું.
‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં સાકાર થાય છે ‘જર્ની થ્રુ નેચર’.
‘મને વચન આપ દીકરા, કે તું હયાત હો ત્યાં સુધી ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ તું ‘દામાણીસ’ પર ધ્વજવંદન કરીશ અને રોજ રાષ્ટ્રગીત વગાડીને કામની શરૂઆત કરીશ.’ ૮૮ વર્ષના ચુસ્ત જૈન ધર્મ પાળનાર માતા કમુબાએ દીકરા અશોકને ૨૦૦૬ના વર્ષમાં કહ્યું હતું અને ત્યારથી લઈને વર્તમાન સમયમાં - ૨૦૧૯ ઓગસ્ટ ૧૫ સુધી આ વચન દીકરાએ સાતત્યપૂર્ણ રીતે પાળ્યું છે.
‘અરે યાર, જુઓને રોજ સવાર પડે ને જીવનમાં એક નવો પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાલું... આખી જિંદગી સંઘર્ષ જ કરવાનો?’ સામાન્ય વાતચીતમાં એક પારિવારિક મિત્રને ઉદાસ બેઠેલો જોયો અને ‘કેમ ઉદાસ છો?’ આટલું પૂછતાં જ એનો આ ઉત્તર હતો. થોડાક દિવસો પહેલાં મિત્રોની વાતચીતમાં કોઈ બોલ્યું... ‘હવે લાગણીની વાત ના કરશો, સ્વાર્થ સિવાય કોઈ સંબંધો જ નથી. સાચ્ચું કહું... મને મારા પરિવારજનો ને આસપાસના માણસો પણ સમજ્યા નથી.’ એમણે વળી પોતાનો અનુભવ કહ્યો.
ક્યારેય હાર ન માનવી, નિરાશ થવું નહિ, પરસેવાથી રેબઝેબ થઈને પણ શરીર પાસેથી પૂરતું કામ લેવું, મેદાન છોડવાની તો વાત જ નહિ કરવાની. પડ્યા પછી, ગબડ્યા પછી ત્યાં બેસવાનું નહિ, વધુ તાકાત સાથે ઉભા થવાનું, ફરી ઝઝૂમવાનું ને અંતે જીતવાનું ને જીતીને હર્ષના આંસુ સાથે રડવાનું, આનંદની ચીચીયારીઓથી આકાશને ગજવવાનું...
‘મને બહુ દુઃખ થાય છે કે મારાથી આવી ભૂલ કેમ થઈ ગઈ?’ આવું વાક્ય હર્ષા બોલી, ને પછી વ્યથિત થવાને બદલે એકદમ હસી પડી. સાંભળનારને નવાઈ લાગી આને પોતાના વર્તનનું દુઃખ થયું છે તો પછી હસે છે કેમ?
‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ પણ કહ્યા. જે સાંભળીને આવા પરિશ્રમી ને કરકસરમાં માનનારો જમાઈ મળ્યાનો આનંદ અને ગૌરવ એના સાસુ-સસરાએ અનુભવ્યા.
‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ પણ કહ્યા. જે સાંભળીને આવા પરિશ્રમી ને કરકસરમાં માનનારો જમાઈ મળ્યાનો આનંદ અને ગૌરવ એના સાસુ-સસરાએ અનુભવ્યા.
