ચાર બંગડી ફેમ કિંજલ દવે ભાજપમાં

Wednesday 31st July 2019 07:40 EDT
 

ગાંધીનગરઃ હરિયાણવી ગાયિકા સપના ચૌધરીના પગલે ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. ‘ચાર-ચાર બંગડી’ અને ‘લહેરીલાલા’ જેવા ગીતોથી કિંજલ દવે ખૂબ લોકપ્રિય બની છે. કિંજલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવીની પક્ષમાં આવકારી હતી. કિંજલે આ સાથે ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લઈને મોબાઈલથી મિસ્ડ કોલ આપીને ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter