સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    જેણે પાપ નથી કર્યું તે પહેલો પ

    ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધો બાંધવાનો અને સતકાર્યોમાં સામેલ થવાનો આ સમય છે.

    * ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે ક્રિસમસ પર્વે લંચ, ડિનર અને પાર્ટી માટે ડ્રિંક્સ, કોકટેઇલ, મોકટેઇલ, આથેન્ટીક ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ કુઝીનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ મિત્રો, સગાં સંબંધીઅો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. સંપર્ક: 020 3583 4760 વધુ માટે જુઅો જાહેરાત પાન ૧૯.

    ભારતના અગ્રણી અખબાર 'ધ હિન્દુ'નું ૫૦ કરતા વધારે વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા પીઢ પત્રકાર બટુકભાઇ ગઠાણીનું ૮૨ વર્ષની વયે લંડનમાં ગયા અઠવાડિયે અવસાન થયું હતું. તેઅો ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્ય હતા અને ત્રણ વખત પ્રમુખ તરીકે સેવા આપી હતી.

    ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધો બાંધવાનો અને સતકાર્યોમાં સામેલ થવાનો આ સમય છે.

    ક્રિસ્ટલ ટ્રાવેલ્સ દ્વારા ક્

    ક્રિસ્ટલ ટ્રાવેલ્સ દ્વારા તા. ૧૪ ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં ક્રિસમસ પાર્ટીની ધમાકેદાર ઉજવણી કરાઇ હતી. દુનિયાના કોઇ પણ સ્થળે જવા માટે સસ્તી એર ટિકીટ, હોટેલ, કાર હાયર અને એફોર્ડેબલ લક્ઝુરીયસ હોલીડે માટે જાણીતા મોરસેન્ડ ગૃપની ક્રિસ્ટલ ટ્રાવેલ્સ અને સેમ ટ્રાવેલ્સ દ્વારા યોજાયેલ ક્રિસમસ પાર્ટીમાં વિવિધ એરલાઇન, ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીઅોના રીપ્રેઝન્ટેટીવ, ડિરેક્ટર્સ, અધિકારીઅો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

    અર્થબાઉન્ડ એક્સપિડિશન્સ – શ્

    એડવેન્ચર ટ્રાવેલ એન્ડ ટ્રેકિંગનો વ્યાપ વધતો જાય છે ત્યારે નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર, ભારત, ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામની ટ્રીપ્સના આયોજનમાં ખૂબ જ કુશળ અને એવોર્ડ વિજેતા અર્થબાઉન્ડ એક્પિડિશન્સ ખૂબજ લોકપ્રિય થઇ રહી છે. ટ્રેકિંગ, ટ્રાવેલ અથવા વોકિંગ હોલિડે માટે અર્થબાઉન્ડની ગ્રેટ હિમાલયન માઉન્ટેન્સ અને તે ઉપરાંત સાઉથઈસ્ટ એશિયાના ‘ઓફ ધ બીટન પાથ’ સ્થળોના સ્વતંત્ર અથવા ગ્રૂપ ટ્રાવેલર્સના પ્રવાસમાં તેઅો નિષ્ણાત છે.

    બ્રિટિશ ભારતીય પિયાનોવાદક, સંગીતકાર અને ઈકોનોમિક્સના ગ્રેજ્યુએટ ચૌહાણ રાકેશ ચૌહાણનું નામ સંગીત ક્ષેત્રે ઉભરી રહ્યું છે. બાળપણથી જ ગિટાર અને પિયાનો બંને પર પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યા બાદ રાકેશે પિતા રાજેશ ચૌહાણ તેમજ અન્ય ગુરૂઅોના સથવારે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

    વિશ્વમાં હિન્દુઓની મહત્તા...

    ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા બિઝનેસ કોમ્યુનિટીના પસંદગીના મહેમાનો માટે ‘ચેન્જિંગ ડાયમેન્શન્સ ઓફ હિન્દુઝ ગ્લોબલી’ વિષય અંગે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના મુખ્ય મહેમાન અને વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી દત્તાત્રેય હોસબલેએ તમામ ક્ષેત્રોમાં હિન્દુઓની વૈશ્વિક હાજરી અને પ્રભાવ, ભવિષ્યના પડકારો અને તક તેમજ હિન્દુ ફીલોસોફીનો સંદેશો સારી રીતે પ્રસરાવવાની આવશ્યકતા વિશે જણાવ્યું હતું.

    ગુજરાત હિન્દુ એસોસિએશન, લેસ્ટ

    લેસ્ટરના વિખ્યાત ગુજરાત હિન્દુ એસોસિએશન (GHA) દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ તેમજ લેસ્ટર હિન્દુ ફેસ્ટીવલ કાઉન્સિલની રજત જયંતિ પ્રસંગે વિવિધ સંસ્થાઅોની માહિતી ધરાવતા લેખો અને મહારાણી ક્વીન એલિઝાબેથ, વડાપ્રધાન થેરેસા મે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઅોના શુભેચ્છા સંદેશા સાહિત વિપુલ માહિતી ધરાવતું ગોલ્ડન જ્યુબીલી સોવેનીયર ૨૦૧૭ તાજેતરમાં પ્રકાશીત કરાયું હતું.

    યુકે, બાંગલાદેશ અને પાક.માં હિન્દુ લઘુમતીઓના..

    પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ‘Tolerating the Intolerant’ કાર્યક્રમ માટે હિન્દુ રાષ્ટ્રવાદી તપન ઘોષને આમંત્રિત કરવા બદલ હેરો કાઉન્સિલે હેરો ઈસ્ટના ટોરી સાંસદ બોબ બ્લેકમેનની આકરી ટીકા કરી હતી. તપન ઘોષે અગાઉ મુસ્લિમોના જન્મદરને અંકુશમાં લાવવા યુનાઈટેડ નેશન્સને હાકલ કરી હોવાનું તેમજ બાંગલાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારની પ્રશંસા કરી હોવાનું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે ઘોષે બધા મુસ્લિમોનો ઉલ્લેખ ‘જિહાદીઓ’ તરીકે કરવા સાથે સમગ્ર યુરોપમાં ઈસ્લામ ફેલાઈ જશે તેવી ચેતવણી પણ આપી હતી.