જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    જીભ કચરાય ત્યારે મન કચવાય...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીભ કચરાય ત્યારે મન કચવાય એ માણસમાત્રની પરખ છે. સોમવારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ બન્યા. સોગંદવિધિ સંપન્ન થઇ. નવા પ્રેસિડેન્ટને, અમેરિકાની પ્રજાને અને સાથે સાથે જ વિશ્વ સમસ્તને આપણી ઘણી ઘણી શુભકામનાઓ હોય તે સ્વાભાવિક છે.
    મારા-તમારા જેવા સામાન્ય માણસોની જીભ પણ ક્યારેક કચરાતી હશે, અને જ્યારે આવું થતું હશે ત્યારે જીવ પણ કચવાતો હશે, પણ ડોનાલ્ડ ટ્રમ્પની વાત અલગ છે. આ માણસની જીભ વારંવાર કચરાતી રહે છે તે આપણે સહુએ જોયું-જાણ્યું છે. ન બોલવાનું બોલવું, અઘટિત બોલી નાંખવું, વધારે પડતું બોલી નાંખવું... આ જ ટ્રમ્પ સાહેબના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. બમ્બૈયા ફિલ્મી ભાષામાં તો કહું તો તેઓ ‘બોલ બચ્ચન’ છે. તો એક વર્ગ કહે છે કે તેમની જીભ અતરડા જેવી છે. તેમના મોંમાંથી નીકળતા શબ્દો ધારે ત્યારે સામેવાળાને રહેંસી નાંખે છે.

    કરવા જાય કંસાર, થઈ જાય થૂલી......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે કરેલા વાયદા અનુસાર જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની નીતિરીતિના લેખાંજોખાં લઇને આપની સેવામાં હાજર થયો છું. લેખાંજોખાં કરતાં પણ હું આને (વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં) મારો દૃષ્ટિકોણ ગણાવવાનું વધુ પસંદ કરીશ.

    સારું સારું જ સાથે રાખો, બાકી બ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે વિશ્વસમસ્તમાં વસતાં ભારતીયોએ 76મું પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવ્યું. સાથે સાથે જ તીર્થસ્થાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાખો - કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી પણ લગાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજીથી લઇને લોકહૈયામાં બિરાજતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મહાકુંભના કારણે આખી દુનિયાની જેમના પર નજર છે એવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક યા બીજા સમયે ટીવી પરદે ચમકતા રહ્યા અને ભૂતકાળની વાતો કરતાં કરતાં વર્તમાન સાથે અનુસંધાન જોડીને સારા ભવિષ્યનો પ્રચંડ આશાવાદ પણ વ્યક્ત રહ્યા. 2047નું વર્ષ હવે બહુ દૂર નથી અને વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત સુખી-સંપન્ન દેશ તરીકેની પૂર્વ ઓળખ ફરી મેળવશે તેવી શ્રદ્ધા પણ અસ્થાને નથી.

    ત્રેવડ ત્રીજો ભાઇ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતી ભાષા સાથે કે પછી તળપદી ભાષા કે કહેવતો સાથે જરાક લગાવ ઓછો હોય તો પણ આ કોલમના મથાળામાં લખેલા શબ્દો વિશે વધુ કંઇ ફોડ પાડીને સમજાવવાની જરૂર નથી. ગુજરાતીમાત્રને ગળથૂંથીથી જ એક બાબતની ત્રેવડ પહેલેથી જ હોય છે એવું કેટલાય બિનગુજરાતીઓનું માનવું છે. ગુજરાતીના મનમાં બે સવાલ સદા ગુંજતા રહેવાનાઃ મારે શું? અને મારું શું? હમણાં ગયા સપ્તાહે ભારતમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2025-26ના બજેટની ઘોષણા કરી. વિદેશના આર્થિક બાબતના નિષ્ણાંતોથી માંડીને ટોચના અર્થશાસ્ત્રીઓનું મહદ્ અંશે માનવું છે કે ભારતનું બજેટ રચનાત્મક અને વિકાલસક્ષી છે.

    ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીતા...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી આજે આપની સમક્ષ જીવંત પંથનો વધુ એક મણકો રજૂ કરી રહ્યો છું. જગતનિયંતાની રચના અલૌલિક છે. માનવંતા વાચકો-મિત્રો-શુભેચ્છકો-સમર્થકોને એક યા બીજા પ્રસંગે હળવા-મળવાનું બનતું રહે છે અને આપની સાથે વિચારવિનિમયનો અવસર પ્રાપ્ત થાય છે. ‘ગુજરાત સમાચાર’ની પ્રિન્ટેડ કોપી - વેબસાઇટ પર કે ઓનલાઇન કે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમ દ્વારા હજારો વાંચકો - એક અંદાજ પ્રમાણે દોઢથી બે લાખની જનસંખ્યા વધતું-ઓછું, વહેલું-મોડું આમાંથી કંઇક પ્રાપ્ત કરતા રહે છે. મારા સાથીઓ સહિત અમને સહુને આ હકીકતનો આનંદ છે. આપના જેવા વાચકોના - સમર્થકોના અને સાથીઓના અમે ઋણી છીએ.

