વિવિધા

No

Block: Site: Subtree Block

    સંઘર્ષમય જીવનનું પ્રતીક ભારત

    અમે છીએ દરિયો અમને અમારું કૌશલ ખબર છે
    જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
    આ પંક્તિ ડો. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વને યથાતથ્ બયાન કરે છે. બાબાસાહેબ જીવનસંઘર્ષનું પ્રતીક છે. તેઓ એક એવા ઉચ્ચ કોટિના નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે નબળા હતા. તેમને આ અભિશાપમાંથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો. તેઓ સમતા, સમાનતા અને સ્‍વતંત્રતા માટે આજીવન ઝઝૂમતા રહ્યા હતા. ‘બાબાસાહેબ’ના હુલામણા નામથી પ્રસિદ્ધ એવા ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાસ્ત્રી, કાનૂનવિદ્, પ્રખર દેશભકત, દલિતો-વંચિતોના મુકિતદાતા ભારતરત્‍ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્‍મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્‍ય પ્રદેશમાં મહુની લશ્‍કરી છાવણીમાં થયો હતો.

    સેવાની ગંગોત્રીઃ ભક્તિબા દેસ

    ભક્તિબા સેવા, નિડરતા અને ત્યાગની ત્રિવેણી. પતિ દરબાર ગોપાળદાસ દેસાઈ ત્રણ ગામના રાજવી. ૧૯૨૨માં અંગ્રેજ સરકારે જાગીર જપ્ત કરી. સાંકળીના દરબાર ગઢનો કબજો સરકારી મેનેજરે લીધો. ભક્તિબાની કબજો લેતી વખતે ગેરહાજરી. અગાઉથી મેનેજરને તારીખ જણાવીને દરબાર સાહેબ અને ભક્તિબા સાંકળી ગયાં. મેનેજરે ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલ્યું. બંને અંદર ગયાં. આ પછી બંને ત્યાંથી પાછા ગયા ત્યારે મેનેજર ફરીથી તાળું મારીને સરકારી સીલ કરી દીધું. ભક્તિબા પાછાં આવ્યાં ત્યારે તેમણે સીલ જોઈને જાતે તોડવાં માંડતા મેનેજરે સરકારી સીલ ના તોડવા કહ્યું. નીડર ભક્તિબા સીલ તોડીને રાત્રે એકલાં જ દરબાર ગઢમાં સૂતાં.

    હોંગકોંગમાં વિશિષ્ટ ગુજરાતીઃ...

    ચોવીસ વર્ષનો માત્ર બારમા ધોરણ સુધી ભણેલો ગુજરાતી યુવાન ૨૦૦૨માં હોંગકોંગ આવ્યો. નામ હતું સુરેશ ઘેવરિયા. સુરેશનું વતન હજાર માઈલ દૂર રહી ગયું તેમ અહીં નામ પણ ભૂલાયું. મિત્રો એને ઝુલુ કહે છે. ઝુલુ જાતિ આફ્રિકાની. મજબૂત દેહવાળ‍ી જાતિ. સુરેશ પણ ઊંચો, ગોરો અને સૌષ્ઠવભર્યો. ઝુલુ હોંગકોંગ આવ્યો ત્યારે તેને ન અંગ્રેજી આવડે. ચીન ભાષા તો જાણે જ ક્યાંથી? ન ઓળખાણ, ન મિત્રો. આવેલો ધંધો કરવા, પણ લાગ્યું કે ફસાઈ ગયા. હિંમત અને સૂઝનો એ સરદાર. અહીં ગુજરાતી સમાજ હતો પણ તેમાં તો કાર્યક્રમ વખતે વર્ષમાં અમુક જ વાર મળવાનું થાય.

    ચીન અને તાઈવાનમાં સેવાભાવી ઉદ

    ચીનના આર્થિક પાટનગર શુ શાંગહાઈ અને તાઈવાનનું પાટનગર તૈપેઈ બંનેમાં ધંધાનો પથારો ધરાવનાર ઉમેશભાઈ પરમાર. હોંગકોંગ, કેન્યા અને ઝિમ્બાબ્વેમાં તેમની ઓફિસો છે. આયાત-નિકાસ અને ફેક્ટરીના તેમના ધંધા ધમધોકાર ચાલતાં ખુબ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ છતાં ઉમેશભાઈ પોતાનો ભૂતકાળ અને આર્થિક અટવામણો ભૂલ્યા નથી. આને કારણે તેઓ સગાં-સંબંધી, મિત્રોને મદદ કરે છે. અજાણ્યાનો આધાર બનીને હાથ પકડે છે. ઉમેશભાઈ અતિથિ વત્સલ છે. તેમને મળવા આવનાર અજાણ્યા ગુજરાતીને પણ આગ્રહ કરીને ઘરે લઈ જવાનો એમનો સ્વભાવ. પત્ની વનિતાબહેન વિના મોં મચકોડ્યે જમાડે. મદદ તત્પરતા એ ઉમેશભાઈનો ઉમદા ગુણ. તૈપેઈમાં ખત્રીઓનાં માત્ર આઠ જ પરિવાર. સિંધી, જૈન, શીખ, મારવાડી વગેરેની મોટી વસતી છતાં ઈન્ડિયન એસોસિએશનના તેઓ ત્રણ વાર પ્રમુખ ચૂંટાયા. તૈપેઈના એક્ઝિક્યુટિવ ગ્રૂપના તેઓ સ્થાપક છે. તેના બે વાર પ્રમુખ બન્યા હતા. તૈપેઈના ભારતીયોમાં તેમનું માનભર્યું સ્થાન છે.

    ચાલો ફાધર્સ ડે પ્રસંગે "પિતૃ વ

    લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે આપના પ્રાણપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા બ્રિટનભરમાં "પિતૃ વંદના" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

    લક્ષ્મી અને સરસ્વતીના સામીપ્

    હસમુખો ચહેરો, બીજાને મદદ કરવાની સદા તત્પરતા અને વાણીની મીઠાશ આ ત્રણેય ભેગાં થયાં છે સલિલ શાહમાં. એમને જોનાર અને મળનારને પ્રથમ મુલાકાતે એમની બીજી વિગતો જાણ્યા વિના મૈત્રી કરવાનું મન થાય એવું તેમનું વ્યક્તિત્વ. આ સલીલ શાહ થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં ડાયમંડ જ્વેલરીના ઉત્પાદન અને વેચાણમાં પ્રથમ નંબરે છે. યુરોપના દેશો, ભારત, અખાતી દેશો કે આફ્રિકામાં ધનકુબેરો વૈવિધ્યપૂર્ણ, આધુનિક ફેશન, ગુણવત્તા અને ભરોસાપાત્ર કિંમત ધરાવતા અલંકારો માટે સલીલ શાહની કંપની ડાયમેરુસા પસંદ કરે છે.