યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે નિધન થયું છે. સદ્ગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા તા. ૩૦-૪-૧૫ ગુરૂવારના રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તેમની અંતિમ વિધી શુક્રવાર તા. ૧-૫-૧૫ના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે ક્રોયડન ક્રિમેટોરીયમ, મિચમ રોડ, ક્રોયડન ખાતે થશે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે જય સીતારામ સેવા મંડળ દ્વારા ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.
ગુજરાતીઓના ગઢ ગણાતા બ્રેન્ટ બરોના વેમ્બલી સ્ટેડિયમ અને વેમ્બલી પાર્ક સ્ટેશનથી થોડી મિનિટોના અંતરે જ ફોર્ટી લેન પર અદ્યતન ડિઝાઇનથી સજજ સત્તાવીશ પાટીદાર સેન્ટર એ ગુજરાતીઓનું ગૌરવ ગણાય છે. સત્તાવીશ પાટીદાર સમાજની ઇમારતમાં નિર્માણ થયેલ ત્રણ વિશાળ હોલ કાર્યક્રમોથી સતત બીઝી રહે છે. ૭૦ના દાયકામાં આફ્રિકાથી યુ.કે. આવીને સ્થાયી થયેલા આ સમાજના સ્વપ્નદ્રષ્ટાઓએ રોપેલું બીજ આજે વટવૃક્ષ બની સમાજની શાન વધારી રહ્યું છે. આ સમાજ માટે ગત ૨૩ નવેમ્બ૨ ૨૦૧૯નો દિવસ ઐતિહાસિક બની ગયો. ૪૫ વર્ષ પહેલાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ)ની સ્થાપના કરનાર સમાજના સ્થાપકોથી માંડી અત્યાર સુધીના સમયકાળ દરમિયાન શ્રી સત્તાવીશ પાટીદાર સમાજને તન, મન અને ધનથી સમર્પિત થયેલા સમાજના સભ્યોનું શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું. સત્તાવીશ પાટીદાર સમાજની ઇમારતમાં "મોસ્ટીન" નામે ભવ્ય હોલ નામાભિદાન કરનાર પૂર્વ ટ્રસ્ટી અને સમાજના ઉદારમના અગ્રણી કિરીટભાઇ રામભાઇ પટેલ (બાકરોલ) તરફથી સૌના સન્માન અર્થે શાલ ભેટ આપવામાં આવી હતી.
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. ૭મીને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ સત્સંગ છોડવો નહીં, અચળ કરીને રાખવો.’ ૮મીએ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ દેહથી પર થઈ જાય ત્યારે આનંદ રહે. સત્પુરુષની આજ્ઞા કરતા ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને અધિક વર્તે તો પણ સુખ ન થાય.’૧૦મી એ પોષી પૂનમ હતી. ગુરુપરંપરામાં પૂ. ગુણાતીતાનંદ સ્વામીને આ તિથિએ દીક્ષા અપાઈ હતી. તેથી તેની દીક્ષા દિન ઉત્સવ તરીકે ઉજવણી કરાઈ હતી.
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભજન અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ ‘ફ્રેન્ડ્સ ઓફ ખંભાળિયા’ દ્વારા શોભાવવામાં આવ્યું હતું.
BAPS ચેરિટીઝ દ્વારા ૧૨ જાન્યુઆરીને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્રીટલ બોન સોસાયટીને ૫,૦૦૦ પાઉન્ડ અને my AFK ખાતે (અગાઉ એક્શન ફોર કીડ્ઝ તરીકે ઓળખાતી)ને ૫,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. મીશા પટેલના પરિવાર દ્વારા તેની દસમી પૂણ્યતિથિ નિમિત્તે આ ડોનેશન અપાયું હતું.
બ્રિટનમાં વસતાં વિવિધ ભારતીય સમાજ - સંસ્થાનોના કાર્યક્રમોની વિગત...
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું વિશેષ મહત્ત્વ છે. ગુરુવાર, ૩૦ જાન્યુઆરીએ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૪મી જયંતી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો શિક્ષાપત્રી ગ્રંથ ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં મૂકવામાં આવેલો છે. લંડન સહિત સમગ્ર વિશ્વના સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસે તેનું પૂજન કરવામાં આવશે.
વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં કેન્સરના નવા ૧,૩૦૦ કેસોનું નિદાન થાય છે. યુકેમાં છેલ્લાં ૪૦ વર્ષમાં સર્વાઈવલ રેટ બમણો થઈ ગયો છે. પરંતુ, હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે.
