અમિત શાહ વિશે પુસ્તક લખવું સહેલું છે અને અઘરું પણ છે. તે વર્તમાન રાજકારણમાં ચૂંટણી અને સંગઠન માટેના કુશળ પરિણામકારી નેતા તરીકે સ્વીકૃતિ પામ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહની જોડીએ જે રાજકીય ચમત્કારો સર્જ્યા છે તેની કહાણી રસપ્રદ જ હોય.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ગુજરાત વિધાનસભાએ ‘ગુજકોક’ને નવેસરથી પસાર કર્યો તેની ગંભીરતા કમનસીબે ખાસ ચર્ચામાં આવી નથી. ઊલટાનું, આવા વિધેયકની કોઈ જરૂર જ નહોતી એવા અભિપ્રાયો ચમકતા રહ્યા.
લગભગ પીસ્તાળીસ વર્ષ થયાં એ રાજકીય દુર્ઘટનાને. હા, તે હતી તો રાજકીય જ. ૧૯૭૪માં ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકારના ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને બિહારમાં ગફૂર-સરકારની ખિલાફ જયપ્રકાશ નારાયણની ચળવળ ચાલી. બન્નેએ રાષ્ટ્રીય અસર ઊભી કરી. નવનિર્માણમાં સરકાર ગઈ, રાષ્ટ્રપતિ શાસન આવ્યું ને પછી ચૂંટણી.
ગૃહ પ્રધાન અમિત શાહે તો તેના પ્રવચનને આનુસંગે જ લોકસભામાં કહ્યું કે કાશ્મીર વિશેની ધારા-૩૭૦ બિનકાયમી છે. પણ, આટલું વિધાન દેશમાં ખળભળાટ પેદા કરી ગયું છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ અને કાયમ ૩૭૦નાં પરિણામોના મધપૂડાથી વળગેલા કાશ્મીરી પક્ષો, આતંકવાદી મજહબી (૬૦ જેટલા) સંગઠનો, કોંગ્રેસ અને બીજે વેરાયેલા ‘કાશ્મીરીપ્રેમી’ઓ, કાયમ વિભાજનનો ખેલ કરનારા ‘બૌદ્ધિક લિબરલો...’ આ બધાને તો જાણે ધરતીકંપ આવ્યાનો અનુભવ થયો છે. તર્કના રાફડા ફાટ્યા છે. ‘કાશ્મીર ગુમાવી બેસીશું’નો ફફડાટ ચાલુ કરાયો છે.
દેખીતી રીતે શાંત પણ અંદર ભારતીય રાજકારણમાં બે છેડાનું ધમાસાણ ચાલુ થયું છે. એક ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી સ્થાપિત નરેન્દ્ર મોદી સરકારે એક પછી એક ઝડપી વિકાસ માટે કમર કસી છે. નિર્મલા સીતારામન્ - ૪૯ વર્ષ પછી પહેલી વારનાં મહિલા નાણાં પ્રધાન - એ મોદીના શબ્દોમાં ‘ગ્રીન ઇકોનોમી’ની દિશા દર્શાવી. તેમાં મુખ્યત્વે ખેતી, ગરીબ, મહિલા અને ઉદ્યોગ તરફ અધિક ધ્યાન આપવામાં આવ્યું.
ગુજરાતને મુઝે અસીમ પ્યાર દિયા હૈ... આ વાક્ય કંઈ કહેવા ખાતર કહેવાયું નહોતું. ગુજરાતના રાજ્યપાલ તરીકે પૂરા પાંચ વર્ષ સફળતાપૂર્વક વહન કરનારા ઓમ પ્રકાશ કોહલી ૧૪ જુલાઈ - રવિવારે રાજ ભવનમાં મળ્યા ત્યારે આ ભાવનાસભર વિધાન કર્યું. અને તેમાં અલગ રણકાર હતો. ૧૯૬૦થી આજ સુધીમાં કાર્યકારી તરીકે આવેલા ચાર બાદ કરીએ તો ઓ. પી. કોહલી વીસમા ક્રમે આવે. ગુજરાતની રાજકીય અને સરકારી નીતિ-ગતિમાં આ રાજ્યપાલોએ જે ભૂમિકા ભજવી તે પણ રસપ્રદ મૂલ્યાંકનનો વિષય છે.
‘અરરરર... શિક્ષણ કેવું ખાડે ગયું છે, આપણું?’ આ વિધાન ગમે ત્યાં, ગમે તેની પાસેથી સાંભળવા મળે. વાત અતિરેકી છે. શિક્ષણ સા-વ જ ખાડે ગયું હોત તો જે ઉત્તમ વિદ્યાર્થીઓ કે અધ્યાપકો હજુ મળે છે તેવું થયું ના હોત. હા, તેની ગુણાત્મક સંખ્યા ઓછી થતી જાય છે.
સાતમી ઓગસ્ટે બે મોટી ઘટનાઓ તરફ સૌની નજર પડશે. એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, જેમાં સંસદ અને સરકારે લીધેલા કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ કલમની નાબૂદી અને બીજા નિર્ણયોની ચર્ચા કરશે. બીજો પ્રસંગ, ગુજરાતમાં ઘરઆંગણે છે. વિધાનસભા ચૂંટણી પછી અહીં વિજય રુપાણીના મુખ્ય પ્રધાનપદે રચાયેલી સરકારને ત્રણ વર્ષ પૂરાં થયાં તે છે.
વળી પાછી સુભાષચંદ્ર બોઝના કહેવાતા વિમાની અકસ્માત અને તે પછીનાં જીવન વિશેની, સરકાર પાસે પડેલી ‘ફાઇલો’ની ગુપ્તતાનો પ્રશ્ન વાવંટોળે ચડ્યો છે.
મહિનો શ્રાવણનો છે, તમે તેને ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના દિવસ-રાત કહી શકો. છેક ગૌરી શિખર, કૈલાસેથી દેવાધિદેવ મહાદેવ ધરતી પર પધાર્યાનો અહેસાસ દરેકને થાય જ થાય. આનું કારણ એકલું ધાર્મિક નથી, સાંસ્કૃતિક છે અને ભૌગોલિક પણ!
