મોસમ જ આષાઢ-શ્રાવણની છે, તો સાચુકલા કવિઓને યાદ કરીશું? નિમિત્તો પણ છે. ત્રણ કવિઓના ઉત્સવોમાં જવાનું બન્યું. ત્રણે પોતપોતાની રીતે આગવા અને અલગારી, છતાં સાંપ્રતની સાથે રહેનારા ગુજરાતી કવિઓ. તેમના સ્મૃતિ ઉત્સવોના આયોજકોનો કોઈ સ્વાર્થી ઈરાદો પણ નહીં. વાહ વાહની ભીતર રાગદ્વેષ અને ધિક્કાર વ્યક્ત કરવાની લાલસા નહીં. ખરા અર્થમાં ઉત્સવ. ના અતિરેક, ના પૂર્વગ્રહ, ના પક્ષપાત.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ભારતની જેમ ગુજરાતને માટે પણ વીત્યું સપ્તાહ ભારે ગમગીન રહ્યું. અરુણ જેટલીનું ૬૭ વયે અવસાન થયું, એ વય કંઈ જવાની નહોતી અને જેટલી માટે તો હજુ ઘણું કામ કરવાનું બાકી હતું.
‘આદિ શંકરાચાર્ય જેમ કાશ્મીર ગયા તે રીતે ગુજરાતનાં દ્વારિકામાં આવ્યા અને શારદાપીઠની સ્થાપના કરી! આ કંઈ ઓછું સાંસ્કૃતિક બંધન છે?’ વિચાર કરતાં કરી મૂકે તેવો સવાલ ચર્ચા દરમિયાન આવ્યો. ચર્ચા ચાલી રહી હતી, વર્તમાન કાશ્મીર સાથેના ગુજરાતના તાંતણાની.
૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આણવા માટે નિમિત્ત બનેલા અણુબોમ્બના જનક જે. રોબર્ટ ઓપનહેમર (ઓપી) (૨૨ એપ્રિલ ૧૯૦૪ - ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭)ના અણુબોમ્બ અને એના સફળ પરીક્ષણને ભારત અને ભારતીય તત્વજ્ઞાન સાથે સીધો સંબંધ હોવાની હકીકતથી બહુ ઓછા લોકો વાકેફ હશે.
કવિ નર્મદે બીજા બધા કામ છોડીને, કુન્તેશ્વર મહાદેવની છાયામાં પ્રેરિત ‘જય જય ગરવી ગુજરાત’નું અમર-અજેય ગાન કેમ રચ્યું હતું? તેના કારણમાં જ પડી છે ગુજરાતની અસ્મિતા! કેટકેટલા સ્થાન-વિશેષો અને વ્યક્તિઓ રૂપી તેજ નક્ષત્રોની આ ગૌરવભૂમિ છે. લોથલમાં, ચાર વાર ત્સુનામીમાં દરેક વખતે ઊભા થયેલા નગરના નિર્માણની કહાણી ખંડિયેરોમાં સંભળાશે. ભવ્ય સોમનાથ દેવાલય વારંવારના જીર્ણોદ્ધારમાં પડેલી સાંસ્કૃતિક આસ્થાની વાત કરેશે.
સત્તરમી સપ્ટેમ્બરે ગુજરાત હરખઘેલું થયું તે સાવ સ્વાભાવિક હતું! ગુજરાતે જેમને કેન્દ્રમાં મોકલ્યા છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, અને યોગાનુયોગ આકાશી દેવ-ઇન્દ્ર-ની કૃપાથી કેવડિયા કોલોની પાસે નર્મદા સરદાર સરોવર ૧૩૮ મીટરની ઊંચાઈએ પણ છલોછલ! આ ઘટના એટલા માટે ય દુર્લભ હતી કેમ કે નર્મદા બંધની ઊંચાઈ, જળવિતરણ, વિસ્થાપન, સિંચાઈ, વીજળી જેવા પ્રશ્નો પર ગુજરાતે લડવું પડ્યું હતું.
સપ્ટેમ્બરની બાવીસમીએ રાત્રે તમામ ટીવી ચેનલો, તેના એંકરો અને ચર્ચા કરનારાઓ સહિત ગુજરાતીઓ ‘હાઉડી મોદી’ કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. દેશઆખાની નજર ત્યાં હતી. કેટલાક રાજીના રેડ હતા, કેટલાક દૂધમાંથી પોરા કાઢવા તૈયાર હતા, કેટલાકની છાતી ગજ ગજ ફૂલતી હતી.
એનઆરજી ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. વતનની મહોબ્બત તેને અહીં દોરી લાવે છે એટલે છોટાઉદેપુરના ગૌરવવંતા વનવાસીની ઓળખ કરવા તેઓ ત્યાં જાયઃ પ્રવાસનો પ્રવાસ અને ગરવી ગુજરાતનો અહેસાસ. છોટાઉદેપુર, જેતપુર પાવી, ક્વાંટ, નસવાડી, સંખેડા, બોડેલી આ છે વનવાસી - વૈભવનાં સ્થાનો.
ગુજરાતમાં - અને દેશમાં પણ – તહેવારોનું આગમન બાકી બધું ભૂલાવી દે છે, રાજકારણ પણ નીરસ અને એકલું પડી જાય છે. હમણાં બીજી ઓક્ટોબર ગઈ. ગાંધી-જન્મદિવસ શાનદાર રીતે ઊજવાયો. વડા પ્રધાન થોડા કલાક આવ્યા પણ તેમાં તેમણે ત્રણ-ચાર કાર્યક્રમ કર્યા! વિમાનીમથકે કાર્યકર્તાઓનો જમેલો હતો ત્યાં દેશનું વિશ્વમાં કેવું નામ થઈ રહ્યું છે તે વાતો કરી.
આશાપલ્લી, કર્ણાવતી અને અમદાવાદ. આ નામાન્તરની સાથે જ જોડાયેલી છે, ગુજરાતની રાજધાનીની ધૂપ-છાંવ. શ્રુતિગ્રંથો કહે છે કે પ્રાચીન યુગમાં દૂધેશ્વરની નજીક દધ્યાચલ આશ્રમ હતો, ને ઋષિવર દધિચી ત્યાં શિષ્યોને શિક્ષણ આપતા, તપસ્યા કરતા. વૃત્રાસુરના ત્રાસથી પ્રજાને મુક્ત કરવાનો ઇલાજ અહીં દધિચીના દેહાલયમાં પડ્યો હતો. ઇન્દ્રે પૂછયું કે તેમાંથી વ્રજાસ્ત્ર બનાવીએ તો વૃત્રાસુરને હણી શકાય.
