આ વર્ષે ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી ઈંગ્લેન્ડમાં થઈ રહી છે ત્યારે ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન નહેરુ સેન્ટર ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આર્ટકોર દ્વારા ખૂલ્લું મુકાશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન સોમવાર ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ની સાંજે કરાશે અને શુક્રવાર ૩૦ નવેમ્બરની સાંજ સુધી જોઈ શકાશે. આ પ્રદર્શનનો વિષય વડોદરાનો પ્રભાવી ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વારસો છે. આ સ્થાપત્યોની ડિઝાઈન બ્રિટિશ સ્થપતિઓએ તૈયાર કરી હતી.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા હિન્દુત્વ સંબંધિત વિષયો પર લેક્ચર્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માઈકલમસ ટર્મ ૨૦૧૭ હેછળ આ લેક્ચર્સનો આરંભ રવિવાર આઠ ઓક્ટોબરથી કરાયો છે અને શનિવાર બીજી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ચાલશે.
ધ પંજાબી સોસાયટી ઓફ બ્રિટિશ આઈલ્સ દ્વારા શનિવાર ૧૬ સપ્ટેમ્બરે હંસલો ખાતે ૮૯મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૨૮માં સ્થાપિત સોસાયટીએ વાર્ષિક ચેરિટી ડિનર અને ડાન્સનું પણ આયોજન કર્યું હતું, જેમાં ડિમેન્શીઆ યુકે માટે ૩,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. વર્ષગાંઠની સાંજે ૩૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક પૂજ્ય મહંત સ્વામીના હસ્તે રવિવાર, આઠ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઈસ્ટ લંડનના ચિગવેલમાં નવા સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય સ્વામીઓની સાથે મહંત સ્વામીએ મૂર્તિઓમાં દૈવી ઉપસ્થિતિનું સ્થાપન કરતી વૈદિક મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. મહંત સ્વામીના હસ્તે ઈસ્ટ લંડનમાં નવા BAPS સ્વામીનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સાથે મહંત સ્વામી દ્વારા યુકેમાં પ્રથમ જ વખત મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન કરાયું છે.
આ વર્ષે દિવાળી અને હિન્દુ પર્વની ઉજવણીમાં કિંગ્સબરીના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ચેરિટીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ કરાયેલી વિવિધ વાનગીઓના અન્નકૂટના ભવ્ય દર્શન તેમજ વિશિષ્ટ સંગીતમય આતશબાજીના પ્રદર્શનની સાથોસાથ ચેરિટી અભિયાનનું આયોજન કરાયું હતું, જેના પરિણામે મંદિરના તમામ ભક્તો અને મુલાકાતીઓને પવિત્ર પર્વ દરમિયાન નિઃસ્વાર્થ દાન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. સાંસદ બોબ બ્લેકમેન સહિતના મહાનુભાવોએ અન્નકૂટના દર્શન કર્યા હતા.
વેલ્સ ફર્સ્ટ મિનિસ્ટર કાર્વિન જોન્સ દિવાળી અને નવા હિન્દુ વર્ષની ઉજવણીના મૂડમાં આવી ગયા હતા અને ૧૬ ઓક્ટોબરની રાત્રે કાર્ડિફમાં દાંડિયા રાસ ગાનારાઓની સાથે જોડાઈ તેમણે મોજ માણી હતી. વેલ્સના માનદ ભારતીય રાજદૂત રાજેશ અગ્રવાલ દ્વારા વેલ્સ મિલેનિયમ સેન્ટરમાં આયોજિત પરંપરાગત ભારતીય સંગીત અને નૃત્યના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. વેલ્સ અભિનેત્રી વિકી બોબે પણ અહીં પરફોર્મન્સ આપ્યું હતું.
ધ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા તેના ૧૬મા દિવાળી ઈવેન્ટની ઉજવણી ૧૮ ઓક્ટોબરે કરવામાં આવી હતી. દર વર્ષે HFB મિનિસ્ટરો તથા તમામ પક્ષના પીઅર્સ અને સાંસદો, યુકેના બિઝનેસ અગ્રણીઓ, હિંદુ કોમ્યુનિટીના વડા અને ઘણાં મંદિરોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવીને દિવાળીની ઉજવણી કરે છે. હિંદુ ધર્મનો આ એક અનેરો જુસ્સો છે જે દરેક માનવીમાં એકતા અને સંબંધને ગાઢ બનાવે છે. આ વર્ષે પાર્લામેન્ટના યજમાનો બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP અને કેરોલિન લુકાસ MP હતા. આ પ્રસંગે HFBના ચીફ પેટ્રન તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિત સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટકોમ્બ ગ્રૂપના V ફાઉન્ડેશનના કમલ પાણખણિયા આ ઈવેન્ટના મુખ્ય સ્પોન્સર હતા. સન માર્ક લિમિટેડના રેમી રેન્જર અને વાસ્ક્રોફ્ટના શશી વેકરિયા HFB ચેરિટીના મુખ્ય દાતા હતા
રવિવાર ૨૨ ઓક્ટોબરે લંડન અને ક્રોયડનના લોકોએ સરે સ્ટ્રીટમાં ક્રોયડન હિન્દુ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય ક્રોયડન દિવાળી મેળાની મોજ માણી હતી. બોલીવૂડથી નોર્થ ઈસ્ટ, મહરાષ્ટ્રથી બાળ રામાયણ, પુરુષ અને સ્ત્રી ઢોલ વાદકો, ગીતો ગાતા લેઝિમ નૃત્યકારોથી માંડી વિવિધ સ્ટોલ્સની મનમોહક અસર જોવા મળી હતી. દિવાળી મેળામાં મેડમ મેયર ટોની લેટ્સે ડેપ્યુટી મેયર કાઉન્સિલર માઈક ડી સિલ્વા તેમજ પૂર્વ મેયરો કાઉન્સિલર વેઈન ટ્રેક્સ લાઉલર અને કાઉન્સિલર મંજુ શાહુલ હમીદ સાથે હાજરી આપી હતી. એક જ સ્થળે ક્રોયડનના વિશાળ હિન્દુ સમુદાયને એકત્ર થયેલો જોઈ તેઓ ઘણાં પ્રભાવિત થયાં હતાં.
PwC હિંદુ સોસાયટી દ્વારા મંગળવારને તા. ૧૭ ઓક્ટોબરે લલિત હોટલ ખાતે દિવાળી તેમજ સંસ્થાની સ્થાપનાના ૧૫ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં રાહિલ અને ગુરદેને પ્રાર્થના રજૂ કરી હતી. તે પછી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. સમારંભના મુખ્ય અતિથિ લોર્ડ જીતેશ ગઢિયાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ બદલ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રોફેશનલ કંપની માટે વિચારો અને લોકોનું વૈવિધ્ય હોય તે જરૂરી છે. તેમણે ઋગ્વેદ અને રામાયણની પણ વાત કરી હતી.
હિન્દુ કેલેન્ડરના સૌથી શુકનવંતા ઉત્સવોમાંના એક દિવાળીનો તહેવાર ગુરુવાર ૧૯ ઓક્ટોબર અને શુક્રવાર ૨૦ ઓક્ટોબરે BAPS સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. ‘નીસડન ટેમ્પલ’ના લોકપ્રિય નામથી જાણીતા લંડનસ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં પરંપરાઓ, રંગ અને હિન્દુત્વની સમૃદ્ધ સંસ્કૃતિના ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
