મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    નખને બનાવો આકર્ષક વિવિધ નેઇલ આ...

    પૌરાણિક યુગથી માંડીને આધુનિક યુગ સુધી મહિલાઓ શૃંગાર માટે સોળ શણગાર અને તેના સાધનોનો ઉલ્લેખ થતો આવ્યો છે. શણગારની રીત અને સાધનોમાં આધુનિક યુગ પ્રમાણે પરિવર્તનો આવ્યાં છે, પણ અંતે તો પરિવર્તન પણ શણગાર કરવાને સરળ બનાવવા માટે જ થયાં હોય છે. આજ સુધી શરીરના જુદા જુદા અંગો નાક, કાન, હાથ, પગ, આંગળીઓ, કપાળ, કમર માટે શણગાર પ્રચલિત છે. અત્યાર સુધી હાથ કે પગની બધી જ આંગળીઓનાં નખને એક જ રંગની નેઇલ પોલિશથી સજાવવામાં આવતાં. હવે નખને પણ અલગ અલગ નેઈલ પોલિશ કરવામાં આવે છે અને નખ માટે પણ સ્પેશ્યલ ઘરેણાં માર્કેટમાં મળી રહે છે. ભારતમાં આજકાલની મહિલાઓને મેનિક્યોરનો ઘણો શોખ છે.

    સેરેના વિલિયમ્સઃ સૌથી વધુ કમા

    મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સ રશિયાની મારિયા શારાપોવાને પછાડી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

    રશિયાથી આયાત થયેલી ફેશનઃ કુલો

    કુલોત પેન્ટ્સ નામ તો સુના હોગા? રશિયન વોર વિશે જો માનુનીઓએ વાંચ્યું કે સાંભળ્યું હશે અથવા રશિયન વોરની ફિલ્મો જોઈ હશે તેમને ચોક્કસ કુલોત પેન્ટ્સનો અંદાજ હશે. કુલોત પેન્ટ્સ અત્યારે ધ મિડલ લેન્થ પ્લાઝો, જમ્પ સુટ અને સ્પ્લિટ સ્કર્ટ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના પેન્ટ્સને તમે રિબોન્ડ ફેશન પણ કહી શકો છો.

    ઊડી ગયેલા બલ્બથી દીપાવો ઘર...

    સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરે ત્યારે એવી ઘણી વસ્તુઓ હાથમાં આવે કે જે સીધી કચરાપેટીમાં પધરાવી દેવાની હોય. ઊડી ગયેલા બલ્બના ગોળાનો પણ એમાં સમાવેશ થાય છે, પણ હાઉસ ડેકોરેટર્સ કહે છે કે ઊડી ગયેલા બલ્બનો થોડું શાણપણ વાપરીને ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકાય.

    જાપાનીઝ સ્ટોન જ્વેલરીનો જલવો...

    જાપાનીઝ પથ્થરને સોના, ચાંદી, તાંબા કે પંચધાતુમાં જડીને જ્વેલરી બનાવવાનો ખાસ ટ્રેન્ડ હાલમાં જોવા મળે છે. ખાસ કરીને વ્હાઈટ અને ઓફ વ્હાઈટ કલરના જાપાનીઝ પથ્થરોની સારી એવી માગ દેશવિદેશમાં રહે છે.

    ફ્રૂટથી મેળવો સુંદરતા...

    ફળ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાથી દરેક ઘરમાં સામાન્ય રીતે તેનું ઓછાવત્તા અંશે સેવન થતું જ હોય છે. આ ફળો મહિલાઓને અને યુવતીઓને સુંદરતા બક્ષવા માટે પણ ઉપયોગી હોય છે. આવા જ કેટલાક ફળોની વિશેષતા અહીં દર્શાવવામાં આવી છે. ખાસ કરીને લીંબુ, સ્ટ્રોબેરી, કેળાં અને પપૈયું સૌંદર્ય નિખારવામાં ખૂબ ઉપયોગી બને છે. 

    સ્ત્રી પુરુષોનાં વેતનમાં અસમ

    વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વૈશ્વિક સ્તરે કરેલા પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવ અંગે એક સર્વેક્ષણ બાદ આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કામના સ્થળે ભેદભાવને સમાપ્ત કરવા માટે હજુ પણ ૮૦ વર્ષ જેટલો સમય લાગશે. ગ્લાસડોરના એક સર્વેક્ષણમાં એવું ટાંકવામાં આવ્યું છે કે, મહિલાઓ અને પુરુષોના વેતનમાં સમાનતા હજુ પણ ઘણી મોટી ચર્ચાનો વિષય છે. વૈશ્વિત સ્તરે પણ આ અંગે ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે. પુરુષો અને મહિલાઓ વચ્ચેના વેતનમાં અસમાનતા અંગેની જોરદાર ચર્ચાઓ વચ્ચે વિકસિત દેશોના મોટા ભાગના લોકોનું માનવું છે કે, તેમના વેતનમાં કોઇ અંતર હોતું નથી.

    છૂટાછેડા પછી પોલીસમાં નોકરી ક

    મૂળ પંજાબી મનદીપ કૌરની આ વાત છે. ૧૯૮૬માં તેનાં લગ્ન થયાં અને એક વર્ષ બાદ છૂટાછેડા. બાળકો છૂટી ગયાં. ત્યાર પછી ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા ગયાં. ત્યાં જે મળે તે છૂટક મજૂરીનાં કામ કરવાની સાથે બાળકોની કસ્ટડીની લડાઇ લડતા રહ્યાં. એ પછી ન્યૂ ઝીલેન્ડ પહોંચ્યાં. વર્ષ ૨૦૦૪માં પોલીસમાં પસંદ થયાં. ન્યૂ ઝીલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એથનિક લાયઝન ઓફિસર મનદીપને દક્ષિણ એશિયાના પરિવારોના ઝઘડાના કેસો ઉકેલવાનું કામ સોંપ્યું છે. તેના માટે મનદીપે અનોખી રીત અપનાવી છે. ભાંગડા દ્વારા અંતર દૂર કરવાનું.

    જપમાળા બની છે ફેશન એક્સેસરી...

    ભારત સરકારનું કેમ્પેઈન સ્ટાર્ટઅપ ઇન્ડિયા બનારસની એક્સેસરી ડિઝાઈનર મહિલાઓનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બન્યું છે. કાશીના ગામની મહિલાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કારણે આત્મનિર્ભર બની રહી છે. જપમાળાના કારોબારને સ્ત્રીઓએ કાશીમાં નવી ઓળખ આપી છે. નજીવી મૂડી સાથે શરૂ થયેલો જપમાળાનો બિઝનેસ આજે કરોડોના ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. ત્યાં સુધી કે વિદેશોમાં પણ જપમાળાનો ઓનલાઈન બિઝનેસ થાય છે.

    તણાવભર્યા અને વ્યસ્ત જીવનથી મ

    યુએસમાં મહિલાઓના સગર્ભા થવા બાબતે થયેલા એક સંશોધનમાં દાવો કરાયો છે કે તણાવભરી અને વ્યસ્ત જીવનશૈલી મહિલાઓની પ્રેગ્નન્સીને અસરકર્તા સાબિત થાય છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે સીધી અસર મહિલાઓના પિરિયડની સાયકલ પર પડે છે. આ સંશોધન યુએસની હાર્લે સ્ટ્રીટ ફર્ટિલિટી ક્લિનિક દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.