સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    ભક્તિવેદાંત મેનોરમાં દિવાળીન...

    યુકેના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં સ્થાન ધરાવતા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ ટેમ્પલ ખાતે રવિવાર ૨૨ ઓક્ટોબરે પ્રાકાશના હિન્દુ ઉત્સવ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવા દેશભરમાંથી ૧૫,૦૦૦થી વધુ લોકો ઉમટ્યાં હતાં. આનંદ અને ઉત્સાહના આ પ્રસંગે તમામ મુલાકાતીઓને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસાયું હતું. ભારતીય નાટકો અને પરંપરાગત નૃત્યોની રજૂઆત, ફેસ પેઈન્ટિંગ, મહેંદી અને સાંજના ૬.૩૦ કલાકે ભવ્ય આતશબાજીના કાર્યક્રમોથી મુલાકાતીઓ ખુશ થયાં હતાં.

    ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં દીપોત્

    બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની ગેરહાજરીમાં પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. થેરેસા મે સોમવાર ૧૬ ઓક્ટોબરની સાંજે બ્રેક્ઝિટ મંત્રણાઓ માટે બ્રસેલ્સમાં હતાં. જોકે, મેની કેબિનેટમાં એકમાત્ર ભારતીય સાંસદ અને સેક્રેટરી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રીતિ પટેલે દિવાળીની ઉજવણીનું યજમાનપદ સંભાળ્યું હતું, જેમાં યુકેના લગભગ તમામ હિન્દુ સંગઠનોએ હાજરી આપી હતી. ખંડની મધ્યમાં BAPS સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા સુશોભિત અન્નકૂટનું દર્શન કરી શકાતું હતું. ભારતીય હસ્તકલાથી સીડીઓને સુશોભિત કરાઈ હતી. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ બાળાઓએ મહેમાનોનું સ્વાગત પેંડાથી કર્યું હતું. કૃષ્ણા અવંતિ સ્કૂલના બાળકોએ સંસ્કૃતમાં પ્રાર્થના સાથે સલૂણી સાંજનો આરંભ કર્યા પછી શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થઈ હતી. મહેમાનોમાં યુકેમાં ભારતીય મૂળના નવા કન્ઝર્વેટિવ લોર્ડ જીતેશ ગઢિયા સહિત સાંસદો અને ઉમરાવો તથા આર્મ્ડ ફોર્સીસના પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર યશ કુમાર સિન્હા અને પ્રીતિ પટેલ દ્વારા દીપપ્રાગટ્ય સાથે ઉજવણીનો આરંભ થયો હતો. ભક્તિવેદાંત મેનોરના શ્રુતિધર્મા દાસે દિવાળીની ભાવનાને સુસંગત વ્યક્તિએ ‘કાર્યને વળગીને રહેવા’ વિશે ટુંકુ પ્રવચન આપ્યું હતું અને નાની વેદપ્રાર્થના પણ સંભળાવી હતી.

    ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દિવાળીન...

    બ્રિટિશ રાજધાનીના પ્રસિદ્ધ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ૧૫ ઓક્ટોબરે લંડનના મેયરની વાર્ષિક દિવાળી ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ છવાયો હતો. ઉત્સવની ઉજવણીમાં સ્વાદિષ્ટ ભોજન અને ડ્રિન્ક્સ,સંગીત, નૃત્ય અને જીવંત પરફોર્મન્સીસ સાથૈ પરિવાર સહિત માણી શકાય તેવી પ્રવૃત્તિના રંગીન અને જોશપૂર્ણ કાર્યક્રમોથી ટ્રફાલ્ગર સ્ક્વેરનું સ્વરુપ જ બદલાઈ ગયું હતું. લંડનના મેયર સાદિક ખાને તમામ કોમ્યુનિટીના લંડનવાસીઓ અને રાજધાની મુલાકાતે આવેલા પર્યટકોને ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

    CHN દિવાળી કાર્યક્રમમાં હિન્દુ

    સિટી હિન્દુઝ નેટવર્ક દ્વારા વાલ્ડોર્ફ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લંડન શહેરની એક પખવાડિયાની દિવાળી ઉજવણીનું સમાપન થયું હતું. આ વર્ષે તેની ૧૦ વર્ષગાંઠ પણ ઉજવી રહ્યું છે ત્યારે નવા ચેરમેન નીલ પટણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ લોર્ડ જીતેશ ગઢિયા સહિત પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા રોજબરોજના જીવનને અસર કરતા મૂલ્યોનું મહત્ત્વ સમજાવતા પ્રવચનો કરાયાં હતાં.

    SHCC શિખર પ્રોજેક્ટના ભંડોળ માટે...

    લક્ષ્મી નારાયણ મંદિર અને શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ના શિખર પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા ગત રવિવાર, ૨૯ ઓક્ટોબરે ૧૦ કિલોમીટરના વોકાથોનનું આયોજન કરાયું હતું, જેમાં ૮ થી ૮૫ વયજૂથના ૬૦૦થી વધુ વ્યક્તિ જોડાઈ હતી. સાઉથ બર્મિંગહામના સૌથી મોટા મંદિરની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી અને તે તમામ લોકો માટે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાય છે.

    કેમેરામાં તસવીર લેવા અંગે ફોટ

    ભારતના ઇન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિષે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરે ત્રણ દાયકા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ-ચાંપાનેર (ગુજરાત) ખાતે ફોટોગ્રાફીક ડોક્યુમેન્ટેશનમાં ગાળ્યા છે. તેમણે અલગ અલગ મોસમ અને સમયે સમયે બદલાતા પ્રાકૃતિક મિજાજને ઝીલતી ૫૫,૦૦૦ તસવીરોનો સંગ્રહ કર્યો છે.

    બર્મિંગહામમાં નવા પૂલ એન્ડ ફિ

    ગત બુધવાર, આઠ નવેમ્બરે ૭.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નિર્મિત સ્પાર્કહિલ પૂલ એન્ડ ફિટનેસ સેન્ટરનું બર્મિંગહામમાં સત્તાવાર ઉદ્ઘાટન કરાયું હતું. બર્મિંગહામ સિટી કાઉન્સિલના કાઉન્સિલર ઈઆન વોર્ડ અને વિશેષ અતિથિ પૂર્વ ઓલિમ્પિયન અને ટીવી પ્રેઝન્ટર કોલિન જેક્સન OBEના હસ્તે રિબન કટિંગ અને તક્તીની અનાવરણવિધિ થઈ હતી.

    વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સને ભ

    યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનની યજમાની અને બ્રિટિશ કર્ણાટકી કોઈરના આયોજનમાં ત્રણ દિવસીય પ્રથમ વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું ગત શનિવાર ૧૧ શનિવારે સમાપન થયું હતું. આ અધિવેશનમાં પરફોર્મન્સીસ, ચર્ચાસભા, પ્રેઝન્ટેશન્સ, વર્કશોપ્સ સહિતના કાર્યક્રમો રજૂ થયા હતા, જેમાં આફ્રિકા, યુરોપ, યુએસએ અને ભારતથી કળાકારો, વિદ્વાનો અને સંગીતગુરુઓ સહિત સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક ડો. ચિત્રા રામકૃષ્ણન FRSAએ પોતાનું સ્વપ્ન સાકાર થયું હોવાનું જણાવ્યું હતું.

    ગુરુ નાનક જન્મજયંતીની ઉજવણી...

    શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની જન્મજયંતી ગુરુપર્વ નિમિત્તે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તમામ સ્તરે ઐતિહાસિક બલિદાનો અને યુકેમાં સતત પ્રદાન આપતી શીખ કોમ્યુનિટીને બિરદાવી હતી. ગત મંગળવાર સાત નવેમ્બરે શીખ્સ ફોર લેબર આયોજિત કાર્યક્રમમાં તેમણે ગુરુ નાનકને ગરીબોના બેલી કહ્યા હતા. સંસ્થાની અધ્યક્ષા અને વેસ્ટ મિડલેન્ડ્સ માટે MEP નીના ગિલ CBEએ આમંત્રિતોને ગુરુ નાનકના ‘સહિષ્ણુતા અને સમજ’ સહિત મૂલ્યો અને નીતિની યાદ અપાવી હતી. તેમણે લેબર પાર્ટીના સ્લોગન ‘ફોર ધ મેની, નોટ ધ ફ્યુ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

    વિવાદાસ્પદ વક્તાને બોલાવવા બ

    યુકેના ચેરિટી વોચડોગ ચેરિટી કમિશને કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન MPદ્વારા પાર્લામેન્ટમાં આયોજીત સેમિનારમાં વિવાદાસ્પદ વક્તા પશ્ચિમ બંગાળમાં હિંદુ સંહાતીના સ્થાપક તપન ઘોષને ચાવીરૂપ વક્તવ્ય આપવા બોલાવવા બદલ નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (યુકે) (NHCTUK) સામેના કેસની કાર્યવાહી શરૂ કરી છે. બ્લેકમેને બ્રિટિશ હિંદુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APAG)ના અધ્યક્ષ તરીકે આ સેમિનાર યોજ્યો હતો.