અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    લગ્નજીવનમાં ઈગોનું નહીં, પ્રે

    લગ્ન નિમિત્તે યોજાયેલી સંગીતસંધ્યામાં જાણીતા હિન્દી અને ગુજરાતી ગીતો ગવાઈ રહ્યા હતા, હું સૂત્રધારરૂપે અર્થપૂર્ણ-પ્રેમપૂર્ણ અને ગમતી વાતો કરી રહ્યો હતો. સ્વાભાવિક છે કે પ્રસન્ન દામ્પત્યજીવન કેવું હોય? એ માટે છોકરા-છોકરીએ શું શું છોડવું પડે? જેવા વિષયો સંદર્ભે વાત થઈ રહી હતી. બેઠક જેવું વાતાવરણ હતું એટલે કોઈએ પૂછયું કે, ‘તમે તમારા ઘરમાં પણ આમ જ ધીમે ધીમે અને મીઠું મીઠું બોલો?’

    લાગણીથી ધબકતો માણસ અને અનુભૂત

    ‘આટલા બધા પૈસા તે હોતા હશે?’ એક ભાઈએ મને વોઈસ ઓવરના કામ સંદર્ભે વાત કરી અને મેં જ્યારે એ કામનો વાજબી પુરસ્કાર કહ્યો ત્યારે એમણે કહ્યું. સ્વાભાવિક રીતે એમણે AIના માધ્યમથી એમને જે કામ જોઇતું હતું એ કર્યું. પણ એમને મજા ન આવી, એમણે મને એ ઓડિયો મોકલ્યો. પછી ફોન કરીને કહે કે ‘આ થયું છે બરાબર પણ એમાં ઈમોશન નથી ભળતી, તમે તમારા અવાજમાં જ કરી આપો...’

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી......

    અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ જ્યાં હોય ત્યાં એણે ગુજરાતની સંસ્કૃતિ, રીતરિવાજ – ઉત્સવો - ભાષા - માનવતા ગુણને ધબકતા રાખ્યા છે. ગુજરાતની સંસ્કાર ભૂમિની સુગંધને પ્રસરાવી છે, સાંસ્કૃતિક વિરાસતના અજવાળાને વિસ્તાર્યું છે.

    માધવપુર ઘેડનો મેળોઃ સોરઠી સુવ

    એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના મેળાનું આયોજન થયું હતું. પ્રાચીન સમયથી આ મેળો ઊજવાય છે, ગામના લોકો મન મુકીને માણે છે આ મેળાને. મેળાનું અંગ એવા ફુગ્ગાવાળા, આઈસ્ક્રીમવાળા, નાસ્તાવાળા, ફજેત-ફાળકાને એવા એવા કેટલાયે પરિબળો છે જે યાદગાર બનાવે છે. માધવપુરનો મેળો એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના મંગલવિવાહ થયા હતા.

    કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ...

    ‘એ ભાઈ તમે આમ અમને ઈર્ષ્યા કરાવો નહીં, હું યે પ્લેનમાં ઊડીને આવું છું. આંબાવાડીયુંમાં ફરવા ને કેરી ખાવા...’ હું વલસાડમાં કેરીની વાડીયુંમાં હતો, બ્રિટનથી બહેન મીનાનો ફોન આવ્યો, મેં એને આંબા ને કેરીના ઢગલાં બતાવ્યા એટલે તેણે આમ કહ્યું. દીકરી સ્તુતિ અત્યારે અમેરિકા ફરવા ગઈ છે તો ઘરે રોજ કહે છે કે હું આવું ત્યારે મારા માટે પાક્કો ને સાચ્ચો રસ તૈયાર રાખજો. વાત કેરીની છે કારણ કે મૌસમ કેરીની છે. કેરી પાકે છે આંબા ડાળે, આપણે ત્યાં લોકજીવનમાં લોકગીતોમાં આંબાને પ્રતિકરૂપે લઈને અને ગીતો-ભજનો લખાયાં છે.

    સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે...

    ‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’ મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

    ‘તેઓ એક સફળ ઉદ્યોગપતિ જ નથી, એક સફળ અને સંવેદનપૂર્ણ મનુષ્ય છે...’ ‘એમણે સ્વથી સર્વના વિકાસની યાત્રા માટે યોગદાન આપ્યું છે...’ ‘હું એમને જાદુગર કહું છું, બીજાને પ્રેમથી જીતવાનો જાદુ તેઓ કરી શકે છે...’ ‘તેઓએ હંમેશા નાના માણસોની સંભાળ લીધી છે...’ ‘એમની પાસે ભૌતિક એવા તમામ વૈભવો તો છે જ એથી વધુ મહત્ત્વનો એવો મિત્રોનો વૈભવ તેઓ પામ્યા છે...’ આ અને આવા અર્થપૂર્ણ, પ્રેમપૂર્ણ શબ્દો જેમના માટે કહેવાયા તે વ્યક્તિત્વ એટલે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જૈમિન વસા. એમના જીવન પરનું એક પુસ્તક લખવાનો મને અવસર મળ્યો, 224 પાનાંનું એ પુસ્તક તૈયાર થયું અને એના વિમોચનનો અવસર હતો ત્યારે વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

    યુવાપેઢીને આકર્ષતું ભક્તિસંગ...

    આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે. ભક્તિ, સંગીત, ભજનવાણીના શબ્દો અને તેનો ભાવ આત્મસાત થઈ જાય તો ભવસાગર પાર થઈ જાય એવાયે કેટલાકના અનુભવો રહ્યા છે.

    પ્રસન્ન દાંપત્યજીવનનું રહસ્ય...

    ગઝલનો કાર્યક્રમ શ્રોતાજનો સાંભળી રહ્યા હતા. દાદથી ગાયકને વધાવી રહ્યા હતા. અર્થપૂર્ણ અને પ્રેમપૂર્ણ ગઝલો રજૂ થઈ રહી હતી. અભિ અને અનુ પણ એ શ્રોતાઓમાં હતા અને ગઝલ સાંભળતા સાંભળતા ક્યારેક એકબીજાની આંખોમાં આંખો પરોવી લેતા કે હાથમાં હાથ મેળવી લેતા હતા. ગીતોના શબ્દોમાં એકાકાર થતાં થતાં અભિ બે-ત્રણ દાયકા પહેલાના એ કાલખંડમાં સરી પડ્યો જ્યારે એની યુવાનીના એ મધુર દિવસો હતા.

    કલમ કસબીની સર્જનયાત્રાની સમા

    ‘ગુજરાતી સાહિત્યમાં અમૃત વર્ષાસમાન આ અદભૂત કાર્ય થયું છે.’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાગૃહમાં વ્યક્ત થયેલી આ લાગણી છે ડો. કુમારપાળ દેસાઈની. અવસર હતો ‘સર્જકની આંતરકથા - ઉત્તરાર્ધ ભાગ 1 અને ભાગ 2’ પુસ્તકોના વિમોચનનો. ફ્લેમિંગો પબ્લિકેશનન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકોનું સંપાદન જાણીતા કવયિત્રી-લેખક-વિવેચક-વક્તા ડો. ઉષા ઉપાધ્યાયે કર્યું છે. બે ભાગમાં કુલ 87 સર્જકોએ સર્જનપ્રક્રિયા સમયની આંતરકથા લખી છે. અહીં જે લખાણ લખાયું છે એમાંથી સાવ સામાન્ય વાચકની પણ સાહિત્યને, સર્જનને, સર્જકને નવી દૃષ્ટિ મળે છે. કેટલાયે એવા વાક્યો છે જે મારા તમારા માટે પણ પ્રેરક કે ઉપયોગી બની શકે.