અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘અરે, તું ક્યાં ખોવાઈ ગઈ મમ્મી?’ તાન્યાએ એની મમ્મીને આમ જરા જોરથી હલબલાવીને કહ્યું અને તોરલ ફરી પાછી જાણે એ રૂમમાં પ્રવેશી. વહાલી દીકરીના માથા પર હાથ મુકીને બોલી, ‘બેટા, તારી મમ્મી જેવડી હતી ને એ ઉંમરના સ્મરણમાં અત્યારે જતી રહી હતી.’ બંને નજર સામે સ્થાપિત આદ્યશક્તિ માની મૂર્તિ અને ગરબાને વંદન કરીને ઊભા થયા, પછી મોડી રાત સુધી એક સમયે જીવનના મહામૂલા વર્ષો હતા, એ વર્ષોના મધમીઠા સ્મરણોની ખૂબ વાતો કરી - ખૂબ બધા ફોટા જોયા. એમની વચ્ચે થયેલા પ્રેમપૂર્ણ સંવાદમાં જે કથા હતી - જે વાર્તા હતી એ કાંઈક આવી હતી.

    ‘ખુબ સરસ અને સાચી વાત’ અંજલીએ પોતાના મેસેજ બોક્સમાં લખ્યું ને સાથે સ્માઈલી પણ મૂક્યું. એકાદ કલાક કરવાના જરૂરી કામો પૂરાં કરીને અભિષેકે તેને ફોન કર્યો ને હસતાં હસતાં કહ્યું, ‘દોસ્ત તેં લખ્યું એ તો સાચું છે જ પણ મારે તો આ શબ્દો જીવવાની કોશિશ કરવી છે...’ વાત શું હતી? માણસ વ્હોટ્સએપ - ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા વર્ચ્યુઅલ વિશ્વમાં જીવતો થયો છે. વિનામૂલ્યે દૂર-દેશાવરથી લાઈવ વીડિયો ચેટ અને સંદેશાઓની આપ-લે શક્ય બની છે. એટલે સ્વાભાવિક રીતે હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરક સૂત્રો પણ વહેલી સવારથી ફોનમાં પ્રગટવા માંડે. આવા જ એક સરસ ફોરવર્ડેડ મેસેજનું સ્વરૂપ જેમાં ઓશોના પ્રેમ વિશેના વિચારો હતા.

    ‘ડેડી, દિવાળી ને નૂતન વર્ષ વિશે મને કાંઈક લખી આપોને...’ જવાબમાં કહ્યું, ‘બેટા, એ તો ઈન્ટરનેટ પર પણ મળશે.’ તો કહે, ‘ના, તમે કહો, પુસ્તક નહીં, જીવવાની વાત મારે સાંભળવી છે ને લખવી છે, અને હા, પછી આજે આપણે દર વર્ષની જેમ, આપણી આસપાસના કેટલાક લોકો માટે ગિફ્ટ્સની યાદી કરીએ છીએ એ પણ કરી લઈએ ને પછી એમને આપી આવીએ....’ દીકરીએ લાડથી કહ્યું.

    ‘બેટા, જુઓ આ થોડું જીર્ણ થયેલું પુસ્તક છે, પણ એમાં જે શબ્દો છે એ અમૂલ્ય છે, કારણ કે એ શબ્દોમાં પ્રાર્થનાઓ છે.’ ડેડીએ દીકરી સ્તુતિને કહ્યું. પુસ્તક બતાવ્યું. હજીયે એવું જ આમ તો સચવાયું છે પુસ્તક... પુસ્તકનું શીર્ષક ‘પરમ સમીપે’ બતાવીને દીકરીએ પુછ્યું, આનો અર્થ શું થાય?... ને ડેડીએ વાત માંડી...

    ‘વાહ, તમારી હિંમતને દાદ છે, અમે બોલચાલની ભાષામાં ઘણી વાર કહીએ કે ભોળાના ભગવાન, તમારા કિસ્સામાં પણ એવું જ થયું ગણાય.’ અભિષેકે એમના પડોશીને કહ્યું તો તુરંત હસતાં હસતાં તેઓએ જવાબ આપ્યો કે, ‘હંમેશા આવી સરળતાથી કામ પુરા ન પણ થાય, પણ ઈલાજ ન હતો, એટલે દિવાળી જેવા પરબના દિવસોમાં પણ અમે નવ જણા બે ગાડીઓ લઈને નીકળી પડ્યા હતા, અને કોઈ પ્લાનિંગ વિના અમારો પ્રવાસ સુંદર રીતે પૂરો થયો.’

    ‘બેટા, કામ કરશો ને તો વહાલા લાગશો... ઉંમર પ્રમાણે ઘરકામ શીખતાં જ જવું પડે, પછી ભલે તમે જીવનમાં એવા ઠરીઠામ થાવ કે તમારે જાતે કોઈ કામ કરવાનું ના આવે... પણ શીખવું તો બધ્ધું જ.’ દિવાળીના દિવસો હતા. ઘરમાં વરહ આખાનો કચરો સાફ થઈ રહ્યો હતો. દાદી પણ એ સફાઈમાં પુત્રવધૂ સાથે જોડાયા હતા અને યુનિવર્સિટીમાં ભણતી દીકરીને ઘરકામ માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. દીકરી પણ સાફ-સફાઈ અને ઝાડુ-ઝૂપડમાં જોડાઈને આવડે એવી મદદ કરવા લાગી. અને પછી હસતાં હસતાં કહે, ‘તો પછી ડેડીને પણ આ કામમાં જોડાવું જોઈએને?’ એટલે બાએ તુરંત કહ્યું, ‘હા સાચી વાત છે, પુરુષ હોય કે સ્ત્રી ઘરકામ તો જાતે જ કરવા જોઈએ.’

    સભાગૃહમાં ઉપસ્થિત પચાસ ટકા દર્શક-શ્રોતાઓ ઝૂમતા હતા - નાચતા હતા ને સ્ટેજ પરથી શું રજૂ થઇ રહ્યું હતું? બાળગીતો - હા, ગુજરાતી ભાષાના બાલમંદિરના બાળગીતો અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ જેની ઊંમર ૨૫થી લઈને ૮૫ સુધીની હતી, પણ એ પોતાનામાં એ પળે છ – આઠ કે દસ વર્ષના બાળક હોવાનો અનુભવ કરી રહ્યો હતો. કરોડો દેતા ના મળે એ બચપણ જાણે થોડી વાર માટે પાછું મળ્યું હતું.

    ‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું. નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર તાજેતરમાં યોજાયેલા પુસ્તક મેળાની. દસ દિવસના આ આઠમા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં બહુભાષી પુસ્તકોના સ્ટોલ્સ પર યુવાઓની ભીડ વધુ જોવા મળતી હતી જે આનંદની અનુભૂતિ કરાવનારું દૃશ્ય હતું. આવી જ એક યુવતી ઢળતી સાંજે એક બુક સ્ટોલ પર આવી. થોડા પુસ્તકો જોયાં. ગુજરાતી સાહિત્યની અમર હાસ્યરચનામાં સ્થાન ધરાવતા લેખક રમણભાઈ નીલકંઠના પુસ્તક ‘ભદ્રંભદ્ર’ની પસંદ કરી.

    ‘અમે તો અમારે ત્યાં માણસ પગ મુકે ત્યાં ઓળખી જઈએ...’ આ વાક્ય ફોન પર આમ જુઓ તો એક સાવ અજાણ્યો માણસ દીપેશને કહી રહ્યો હતો. એટલું જ નહીં, એ માણસ દીપેશના ભરોસે તેના કર્મચારીને રૂપિયા પાંચ હજાર જેવી રકમ તત્કાલ ઉછીની આપી રહ્યો હતો.

    ‘તારે કૃતાર્થના ઘરે જવું હોય તો તને એ ખબર છે? કેટલું બધું દૂર છે બેટા?’ કવિને એના મિત્રની દીકરી ઋચાને કહ્યું. ઋચાએ જવાબ આપ્યો કે, ‘મને એટલી ખબર છે કે મારે કૃતાર્થ અંકરના ઘરે જવું છે બસ...’