સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂ.ઈશ્વરચરણ સ્વામીની નિશ્રામ

    BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

    વિલ્સડન શ્રી સ્વામીનારાયણ મં

    ૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલું શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી કંડારેલ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનું અર્ચાસ્વરૂપ ધરાવતું મંદિર છે. આ પ્રસંગે શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજી ઉપરાંત અમદાવાદ અને ભૂજથી આશરે ૫૦ સંતો હાજરી આપશે.

    GHS યુથ ક્લબને ૨૦૧૯નો યુથ લીડરશિ...

    બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો. આ કેટેગરીમાં પાંચ ગ્રૂપ નોમિનેટ થયા હતા. તેમાં વિજેતા બનેલા GHS યુથ ક્લબને BAE સિસ્ટમ્સના ચીફ એક્ઝિક્યુટિવના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

    * રામાપર ગાટ મંડળ (વેસ્ટ) લંડન દ્વારા તા. ૨૫-૪-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી મોડી રાત સુધી ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ ચેરીટીના લાભાર્થે સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે યુકેની વિવિધ ભજન મંડળીઅોના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંજે ૬-૩૦થી ૮ ભોજનનો લાભ મળશે. સંપર્ક: ધરમદાસ બાપુ 07837 922 027.

    દક્ષિણ અાફ્રિકાથી ગાંધીજી ભારત પરત ફર્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી એ અવિસ્મરણીય ઘટનાની શતાબ્દી નિમિત્તે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ કરાઇ અને એ નિમિત્તે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.એ પણ મંગળવાર તા. ૩૧-૩-૧૫ની સાંજે હેરોના કડવા પાટીદાર હોલમાં એક સૂરીલી ભજનસંધ્યા યોજાઇ. અા પ્રસંગે રાજકારણીઅો, કાઉન્સિલર્સ, વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો અને ગાંધી બાપુના ચાહકોની વિશાળ હાજરીથી હોલ ગૂંજી ઉઠ્યો હતો.

    સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને તેમના પત્ની (પૂજારણ) મીનાબેન નિરંજની યુકેની મુલાકાતે પધાર્યા છે. તેઅો લંડન અને અન્ય શહેરોમાં તેમના અનુયાયીઅોને મળશે તેમજ સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો લાભ આપશે. તેઅો યુકેમાં શ્રી બાબુભાઇ અને નલિનીબેન કટારીયાના મહેમાન છે અને તા. ૨૬-૭-૧૫ સુધી યુકેમાં રોકાશે. સંપર્ક: 07466 652 846અથવા જુઅો જાહેરાત પાન નં. ૧૯.

    કોંગ્રેસ અગ્રણી શ્રી શક્તિસિ

    ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે સમયે તેમણે તા. ૯મી એપ્રિલના રોજ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમણે શ્રીસીબીને જન્મ દિનની શુભેચ્છાઅો પાઠવીને કચ્છી પરંપરા મુજબ શાલ અોઢાડી હતી. શ્રી ગોહિલની વિશેષ મુલાકાત આગામી અંકોમાં રજૂ કરવામાં આવશે. 

    મોમ્બાસા રહેલી બહેનોનું હેરો

    કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ લઇ ભૂતકાળને તાજો કર્યો હતો.

    શ્રી સ્વામીનારાયણ ટેમ્પલના ય

    • શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૬.૩૦થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 8909 9899

    સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર

    સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ૨૭મી ઓક્ટોબરે દિવાળીએ સાંજે મંદિરમાં ચોપડા પૂજન અને તે પછી રાત્રે ભવ્ય આતશબાજી યોજાઈ હતી. વિવિધ પ્રકારની આતશબાજીના અદભૂત નજારાનો લાભ ૮,૦૦૦થી વધુ લોકોએ લીધો હતો.