સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સ્વામીનારાયણ સ્કૂલના વિદ્યાર...

    BAPS સ્વામીનારાયણ સ્કૂલ, લંડનના વિદ્યાર્થી જય પટેલે તા. ૧૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ હાઉસ અોફ કોમન્સના ચેમ્બરમાં સ્પીકર જોહ્ન બાર્કો સમક્ષ યુકે યુથ પાર્લામેન્ટના કાર્યક્રમમાં ઇક્વલ રાઇટ્સ અને LBGTQપર પ્રવચન આપ્યું હતું. જેની સ્પીકર જોહ્ન બાર્કો અભીભૂત થઇ ગયા હતા અને જય પટેલ સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું હતું. ચેમ્બરમાં ઉપસ્થિત સૌ ઉપર જય પટેલના પ્રવચનની ઘેરી છાપ પડી હતી.

    પ્રાઇડવ્યૂ ગ્રુપે યોજેલો વાર

    પ્રાઇડવ્યૂ ગ્રુપએ તા. ૮ નવેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં યોજેલા વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં ૧૦૦થી વધુ ખાનગી રોકાણકારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે જ્યોર્જ વોકર (અોલસેપના પાર્ટનર અને અોક્શનીયર) ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વર્તમાન બજાર અને તેમની £૧૫૦ મિલિયનની મિલક્તોના હરાજીથી કરાયેલા વેચાણ (૨૦૦૬ પછી સૌથી વધુ) અને અન્ય બાબતો પર ચર્ચા કરી હતી.

    ફૂડ ફોર લાઈફ વૃંદાવન યુકે ..

    માનીતી ચેરિટી સંસ્થા ફૂડ ફોર લાઈફ વૃંદાવન (FFLV)ને ભરપૂર સપોર્ટ આપવા સાથે મહેનતપૂર્ણ કામગીરી બજાવનારા સમર્થકોનો આભાર માનવા, કદર કરવા અને મનોરંજન કરવાનો કાર્યક્રમ ૧૭ નવેમ્બરે રાયસ્લીપના ખાતે યોજાયો હતો, જેમાં ૨૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વૃંદાવનમાં કાર્યરત આ ચેરિટી સૌથી ગરીબ કોમ્યુનિટીઝની છોકરીઓ અને તેમના પરિવારોને શિક્ષણ આપી સક્ષમ બનાવવાનું કામ કરે છે. યુકેના અભિનેતા અને સેવારત ટ્રસ્ટી રવિન જે ગણાત્રાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રવિને યુવા બાળાઓને સપોર્ટ કરવા અને તેમને શિક્ષણ, ખોરાક, વસ્ત્રો અને તબીબી સંભાળ આપી તેમના જીવનમાં આશા જગાવવાનું કાર્ય કરતી સુસંચાલિત ચેરિટી વિશે સમજાવ્યું હતું. બાળકીઓનેઅસ્ક્યામત નહિ પરંતુ જવાબદારી ગણવામાં આવે છે તેવા સામાજિક ધોરણોને પડકારી તેની સ્થિતિ બદલવામાં આ ચેરિટી કારણરુપ બની છે.

    યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી સંસ્થાઓ સહિત તમામ સંબંધિતોને એક મંચ પર એકત્ર કરવાનો અને તમામને ભારપૂર્વક અવાજ ઉઠાવવાની પહેલ કરાવતો આ પ્રથમ પ્રયાસ હતો. આ સેમિનારમાં ડાયસ્પોરાની સામાજિક રીતે સક્રિય મહિલાઓનું પ્રતિનિધિત્વ જોવાં મળ્યું હતું અને ચાલુ દિવસે પણ ૧૦૦ જેટલી વ્યક્તિ ઉપસ્થિત રહી હતી.

    શ્રી સાંઈબાબાની મહાસમાધિ..

    સાઈબાબાની મહાસમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૮ નવેમ્બર, ૨૦૧૭ને શનિવારે શિરડી સાંઈ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી શિરડી સાઈ સંસ્થાન યુકેના સહયોગથી ભારતના વિવિધ નૃત્યો અને સંગીત સાથે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા ..

    હિંદુ સ્વયંસેવક સંઘ (HSS) અને સમિતિએ તા.૧૩થી ૧૯ નવેમ્બર, ૨૦૧૭ દરમિયાન પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. પ્રતાપ શાખા એન્ડ શક્તિ સમિતિ (ફિંચલી) દ્વારા ૧૭ નવેમ્બરે ફિંચલીની બિશપ ડગ્લાસ સ્કૂલમાં પાર્લામેન્ટ વીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદો થેરેસા વિલિયર્સ અને માઈક ફ્રીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બન્નેએ કાસ્ટ કોન્સ્ટિટ્યુશન બીલને તદન બિનજરૂરી અને સંસદનો સમય બગાડનારું ગણાવીને તેઓ તેના વિરોધી હોવાનું જણાવ્યું હતું.

    આપણા કલા સાધકો:  ઉગતા ગાયક કલાક

    ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ગીત-સંગીત, સંસ્કૃતિ અને ધર્મની ધજાને ફરકાવવાનું અનેરૂ કાર્ય વેમ્બલી ખાતે રહેતા ગાયત્રી ભરત વ્યાસ કરી રહ્યા છે. લગ્નપ્રસંગે લગ્નના ગીતો, ગરબા અને સાંજી તો વિવિધ ધાર્મિક પ્રસંગોે જૈન સત્વનો, ભક્તિ-કિર્તન ગીતો, પ્રાર્થના અને મનોરંજક કાર્યક્રમોમાં ગીત-સંગીતના સુરો લહેરાવતા ગાયત્રી વ્યાસ બ્રિટનમાં મહિલા પૂજારી અને ટુરીસ્ટ ગાઇડ તરીકે કામ કરીને ચીલો ચાતરી રહ્યા છે.

    સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ...

    ફાઇનાન્સ ક્ષેત્રે નામના ધરાવતી અગ્રણી ફર્મ 'સ્ટર્લીંગ પ્રોફેશનલ ફાઇનાન્સ લિ.' દ્વારા સ્થાપનાના ૧૫મા વર્ષની ઉજવણી કરવા એક કોકટેઇલ રીસેપ્શન અને ડીનર કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૩૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ વેન્યુ ફાઇવ રેસ્ટોરંટ અને બેન્કવેટીંગ ખાતે કરવામાં આવ્યું હતું.

    ગુજરાત આર્ય એસોસિએશન લંડન દ્વ

    કેન્ટન સ્થિત ગુજરાત આર્ય એસોસિએશન (GAA) લંડન દ્વારા તા. ૧૦ ડીસેમ્બરના રોજ કેન્ટન હોલ ખાતે નેઇબર્સ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્ટન વિસ્તારના સ્થાનિક રહેવાસીઅો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા.

    લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું

    દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે તા. ૧ ડીસેમ્બરના રોજ નિધન થયું હતું. 'જયલી'ના હુલામણા નામે મિત્રો અને સંબંધીઅોમાં અોળખાતા જયાલક્ષ્મી ચાંદે ઉર્ફે માધવાણીનો જન્મ જીન્જા, યુગાન્ડામાં થયો હતો. ૧૯૫૫માં તેમના લગ્ન દારેસલામ - ટાઝાનિયાના શ્રી જયંતિલાલ કેશવજી (સર જેકે) ચાંદે સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો અને ત્રણ પૌત્રો છે.