સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

    BAPS ચેરીટી દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દાતાઅોની નોંધણી કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ દાતા તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નોર્થ વેસ્ટ લંડનમાં રહેતા દુષ્યંત મહેતા નામના બાળકને હાલમાં બોનમેરોની જરૂર છે. દુષ્યંતે પોતાનો બોનમેરો મોટી બહેનને આપીને તેનો જીવ બચાવ્યો હતો પરંતુ બહેનનું નિધન થયા બાદ હવે દુષ્યંતને તેવી જ બીમારી થઇ છે.

    • BAPS સ્વામિનારાયણ મંદિર લંડન,૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા. ૭ નવેમ્બરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે દિવાળી દર્શન સવારે ૯થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૫.૪૫થી ૭.૧૦ અને આતશબાજી સાંજે ૭.૫૦થી ૮-૧૫ દરમિયાન થશે. નૂતન વર્ષ અન્નકૂટના દર્શન ગુરુવાર તા.૮ નવેમ્બર બપોરે ૧૨થી રાત્રે ૯ વાગ્યા સુધી થશે. અન્નકૂટ આરતી રાતના ૯ સુધી દર અડધા કલાકે થશે.

    દરબાર કોર્ટ ખાતે દીવાળી રિસેપ્શન

    બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ એગ્રીમેન્ટની અવઢવમાં મૂકાયેલી હતી ત્યારે વડા પ્રધાન થેરેસા મે દિવાળી રિસેપ્શનનું સ્થળ તેમના નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટથી ખસેડી વધુ ભવ્ય દરબાર કોર્ટમાં લઈ ગયાં હતાં. વેસ્ટમિન્સ્ટરની કિંગ ચાર્લ્સ સ્ટ્રીટમાં આવેલા વિસ્તારની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં દરબાર કોર્ટ આવેલ છે. વડા પ્રધાન મે તેમની કેબિનેટમાંથી બ્રેક્ઝિટ સેક્રેટરી તથા વર્ક્સ એન્ડ પેન્શન્સ સેક્રેટરીના રાજીનામાંના પગલે પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત હોવાથી તેમના વતી હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ સેક્રેટરી ઓફ સ્ટેટ જેમ્સ બ્રોકેનશાયર તેમજ વડા પ્રધાન મેના પતિ ફિલિપ મે દિવાળી રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.

    હિંદુ સ્વયંસેવક સંઘ યુકે દ્વારા ‘પાર્લામેન્ટ વીક ૨૦૧૮’ની ઉજવણી

    ૧૯૬૬માં સ્થપાયેલા હિંદુ સ્વયંસેવક સંઘ યુકેના ૧૦૦ પ્રવૃત્તિ કેન્દ્ર છે અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓમાં દર સપ્તાહે ૨,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. મહિલાઓ માટેની પ્રવૃત્તિ હિંદુ સેવિકા સમિતિ દ્વારા અને બાળકો માટેની પ્રવૃત્તિ બાલગોકુલમના બેનર હેઠળ થાય છે. આ વર્ષે ૧૨થી ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૯ પ્રવૃત્તિકેન્દ્રો પર પાર્લામેન્ટ વીકની કરાયેલી ઉજવણીમાં ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો.

    આર્મીસ્ટીસ સેન્ટનરી નિમિત્તે નીસડન મંદિરમાં ઈન્ટરફેથ રિમેમ્બ્રન્સ એસેમ્બલી

    પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે ખાસ ઈન્ટરફેથ રિમેમ્બ્રન્સ એસેમ્બલીનું આયોજન કરાયું હતું. યુદ્ધનો સત્તાવાર અંત આવ્યો હતો તે દિવસ એટલે કે આર્મીસ્ટીસ ડે (૧૧ નવેમ્બર ૧૯૧૮)ની આ વર્ષે ૧૦૦મી વરસી છે. આ પ્રસંગની ઉજવણી કરવા મંદિર ખાતે રિમેમ્બ્રન્સ કાર્યક્રમ યોજાયો હતો. યોગાનુયોગ આ કાર્યક્રમની સાથે યુકેમાં નેશનલ ઈન્ટરફેથ વીક પણ ઉજવાયું હતું.

    હેરોના મેયર દ્વારા શ્રુતિ ધર્મદાસનું સન્માન

    હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી ખાસ એવોર્ડ એનાયત કર્યો હતો.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

    ભવન દ્વારા વાર્ષિક દીવાળી ફંડરેઈઝર ડિનર

    ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ સ્વરાજ પોલ, સાંસદો વિરેન્દ્ર શર્મા અને રિશિ શૌનક, અક્ષતા મૂર્તિ શૌનક તેમજ હેમરસ્મિથ અને ફુલહામના મેયર કાઉન્સિલર ડેરિલ બ્રાઉન સહિતના મહાનુભાવો અને બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના અગ્રણી સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.