મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઈઝરાયલ આર્મીમાં ગુજરાતની દીક

    ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરાયું છે. જેની આર્મીથી ભલભલા શક્તિશાળી દેશો અને આતંકીઓ પણ ધ્રૂજે છે તેવા ઈઝરાયલના આર્મીમાં ગુજરાતની દીકરીનું સિલેક્શન થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા ત્રીસ વર્ષથી ઈઝરાયલમાં સ્થાયી થયેલા અને માંગરોળના જીવાભાઈએ જણાવ્યું કે, મારી પુત્રી નિશા મુલ્યાશિયા મે મહિનાથી ઈઝરાયલના આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં જોડાશે. કાયદા અનુસાર, દેશના નાગરિકને ૧૮ વર્ષની ઉંમર બાદ આર્મીમાં ચાર વર્ષ સેવા આપવી જરૂરી હોય છે. આર્મીમાં જોડાયાની ખુશી વ્યક્ત કરતાં નિશાએ કહ્યું કે, મારે મેડિકલમાં આગળ વધવાની ઈચ્છા છે પણ આર્મીમાં જોડાવવાની પણ ખુશી છે. આર્મીનું શિસ્ત જીવન ઘણું શીખવાડે છે.

    સંતાનોની બાબતમાં ભારતમાં અત્યાર સુધી ‘હમ દો, હમારે દો’ની નીતિ હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તો ભારતીય દંપતીઓએ જાણે હમ દો, હમારા એકની સ્વૈચ્છિક નીતિ અમલમાં મૂકી છે. બીજી તરફ, ચીનમાં તો ઘણાં સમયથી માત્ર એક બાળકને જન્મ આપવાનું સરકારી ફરમાન છે. વિશ્વભરમાં સ્ત્રીઓનો પ્રજનન દર ઘટતો જાય છે ત્યારે યુગાન્ડાની એક સ્ત્રી ૪૪ બાળકો (જીવિત ૩૮)ની માતા હોવાની વાત કરીએ તો સામેવાળાનું મોં અચંબાથી પહોળું થઈ જાય તેમાં નવાઈ નથી. આ વાત વિશ્વની સૌથી ફળદ્રૂપ મહિલા યુગાન્ડાની ૩૯ વર્ષીય મરિયમ નાબાતાન્ઝીની છે.

    ઓલ્ડ સાડીનો ગોલ્ડન ઉપયોગ...

    ઘણી વખત એવું બને છે કે આપણી જૂની સાડી આપણને ફેંકી દેવી પણ ગમતી નથી અને તે પહેરી શકાય એવી પણ હોતી નથી. અમુક સમય થાય એટલે સાડીની નવી ફેશન આવતી જાય એમ જૂની સાડીને આપણે એક બેગમાં પેક કરીને મૂકી દેવાનો વારો આવે છે. પરિણામ એ આવે છે કે તે વર્ષો સુધી તે બેગમાં રહીને સડી જાય છે. આ એવી જ સાડીઓ છે જેની પાછળ આપણે કેટલાય પૈસાનો ખર્ચ કર્યો હોય છે, પણ હવે જો જૂની સાડીઓ પડી રહી હોય તો તમે તે જૂની સાડીને પણ ઘર સજાવટમાં વાપરીને તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. જૂની સાડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. આમ કરવાથી જૂની સાડીનો ઉપયોગ પણ થઇ જશે અને તમને સજાવટ માટે નવી વસ્તુ પણ મળી જશે. હવે જૂની સાડીને તમે કઇ રીતે શામાં શામાં ઉપયોગમાં લઇ શકશો તેના ઉપર એક નજર કરીએ.

    ચહેરાને સૂટ થાય એવા સનગ્લાસ પસ...

    પોલ્યુશન ભરેલી જિંદગીમાં તમારી આંખોનું ગ્લેરથી રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આંખોને રક્ષણ મળી રહે અને કચરો નુકસાન કરી ન કરે તે માટે કેટલાય પ્રકારના ગ્લાસિસિ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો તમે નોકરી કરતા હો તો તમારે નુકસાનકર્તા યુવી કિરણોને ફિલ્ટર કરે એવા સનગ્લાસિસ પસંદ કરવા આવશ્યક છે. જોકે કેટલાક લોકો સ્ટાઇલ માટે તો કેટલાક પોતાના કાર્યસ્થળના હિસાબે આંખોને સુરક્ષિત રાખવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે.

    કેટલિન માટે દરેક સવાર છે નવી ન

    આજે આખી દુનિયા ભલે ૨૦૧૯માં જીવી રહી હોય, પરંતુ ૧૬ વર્ષની કેટલિન હજુ ઓક્ટોબર - ૨૦૧૭માં જીવે છે. જાણે તેના માટે સમય થંભી ગયો છે - ૧૨ કલાક પૂરતો સીમિત થઇ ગયો છે. સવારે તેની આંખ ખૂલે છે ત્યારે તેને યાદ નથી હોતું કે આજે કઇ તારીખ છે, અઠવાડિયાનો કયો વાર છે, વર્ષનો કયો મહિનો છે અને તેની સ્કૂલનું કયું સેશન ચાલી રહ્યું છે? 

    ઈન્ટરનેટથી ઝડપથી બદલાય ફેશનન

    જૂના જમાનામાં પેરિસને ફેશનહબ ગણાવમાં આવતું. જોકે. પ્રાંત પ્રમાણે ફેશન યથાવત રહેતી તેમાં સગવડિયા ફેરફાર દેશવિદેશથી આયાત થતાં તે ફેરફારો વચ્ચેનો ગાળો બહુ લાંબો રહેતો. જૂનો જમાનો અને જૂના જમાનાના લોકો ફેશન બાબતે સ્લો મોશનમાં આગળ વધી રહ્યા હોય એવું અત્યારે તો લાગે. આ નવા જમાનામાં નવી પેઢી જોકે ઈન્ટરનેટ સાથે ખૂબ ઝડપી દોડી રહી છે. ફેશનના પણ નાનામાં નાના ઉદ્યોગથી માંડીને સ્પેસ ટેક્નોલોજી સુધી બધે જ ફૂલ સ્પીડમાં ફેરફાર આવે છે. દેશના નાના ગામ કે શહેરો સુધી પણ ફેશન ફંડા એકદમ ઝડપથી પહોંચી રહ્યા છે.

    ટચૂકડા વિમાનમાં ઇતિહાસ સર્જ્

    ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર ઓળંગવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ માટે આરોહીએ નાનકડું ટુ-સિટર વિમાન વાપર્યું હતું. માત્ર ૪ હજાર કિલોગ્રામ વજન ધરાવતા આ સિંગલ એન્જિન વિમાનને ‘માહી’ નામ અપાયું હતું.

    બ્યુટી ટ્રીટમેન્ટઃ કેટલી સુર

    આજકાલ સહુ કોઇને સર્વાંગ સુંદર શરીરનું ઘેલું લાગ્યું છે. કેટલીક સ્ત્રીઓ આ માટે ઘરગથ્થુ ઇલાજ-ઉપચાર અજમાવે છે તો કેટલાંક વળી અંતિમ વિકલ્પ રૂપે કોસ્મેટિક સર્જરીનો પણ સહારો લે છે. સુંદર સુડોળ શરીરનો મોહ રાખવામાં ખોટું કંઇ નથી, પણ આ માટે આંધળી દોટ મૂકવાનું જોખમી પુરવાર થઇ શકે છે.

    જૂના ફૂટવેરથી કંટાળ્યા હોય તો...

    સામાન્ય રીતે યુવતીઓને નીતનવા ચંપલ પહેરવાનો શોખ હોય છે. શૂઝ, હાઈ હિલ, ફ્લિપ ફ્લોપ, સ્લીપર્સ, સ્પોર્ટ્સ શૂઝ મોજડી વગેરે વગેરે. પ્રસંગ પ્રમાણે તમને મનગમતા ચંપલ પહેરવા મળી રહે એ માટે જોકે તમે તમારા ચંપલ હવે પોતે જ સજાવી શકો છો. એ પણ ઘરમાં હાથવગી વસ્તુઓ હોય તેનાથી તમે ચંપલને નવું લૂક આપી શકો છો. ખાસ કરીને કોલેજ જતી યુવતીઓને રોજ મેચિંગ અને જુદાં જુદાં ફૂટવેર પહેરવાનો બહુ જ શોખ હોય છે. જોકે અનેકવાર વધુ ફુટવેર હોવાને કારણે યુવતીઓ પાસે દરેક પ્રકારના જૂતા પહેરવાનો સમય નથી રહેતો અને તે પડ્યા પડ્યા જૂના થઈ જાય છે. ત્યારે મોટાભાગની યુવતીઓ તેને ફેંકી દે છે. તમારે હવે આ ફૂટવેર ફેંકવાની જરૂર નથી.

    સેલિબ્રિટીથી માંડીને સામાન્ય...

    સામાન્ય કોઈ પણ કપડામાં અત્યારે ટપકાંની ડિઝાઈન બહુ જ પ્રચલિત છે. ઝીણા - મોટાં ટપકાં કાપડ કે આઉટફિટ પર હોય તેને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પોલ્કા ડોટ્સના નામે ઓળખાય છે. પોલ્કા ડોટ્સની ફેશન ઇ.સ. ૧૯૨૬થી અમેરિકામાં શરૂ થઈ હતી. મિસ અમેરિકાનો ફોટો પોલ્કા ડોટ સ્વિમસૂટમાં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૮માં ડિઝનીએ મિની માઉસને બ્લેકમાં વ્હાઈટ એન્ડ લાલ પોલ્કા ડોટ ડ્રેસમાં મેચિંગ બો સાથે રજૂ કરી હતી. ઇ. સ. ૧૯૩૦ સુધીમાં અમેરિકાભરમાં પોલ્કા ડોટ્સના ડ્રેસ ફેશન-સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગયા હતાં.