Search Results

Search Gujarat Samachar

પાર્લે પોઇન્ટ પર ચાર માળનું જર્જરિત વિશાળ દર્શન એપાર્ટમેન્ટ સાતમી મેએ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ રહીશ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ ફ્લેટનો કાટમાળ ખસેડતાં તેમાંથી રૂ. ૩.૫ કરોડના હીરા અને રૂ....

તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે પાલીતાણામાં આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોની નિશ્રામાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓએ ઈક્ષુરસથી પારણા કર્યાં હતાં. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે...

બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી પર ૮મી મેએ મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ૪ તસ્કરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા.ઢસા ગામના સ્વામીનારાયણ ગુરુકુળમાં...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવમીએ ધો. ૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે. આ રિઝલ્ટ ગત વર્ષની સરખામણીમાં ૧.૦૯ ટકા નીચું છે. ધો. ૧૨ સાયન્સના છેલ્લા સાત વર્ષના પરિણામમાં આ વખતે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. સાયન્સ...

પંજાબના પટિયાલામાં શહીદ થયેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લટુડા ગામના મહેશભાઇ છગનભાઇ ટમાલિયાના મૃતદેહને આઠમીએ વતન લવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા છેલ્લા વીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા....

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશના ચાર ન્યાયમૂર્તિઓની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ભલામણ કરી હતી. જુદી જુદી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક માટે પસંદ થયેલા ચાર પૈકીમાં બે ગુજરાત હાઇ કોર્ટમાં ન્યાયમૂર્તિ પદે રહી ચૂકેલા સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ અકીલ...

બમરોલીમાં પરેશ (નામ બદલ્યું છે) ૮મી મેએ રાત્રે ઘરની બહાર સૂતો હતો ત્યારે તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા. પરેશને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરેશ પર તેની વૃદ્ધ માતાએ જ હુમલો કર્યો હતો. ખટોદરા...

સાધિકાઓ સાથે કામલીલા અને પાપલીલા કરનારા બળાત્કારી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સુરતની લાજપોર જેલમાં બંધ સાંઇને નવમી મેએ જેલમાં કામગીરી સોંપવામાં આવી હતી. જેલસત્તાએ આ કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું. નારાયણને...

લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૩મી એપ્રિલે તારીખે આણંદ બેઠકના ધર્મજ ગામના બુથ નંબર ૮ પર બોગસ વોટિંગની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે ચૂંટણી પંચ  હરકતમાં આવ્યું હતું અને ૧૨ તારીખે પુનઃ મતદાન યોજાયું હતું. ૧૨મી મેએ સરેરાશ ૭૮.૮ ટકા મતદાન થયું હતું. પુનઃ મતદાન...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના નડિયાદ નજીક હઠીપુર નાળા પાસે દસમીએ સવારે એક સ્વિફ્ટ કાર પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર રાજસ્થાનની ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક ઈજાગ્રસ્તને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. મુસાફરો મુંબઈથી...