વિવિધા

No

Block: Site: Subtree Block

    સંસ્થારૂપ વ્યક્તિઃ ડો. ભરત પટે...

    ખારા સાગરમાં નદીનું ઠલવાતું પાણી અંતે ખારું થઈ જાય છે છતાં રણવીરડી જેવો અપવાદ છે, ડો. ભરત પટેલનો. સાડા ચાર દસકાથી અમેરિકામાં વસવા છતાં એમનો ભારતપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ યથાવત્ છે. ૧૮૫૭માં ચરોતરમાંથી કાળા પાણીની સજા પામીને આંદામાનમાં મરનાર એકમાત્ર ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની આણંદના ગડબડ મુખીના એ પ્રપૌત્ર.

    વાહ રે... ફેશનેબલ જગત! ટીનેજર  અન

    તાજેતરમાં બ્રિટનના "ધ ટાઇમ્સ" મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલ "ટીનેજર અને યુવતીઓમાં ફીલરની કેવી ઘેલછા પ્રવર્તે છે". એમાં રજૂ થયેલી કેટલીક અજબ ગજબની વાતો જાણવા જેવી છે. મોર્ડન યુગમાં વસ્ત્રપરિધાન, સૌદર્યવર્ધક સાધનો સાથે સાથે ચહેરાના ઘાટ બદલાવાની ઘેલછા જાગી છે. આધુનિક યુગનું આ જનરેશન કઇ તરફ જઇ રહ્યું છે એ સમજવું મુશ્કેલ છે. દરેક મા-બાપને એમનું સંતાન જન્મજાત દેખાવ કે ચહેરો ધરાવતું હોય એવું જ જોવું ગમે છે. પરંતુ આધુનિક યુગના મોબાઇલ ફોનમાં એવી ટેકનોલોજી છે કે એના વડે તમે તમારા ચહેરાને જાત જાતના ઘાટ અથવા દેખાવ ધરાવતી તસવીર બનાવી શકો. યુવતીઓ આ મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના જન્મજાત ચહેરાને "ડર્મલ ફીલર" અથવા એસ્ટેથિક મેડિસીન" વડે મનગમતા ચહેરા બદલાવવાની હોડમાં ઉતરી છે.

    વિના ભગવે સાધુઃ મંજુલ શાહ...

    ૧૯૩૩માં સૌરાષ્ટ્ર છોડીને વિશા ઓશવાળ જૈન પ્રેમચંદ રોટલાની શોધમાં કેન્યા આવ્યા. પહેલાં નોકરી કરી અને પછી ૧૯૪૦માં તાન્ઝાનિયાના મુસોમા નગરમાં દુકાન કરી. પ્રેમચંદ અને લીલાવતીનાં છ સંતાનોમાં ત્રીજા નંબરે મંજુલ. મા-બાપનો લાડકો ભણવામાં તેજસ્વી. એક વાર વાંચે કે સાંભળે તે યાદ રહી જાય. શાળાએથી આવીને પિતાને દુકાનમાં મદદ કરે.

    શ્રમ, સખાવત અને સેવાની ત્રિવેણ...

    ૧૯૪૫માં તરવડાના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મનુભાઈ. તેમના સિવાય નવ દીકરા અને એક દીકરી આ પરિવારમાં. નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી. રચનાત્મક કાર્યકર્તાઓ રતુભાઈ અદાણી અને ઈસ્માઈલભાઈ નાગોરીનું આ ગામ. ગામમાં પાટીદારો રાજકોટ ગુરુકૂળના સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધાવાન, તેથી પરિવારમાં કોઈ વ્યસન નહીં. આમાંય મનુભાઈ રાજકોટ ગુરુકૂળમાં દસમા અને અગિયારમા ધોરણમાં રહીને ભણ્યા. ગુરુકૂળ ભણતા હતા ત્યારે ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ પુસ્તક વાંચીને ખૂબ પ્રભાવિત થયા. હિંમત અને ઉત્સાહ વધ્યાં. અહીં સેવાભાવના વધી. ગુરુકૂળના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસનો પ્રેમ અને વિશ્વાસ પામ્યા. બે વર્ષ કોલેજમાં ભણ્યા પછી વલ્લભ વિદ્યાનગરમાં પોલિટેક્નિકમાં ભણીને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા થયા. આમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યા હતા. 

    લાખો રોજીના સર્જક અને દાતાઃ મફ...

    ગુજરાતનું આર્થિક પાટનગર સુરત બન્યું. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પાટીદાર વસ્તીનું નગર બન્યું. લાખો રોજગારી સર્જાઈ. સમગ્ર વિશ્વમાં આજના જમાનામાં વેચાતા હીરા કે હીરાના અલંકારોમાં ૧૦માંથી ૮ હીરા માત્ર સુરતમાંથી જ પસાર થયા છે. આ બધું સર્જાયું એના પાયામાં છે મફતલાલ મહેતા. તેમણે જિંદગીમાં એક અબજ ડોલર કરતાં ય વધારે રકમના દાન આપ્યાં છે. 

    મહાત્મા ગાંધી પહેલાં ભારતના ઘ

    મહાત્મા ગાંધી પહેલાં ૪૫ વર્ષે ૧૮૨૪માં મોરબી નજીક ટંકારામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેળા મૂળશંકર જે પછીથી દયાનંદ સરસ્વતી નામે જાણીતા થયા તેમનો આજે દેશ-પરદેશમાં હિંદુઓમાં, ભારતીય સંસ્કૃતિ જીવતી રાખવામાં મહત્ત્વનો ફાળો છે. સંખ્યાબંધ આફ્રિકન દેશો, ફીજી, અમેરિકા યુરોપમાં દેશોમાં હજી તેમની પ્રવૃત્તિ અને સ્મૃતિ છે.

    આચારધર્મી જીવનદૃષ્ટાઃ ચીમનલા...

    મહાત્મા ગાંધી કરતાં એક વર્ષ મોટા ચીમનલાલ શેઠ નવી અને જૂની પેઢી વચ્ચે સેતુ શા! એમના જન્મ પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બદલે ભારતમાં બ્રિટિશ રાજ શરૂ થયે દશકો વીતેલો અને એવું જ મુંબઈ-અમદાવાદ વચ્ચેની રેલવે થાળે પડવાનું થયેલું. ચીમનલાલના મોટા ભાઈ સારાભાઈ શેઠ માત્ર ૨૧ વર્ષે ખૂબ સંપત્તિ મૂકીને મરણ પામેલા. ભાઈનાં બે સંતાનો અંબાલાલ અને અનસૂયાને ઊછેરવાની અને એમનો ધંધો સંભાળવાની જવાબદારી ચીમનલાલને શિરે આવી. પોતાના ધંધાના ભોગે તેર તેર વર્ષ સુધી એ જવાબદારી સંભાળી.

    ઇતિહાસ સાચવીને બેઠું છે નમક સત...

    અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દેનાર મીઠા સત્યાગ્રહ ઇતિહાસમાં સોનેરી અક્ષરે કંડારાયેલો છે. ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડી કૂચના સંસ્મરણોને સાચવી રાખવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારક તૈયાર કરાયું છે. આ સ્મારકને ગત ૩૦ જાન્યુઆરી એટલે કે ગાંધીનિર્વાણ દિનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકો માટે ખુલ્લું મૂકાયું છે. ભાવિ પેઢી પોતાના આ સુવર્ણ ઇતિહાસથી વંચિત ન રહી જાય તે માટે જ્યાં ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને આ કાયદાનો ભંગ કર્યો હતો તે દાંડીને નવારંગ રૂપ સાથે તૈયાર કરાયું છે. ઇતિહાસને નજર સમક્ષ તાદૃશ કરતા આ મેમોરિયલ સાથે બીજા પણ અનેક આકર્ષણો છે. તો ચાલો જઇએ, દાંડીના આ નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાતે...

    ઘરનાં ભંડકિયામાંથી ટીપુ સુલતાનનો અદ્ભૂત શસ્ત્રસંગ્રહ મળતાં બ્રિટિશ પરિવાર માલામાલ

    એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં લાખો પાઉન્ડની કિંમતનો ભારતીય ખજાનો મળી આવતા તે પરિવાર સૌથી ઝડપે રાતોરાત મિલિયોનેર બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભંડકિયામાંથી પ્રાપ્ત ભારતીય ખજાનામાં ટીપુ સુલતાનની સુવર્ણજડિત તલવાતો અને કલાત્મક બંદૂકોનો પણ સમાવેશ થાય છે. ચોથા એંગ્લો-માયસોર યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરી અધિકારી મેજર થોમસ હાર્ટ દ્વારા આ ખજાનો બ્રિટન લવાયો હોવાનું મનાય છે.

    ભારતમાં અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દેનાર મીઠા સત્યાગ્રહ ઇતિહાસમાં સોનેરી અક્ષરે કંડારાયેલો છે. ૧૯૩૦માં ૧૨ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન યોજાયેલી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પાયાનો પથ્થર સાબિત થયેલી આ કૂચની યાદ જાળવવા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારક તૈયાર કરાયું છે. ભાવિ પેઢી પોતાના આ સુવર્ણ ઇતિહાસથી વંચિત ન રહી જાય તે માટે ગાંધીજીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડીને આ કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થાનને નવા રંગરૂપ સાથે તૈયાર કરાયું છે. ગાંધીનિર્વાણ દિનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા આ મેમોરિયલ સાથે બીજા પણ આકર્ષણો છે. તો ચાલો જઇએ, દાંડીના આ નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાતે...