સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અો

    નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો, સ્થાનિક એમપી ગેરેથ થોમસ, હેરોના મેયર રેખાેબનશાહ, "ગુજરાત સમાચાર"ના તંત્રી અને NCGOના પેટ્રન ચેરમેન શ્રી સીબી પટેલ, એમપી માટેના ઉમેદવાર અને GLA સદસ્ય નવિનભાઇ શાહ, એમપી માટેના ઉમેદવાર અમિત જોગીયા, કાઉન્સિલના નેતા સચીનભાઇ, પીજી પટેલ, કાઉન્સિલર્સ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    જે બાપને ખભે ચઢી દુનિયા જોઇ એન

    પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા તો પિતા પાસે સંયમ છે,બહારથી કઠોર-કડક દેખાતો બાપ દીકરીને પારકે ઘેર વળાવે ત્યારે ભાગી પડે છે. જે દીકરા-દિકરીએ બાપને ખભે બેસી જગતને જોયું હોય એ ઘર-કુટુંબના "બાગબાન"ના ઋણને કેવી રીતે વિસરી શકાય?! પશ્ચિમી સંસ્કૃતિએ વરસે એકવાર જનેતાનું ઋણ અદા કરતો માર્ચ મહિનો માતૃશક્તિને અર્પણ કર્યો છે એવી જ રીતે કેલેન્ડરમાં જૂન મહિનો પિતૃવંદના માટે અંકિત કરેલો છે.

    બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે.

    BAPS સ્વામીનારાયણ

    BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર, તા. ૨૩ મેએ ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના ધારી ગામે ૨૩ મે ૧૮૯૨ના રોજ જન્મેલા યોગીજી મહારાજે પોતાના સાધુત્વ, સમર્પણ, બાળક જેવી નિર્દોષતા, નિઃસ્વાર્થ સ્નેહ, પ્રસન્ન અને આકર્ષક વ્યક્તિત્વ થકી યુવાનો અને વડીલોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આ પ્રસંગે ડોઈચ બેંક, યુકેના મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ ઈક્વિટીઝ ફોર એશિયા પેસિફીક શ્રી દીક્ષિતભાઇ જોશીનું નીસડન મંદિરના કોઠારી સ્વામી યોગવિવેક સ્વામીએ પુષ્પમાળા પહેરાવીને સન્માન કર્યું હતું.

    આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી આંકડાઅો મુજબ ગુજરાતમાં ૧ વર્ષમાં કુલ ૧,૫૨૧ મેળાઓ થાય છે! એટલે કે રોજના ચાર મેળા. પરંતુ બ્રિટનમાં ગણ્યા ગાંઠ્યા મેળાઅો થાય છે અને તેમાં સૌથી પહેલા નંબરે આવે છે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા દર વર્ષે થતો આનંદ મેળો.

    ૮મી જૂને વોટ આપવા જરૂર જજો...

    બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે પક્ષે તેને પારખીને બે મોખરાના પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીમાં પણ ભારતીય અને ગુજરાતી મતદારોની લાગણી અને માગણી પર ખૂબજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેનું ઉદાહરણ છે કોન્ઝર્વેટીવ પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમદવાર અમિત જોગીયા અને લેબર દ્વારા પસંદ કરાયેલ ઉમેદવાર નવીનભાઇ શાહ.

    સિતારાઓને સંગ એશિયન વોઈસ ચેરિ

    એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને પોંખવાની સલૂણી સાંજના આ ભવ્ય સમારંભમાં બોલિવૂડની અભિનેત્રી અને મનમોહક મોડેલ જેક્વેલિન ફર્નાન્ડીસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જેક્વેલિનને ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષના એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સમાં ચેરિટી ઓફ ધ યરનો એવોર્ડ એન્ક્ઝાઈટી યુકેના ફાળે ગયો હતો.

    આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ કરવી એ કોઇ ભિક્ષા કે દાન નથી, એ આપણું કર્તવ્ય છે. બાગની રખવાળી કરનાર માળી જેમ હરેક ફૂલ-પત્તીની ખૂબ જતનપૂર્વક રખવાળી કરી, દરેક ફૂલપત્તી ને ડાળીએ પાણી સિંચે એમ કુટુંબ રૂપી વાડીના હરેક છોડ, ફુલને પરિશ્રમના પરસેવા વડે સિંચી પ્રેમથી જતન કરે છે એવા "બાગબાન" રૂપી પિતાનું ઋણ અદા કરવા વર્ષનો એક દિવસ આપણા માટે ખૂબ મહત્વનો હોય છે.

    વડા પ્રધાન થેરેસા મે નીસડન સ્વ...

    વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં. તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે નિલકંઠવર્ણી મહારાજનો અભિષેક પણ કર્યો હતો. વડા પ્રધાને ૨૦૦૦થી વધુ લોકોને સંબોધ્યાં હતાં અને પ્રેરણારુપ આદર્શ બનવા માટે બ્રિટિશ ભારતીયોની પ્રશંસા કરી હતી અને બ્રિટનને વિશ્વની મહાન મેરિટોક્રસી બનાવવામાં તેમને મદદરુપ થવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

    આગામી ફાધર્સ ડે પ્રસંગે આપના લોકપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર તા. ૧૭ અને રવિવાર ૧૮ જુન - બે દિવસ માટે - સાંજે ૬-૦૦થી ડીનર સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા 'પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે' જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમનું આયોજન મેસફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે.