Search Results

Search Gujarat Samachar

એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઓટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમના માર્ગો પર દોડતી થઈ જશે. કંપનીએ...

તાજેતરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો. એક ગુજરાતી બહેન બસમાં હેરોથી મુસાફરી કરી રહ્યાં હતાં. એમની બાજુમાં બે ઇસ્ટર્ન યુરોપિયન બહેનો બેઠી હતી. શરુમાં એકદમ મૈત્રીભર્યો વ્યવહાર કરી વિશ્વાસ ઉભો કરી ધીરે રહી એ બહેનના હાથમાં એક ચિઠ્ઠી સરકાવી. 

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ભુજના માંડવીમાંથી બે જણાને રૂ. એક કરોડની કિંમતના બ્રાઉનસુગર સાથે રવિવારે ઝડપી લીધા હતા. બંને આરોપી માંડવીમાં ડિલિવરી આપવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરોડની કિંમત...

બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર...

કચ્છના નલિયા સેક્સકાંડની તપાસકર્તા જસ્ટિસ એ. એલ. દવે કમિશનનો રિપોર્ટ ૨૬મીએ વિધાનસભામાં રજૂ થયો હતો. ઓગસ્ટ ૨૦૧૫થી નવેમ્બર ૨૦૧૬ વચ્ચે કચ્છમાં યુવતી પર ભાજપના સ્થાનિક નેતા-કાર્યકરોએ વારંવાર ગેંગરેપની ઘટના બહાર આવી હતી. તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું...

અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વન્ય પ્રાણીઓ માનવવસ્તી તરફ દેખાતાં પ્રજાજનોમાં ગભરાટ ફેલાયો છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાના સમાચારથી રોડ પરથી પસાર થતા રાહદારીઓમાં ભારે ફફડાટ વધ્યો છે. રાહદારીઓએ વાઘ જોયો હોવાની વાત વહેતી...

આઇઆઇએમ અમદાવાદના રિટાયર્ડ પ્રોફેસર અને ફાઉન્ડિંગ ફાધર વસંત મોટેનું ૯૩ વર્ષની વયે ૨૫મીએ ઝાયડસ હોસ્પિટલમાં નિધન થયું હતું. વસંત મોટે પ્લાનિંગ ઓફિસર તરીકે કેલિકો મિલમાં કામ કરતા હતા. ૧૯૬૨માં આઇઆઇએમ અમદાવાદમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા હતા અને ૧૯૯૩માં...

દિનેશ હોલમાં ૨૪મીએ ૧૫૯મા ‘ઈન્કમટેક્સ ડે’ની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારોહમાં રાજ્યમાં પ્રામાણિકતાથી સૌથી વધુ ઇન્કમટેક્સ ભરનાર કરદાતા તરીકે રાવજીભાઈ મથુરભાઈ પટેલનું સન્માન કર્યું હતું.

હરિયાણવી ગાયિકા સપના ચૌધરીના પગલે ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. ‘ચાર-ચાર બંગડી’ અને ‘લહેરીલાલા’ જેવા ગીતોથી કિંજલ દવે ખૂબ લોકપ્રિય બની છે. 

અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે એક ફૂડ ફેસ્ટિવલમાં ખુલ્લેઆમ ગોળીબાર થતાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં અને ૧૧ને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. દક્ષિણ ફ્રાંસમાં પણ ગોળીબારની ઘટનાએ ૩ લોકોનો ભોગ લીધો છે.