સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    લંડનના ક્વીન્સબરી ખાતે શ્રી સ

    લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો અદ્ભૂત કાર્યક્રમ તા. ૩ને રવિવારે સાંજે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના (SMVS) સ્થાપક અને ગુરુવર્ય પ. પૂ. શ્રી દેવનંદન સ્વામી - બાપજીએ વિડીયો દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે "આ મંદિરના પાયામાં સૌ હરિભક્તિએ ઓછામાં ઓછી એક ઈંટની પણ સેવા કરવી જોઇએ અને આ સેવા કરનાર સૌ આ લોક અને પરલોકમાં ખૂબ જ સુખી થશે.

    BAPSના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહં...

    બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે અને યુરોપમાં હરિભક્તો અને શુભેચ્છકોને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂન મહિનાથી અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે અને વિચરણ દરમિયાન તેમણે ત્રણ દિવસ માટે કેનેડાની મુલાકાત પણ લીધી હતી.

    સાધુતાનું વંદનીય શિખર મહંત સ્

    સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી શિખરે લઇ જનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમગ્ર હિન્દુ ધર્મના ટોચના સાધુ તરીકે નામના મેળવી રહ્યા છે. એમના ૮૪ વર્ષીય જીવનમાં લાખો લોકોએ અનુભવ્યું છે - સાધુતાનું એક પરમ વંદનીય શિખર.

    પૂ. મહંત સ્વામીની અમેરિકાના પૂ...

    અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત પાંચમી સપ્ટેમ્બરે યોજાઈ હતી. મહંત સ્વામી તથા ઓબામા વચ્ચે વૈશ્વિક હિંદુ આદર્શોના પ્રસારની તેમજ વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સંવાદિતાનું સંવર્ધન-મહત્ત્વની ચર્ચા થઈ હતી.

    HCB દ્વારા પાર્લામેન્ટમાં પ્રિ

    હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટ - પોર્ટક્યુલીસ હાઉસ ખાતે પ્રી લોંચ નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણી માટે અપાતી ગ્રાન્ટ બંધ કરાઇ છે તે અંગે એમપી, લોર્ડ્ઝ, સ્થાનિક કાઉન્સિલર્સને નવરાત્રિના મહત્વ અને ગ્રાન્ટની જરૂરિયાત અંગે સમજ અપાઇ હતી.

    પૂ. મહંત સ્વામીના આશીર્વાદ મેળ...

    બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ અને પરમ વંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ગુજરાત સમાચાર – એશિયન વોઇસના તંત્રી સીબી પટેલ તેમજ સીનીયર એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમારને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે "તમે અહીના સમાજ અને લોકોની ખૂબજ સારી સેવા કરો છો અને હજુ આવીને આવી જ સેવા કરતા રહેજો અમે સૌ પણ તમારી સાથે જ છીએ.”

    પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિ

    BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૮૪મા જન્મદિનની આનંદપૂર્વક ઉજવણી લંડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવાર, ૨૩ સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. મંદિરના સ્વામીઓ દ્વારા સવારે પૂ. મહંત સ્વામીના માનમાં ધાર્મિક ગીતોનું ગાન કરાયું હતું. બાળકોએ તૈયાર કરેલા બર્થડે કાર્ડ્સ અને ભક્તોએ તૈયાર કરેલી ૮,૦૦૦થી વધુ નાની કેકની રંગોળીથી હવેલી હોલને સજાવાયો હતો. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજના યુકે પ્રવાસના માનમાં તેમના જીવન અને કાર્યોનો પરિચય આપતા વિશેષ મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેને સવારની ઉજવણીમાં ભગવાન સ્વામીનારાયણના ચરણે ધર્યા પછી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંજના કાર્યક્રમમાં સ્વામીની પવિત્રતા, દિવ્ય સદ્ભાવના, વિનમ્ર સ્વભાવ અને ઈશ્વરપ્રેમના ગુણો વિશે જણાવાયું હતુ. આ ગુણોએ તેમના ગુરુઓ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દિલ જીતી લીધા હતા.

    મહંત સ્વામીના હસ્તે સ્વામીના

    BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામીએ યુએસએના રોબિન્સવિલેમાં છઠ્ઠી સપ્ટેમ્બરે અને તે પછી લંડનમાં ૨૫ સપ્ટેમ્બરે ‘An Introduction to Swaminarayan Hindu Theology’ પુસ્તકનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ (CUP) દ્વારા પ્રસિદ્ધ ૩૫૦ પાનના આ પુસ્તકના લેખક પરમતત્વદાસ સ્વામી છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દીક્ષિત સ્વામીએ પુસ્તકમાં ભગવાન સ્વામીનારાયણના ઉપદેશો, ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્રો પર ટીપ્પણીઓ સહિતના ખજાનાની રજૂઆત કરી છે.

    ડાયસ્પોરા કવિતાની અનોખી ઉજવણ

    વર્ડ મસાલા ફાઉન્ડેશન અને સ્કાયલાર્ક પબ્લિકેશન્સના ડિરેક્ટર-કવિ યોગેશ પટેલ દ્વારા બ્રિટિશ કાઉન્સિલ અને પોએટ્રી લાઈબ્રેરીની મદદથી ચોથી ઓક્ટોબરે બ્રિટનમાં ભાગ્યે જ નજરમાં આવતી ભારતીય કવિતાની ઉજવણી ચાર કાવ્યસંગ્રહો થકી કરી હતી. યોગેશ પટેલે દરેક કવિના કાવ્યોનું વિશ્લેષણ અને તેમના પર વિશિષ્ટ કવિતાઓ લખી તેમનો પરિચય કરાવ્યો હતો. મોના દાસે માર્ચ મહિનામાં સ્કાયલાર્ક દ્વારા પ્રસિદ્ધ તેમના સંગ્રહ ‘અ સર્ટેન વે’માંથી કાવ્યોનું પઠન કર્યું હતું. ક્રિસ મેક્કેબ, લાઈબ્રેરિયન અને કોન્ફ્લુઅન્સના તંત્રી ડો. વિજય આનંદના હસ્તે રિશી દસ્તિદાર અને ડો. બાશુબી ફ્રેઝરને વર્ડ મસાલા એવોર્ડ એનાયત કરાયા હતા, જેમના પુસ્તકો ટીકર-ટેપ અને ધ હોમિંગ બર્ડ જૂન મહિનામાં પ્રસિદ્ધ થયાં છે.

    હિન્દુ, શીખ, જૈન અને બોદ્ધ સમુદાયો માટે દીવાળીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રવિવાર,૧૫ ઓકટોબરે દીપોત્સવની રંગેચંગે ઉજવણી થવાની છે. આ પ્રસંગે ‘લાઈટ અપ લંડન-દીવાલી એટ ધ લંડન આઈ ૨૦૧૭’ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સાંજના ૭.૧૫થી રાત્રિના ૯.૧૫ કલાક સુધી ટેટરશેલ કેસલ શિપ પર લંડન આઈઝ દીવાલી લાઈટ્સને સત્તાવાર સ્વીચ-ઓન કરવામાં આવશે. આ પ્રસંગે ગ્રેનફેલ ટાવર અપીલ માટે ફંડ પણ એકત્ર કરવામાં આવશે.