    સમર્પણ, સ્વમાન અને સન્માન...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવનમાં દરેક સ્તરે, એક યા બીજા પ્રકારે આપણને વિચારોનું અમૃત પ્રાપ્ત થતું રહેતું હોય છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આજે વર્ષ 2025માં જે વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું તેના મૂળ 1992ની એક ઘટનામાં રહેલા છે. વોટફર્ડ હરેકૃષ્ણ મંદિર બચાવો આંદોલન કટોકટીના તબક્કે પહોંચ્યું હતું. બ્રિટિશ સરકાર કે હર્ટસ્મિયર કાઉન્સિલ મંદિર ચાલુ રાખવાના મુદ્દે રતિભાર પણ નમતું જોખવાના મૂડમાં નહોતા. આ સમયે આપના પ્રિય સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને New Life (આજના Asian Voiceનું પૂરોગામી)ના વાંચકો પત્રોના માધ્યમથી પ્રચંડ સમર્થન આપીને અમારા સાથીમંડળને ઉપકૃત કરતા હતા.

    ચિતાસમાન ચિંતા ટાળો, જીવનની મો...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુની સમક્ષ એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઉપર મારે રજૂઆત કરવી છે કે જેને હું ટાળવામાં હંમેશા ડહાપણ સમજું છું. એક તો આપણે કોણ? બિંદુસમાન માનવ કે જેનું પળભર અસ્તિત્વ આ સૃષ્ટિ પર હોય છે. પરંતુ સમાજમાં આસપાસ નજર કરશો તો એવા અનેક લોકો નજરે પડશે એક યા બીજા પ્રકારે એવી મનોસ્થિતિમાં અટવાતા જોવા મળશે કે હું કંઇ જ નથી, હું સુક્ષ્મ છું, મારું અસ્તિત્વ નથી, મારી કોઇ હેસિયત નથી કે હું તો નિષ્ફળ છું... તો બીજી તરફ, કેટલાક લોકો એવા વિચારવમળમાં, કહો કે મદમાં - ઘમંડમાં રાચતા જોવા મળશે કે હું તો બહુ પૈસાદાર છું, હું બહુ પાવરફુલ છું કે હું અમુકતમુક ઉચ્ચ જ્ઞાતિનો છું કે પછી મારો બોલ ઉથાપવાની કોઇની તાકાત નથી... વગેરે વગેરે. તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ કંઇ અમસ્તું થોડું કહ્યું છે?! પણ આજે મારે વાત કરવી છે મને - તમને - આપણને સહુને સ્પર્શતા કેટલાક મુદ્દાની.

    ડાંગે માર્યા પાણી છૂટા પડતાં ન...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે એક યા બીજા સમયે અખબારમાં પારિવારિક વિખવાદના નાના-મોટા સમાચાર વાંચતા રહીએ છીએ. પરંતુ જ્યારે આ વાત સાધનસંપન્ન કે સમાજના મોભાદાર બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલી હોય છે ત્યારે કિસ્સો ચર્ચાના ચોતરે ચઢતો હોય છે. અલબત્ત, બ્રિટનમાં તો આવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે, પણ ભારતમાં એક યા બીજા સમયે આવા પારિવારિક વિખવાદ અખબારોમાં ચમકતા રહે છે.

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી તદ્દન બીજા છેડાથી શરૂ કરીએ. યુરોપના કેટલાક દેશોમાં ઐચ્છિક મૃત્યુ માટે અમુક અંશે છુટછાટ છે. આવા દેશોમાં સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, હોલેન્ડને મોખરે મૂકાય છે. ઐચ્છિક મૃત્યુ ઝંખતા અસહ્ય બીમાર બ્રિટિશ નાગરિકોમાંથી ચોથા ભાગના અંતિમ શ્વાસ લેવા (કે મૂકવા?) માટે સ્વીત્ઝર્લેન્ડ જાય છે. ૨૦૧૨માં આવા, સૌથી વધુ, ૨૯ દર્દીઓ સ્વીત્ઝર્લેન્ડ પહોંચ્યા હતા. બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે દર પખવાડિયે એક બ્રિટિશ નાગરિક જીવન ટૂંકાવવા સ્વીત્ઝર્લેન્ડ પહોંચે છે.

    સરદાર એટલે સરદાર એટલે સરદાર...

    વડીલો સહિત સહુ વાચક મિત્રોને સી.બી. પટેલના સાદર જય સરદાર... ભારતીય એકતા અને અખંડિતતાના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીની અનેકવિધ પ્રકારે ગૌરવભેર અને શાનદાર ઉજવણી થઇ છે, અને હજુ પણ થઇ રહી છે. સરદાર એટલે ભારતીય રાજકારણનો સૌથી અસરદાર ચહેરો. ભારતીય જનમાનસમાં આ લોખંડી વ્યક્તિત્વ પ્રત્યે પ્રચંડ માનસન્માન-આદરસત્કાર જોવા મળે છે. સંપૂર્ણપણે રાષ્ટ્ર સમર્પિત અને સિદ્ધાંતપ્રિય એવા આ વ્યક્તિત્વના યોગદાનને વિસારે પાડી દેવા એક સમયે વ્યવસ્થિત પ્રયાસો થયા હતા, છતાં તેઓ લોકહૃદયમાં બિરાજે છે તે પાછળની પૂર્વભૂમિકા સમજવી જરૂરી છે.