સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    બોલ્ટનમાં ઘરમાં આગ: દલાલ પરિવા...

    બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ માસુમ બાળકો સહિત ચાર સદસ્યોના કરૂણ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં અનિશા ઉમરજી (ઉ.વ. ૪૦) તેમના બે દિકરાઅો હમાદ (ઉ.વ. ૧૨), યુસુફ (ઉ.વ. ૧૦) તેમજ દિકરી ખદીજા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. 

    ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ (OCHS) દ્વારા ગયા વર્ષે જુલાઇમાં શરૂ કરાયેલા કોર્સીસને મળેલી સફળતાને પગલે ફરીથી આ મહિને હિંદુ ધર્મ વિશેના વિવિધ ઓનલાઈન કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઉપનિષદોનો ટૂંકો કોર્સ, ભગવદ ગીતા, વેદો અને ઉપનિષદો, યોગની ફિલોસોફી, હિંદુ ધર્મનો પરીચય- કર્મકાંડ, યોગા, જાતિ અને લિંગ, હિંદુ ધર્મનો પરીચય- ઈતિહાસ, ટેક્સ્ટ અને ફિલોસોફીનો સમાવેશ થાય છે.

    ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્

    ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મેગેઝિનના સત્તાવાર લોન્ચિંગ અગાઉ વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં જોડાયા ત્યારે વાતાવરણ જીવંત અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું.

    પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વ

    છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી અને બિઝનેસ કોમ્યુનિટીએ આ ભંડોળ માટે ભારે પ્રતિસાદ આપ્યો હતો. પ્રાઈડવ્યૂ પ્રોપર્ટીઝે ૧૩ રનથી મોનાર્ક કોમર્શિયલને હરાવી પ્રાઈડવ્યૂ ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. જ્યારે જેડ ફાર્મસીએ ૧૯ રનથી લોગીકેરને હરાવી સતત ત્રીજી વખત પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ હાંસલ કર્યો હતો.

    રહેમાનના કાર્યક્રમમાં ભાષાનો...

    મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાને ૮ જુલાઈએ વેમ્બલી એરેનામાં એક કોન્સર્ટ આપ્યો તેના એક અઠવાડિયા પછી તેઓ ભાષાકીય વિવાદમાં સપડાયા હતા. પ્રેક્ષકોનું એક જૂથ રહેમાને હિંદી કરતાં તમિળ ગીતો વધુ રજૂ કર્યા તેવો આક્ષેપ કરીને નારાજ થઈને કાર્યક્રમ અધવચ્ચે છોડીને જતું રહ્યું તે વાત સોશિયલ મીડિયામાં ચર્ચાતી હતી.

    મુસ્લિમ નેતાઓએ લંડન પર ત્રાસવ

    યુકેમાં સૌથી મોટુ ઈસ્લામિક કન્વેન્શન યોજાઈ રહ્યું છે તે અગાઉ મુસ્લિમ નેતાઓએ લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર હુમલો કરનારા આતંકવાદીઓની કડક નિંદા કરી છે. હેમ્પશાયરમાં ‘જલસા સાલાના’ તરીકે ઓળખાતું ત્રિદિવસીય સંમેલન ૨૮થી ૩૦ જુલાઈ વચ્ચે યોજાઈ રહ્યું છે. ૧૦૦ દેશમાંથી ૩૦,૦૦૦ મુસ્લિમ પ્રતિનિધિ આ અધિવેશનમાં હાજરી આપશે.

    આયર્લેન્ડમાં પ્રથમ વખત ગણેશ ઉ

    આયર્લેન્ડમાં વસતા હિંદુ સમુદાય દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે ગણેશ ઉત્સવ યોજાશે. ૨૫મી ઓગસ્ટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન થશે અને નોર્ધર્ન આયર્લેન્ડના હરિ કૃષ્ણ મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાશે. ૨૬મી ઓગસ્ટે ડેરીમોરના જળમાં ગણેશજીની માટીની મૂર્તિનું ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરાશે.

    ક્રોયડન હરે કૃષ્ણ કોમ્યુનિટી

    ક્રોયડન હરે કૃષ્ણ કોમ્યુનિટી દ્વારા ૩૦ જુલાઈને રવિવારે ૮મી વાર્ષિક રથયાત્રા પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક નીકળી હતી. ક્રોયડન સેન્ટ્રલના MP સારા જોન્સ રથયાત્રાના મુખ્ય મહેમાન હતા અને તેમણે પ્રસ્થાન અગાઉ રથનો રસ્તો વાળીને સાફ કર્યો હતો અને ભક્તો સાથે હરે કૃષ્ણાની ધૂન સાથે નૃત્ય પણ કર્યું હતું.

    ગ્રીનફર્ડ જલારામ મંદિરની ખાત

    ગ્રીનફર્ડમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરના નવા મકાનના બાંધકામનો ગત ૯ જુલાઈએ રવિવારને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ૪૦૦થી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં ફાઉન્ડેશન સ્ટોન લેઈંગ સેરિમની સાથે મંગળ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્ટીફન પાઉન્ડ MP, ઈલિંગના મેયર કાઉન્સિલર સાયમન વુડરુફ, ઈલિંગના કાઉન્સિલરો હિતેશ ટેલર, ડો. આયશા રઝા, તારીક મોહમ્મદ, હેરોના કાઉન્સિલર નીતિન પારેખ સહિત કોમ્યુનિટીના મહાનુભાવો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

    બ્રિટનની સશસ્ત્ર સેનાના જવાનોએ દેશના હિન્દુ સમુદાય સાથે મળીને છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. યુકે આર્મ્ડ ફોર્સિસ હિન્દુ નેટવર્કે રક્ષાબંધન સમારંભનું આયોજન કર્યુ હતું. લંડનસ્થિત સંરક્ષણ મંત્રાલયમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તે સિવાય ન્યૂ કેસલ, સ્વિન્ડન, લિવરપૂલ અને લંડનમાં પણ લોકો મંદિરમાં ગયા હતા.