લેસ્ટશાયરમાં રહેતી ૧૫ વર્ષની મેટી હેટોનને બ્રેઇન ટ્યુમર છે. લોકડાઉન પછી મેટીને કોઇ મળી શકતું નહોતું. તેની જિંદગી માત્ર હોસ્પિટલ અને ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી. મેટીને ૨૦૧૬માં પ્રથમ વખત બ્રેઇન ટ્યુમર ત્રીજી વખત પાછું આવ્યું છે. આ દરમિયાન મેટીનાં આન્ટીએ તેને આત્મવિશ્વાસમાં વધારો કરવા હાથેથી લખીને પત્ર મોકલ્યો હતો. આ પત્ર વાંચીને મેટીના ચહેરા પર સ્મિત આવી ગયું. મેટીને પત્ર વાંચીને મજા આવી તે સાંભળીને આન્ટી ઉત્સાહિત થઇ ગયા. આન્ટીએ સોશિયલ મીડિયા પર મેટીને પત્ર મોકલવા લોકોને અપીલ કરી. આન્ટીની અપીલ પછી દુનિયાભરમાંથી લોકો મેટી માટે પ્રેમભર્યા સંદેશા મોકલી રહ્યા છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
દરેક વ્યક્તિને પોતાના વાળ સ્વસ્થ સુંદર અને ચમકદાર હોય તે પસંદ હોય છે. વાળની માવજત માટે સૌથી મહત્ત્વની તેલમાલિશ હોય છે. માર્કેટમાં પણ કેટલીય પ્રકારના હેરઓઈલ મળી જ રહે છે, પણ તમે વાળની સંભાળ માટે જાતે પણ તેલ બનાવી શકો છો. રોજ તો વાળમાં તેલ નાંખવું આ ઝડપી જીવનમાં અશક્ય છે, પણ સપ્તાહમાં ત્રણ દિવસ તેલ માલિશ કરો તો વાળ સ્વસ્થ રહી શકે છે. ઘરે જ માથામાં નાંખવાનું તેલ બનાવવાની અહીં પાંચ જેટલી પદ્ધતિ આપી છે. આ પાંચેય હેરઓઈલ માટેની સામગ્રીઓ પણ સહેલાઈથી મળી રહે તેમ છે અને પદ્ધતિ પણ ખૂબ જ સહેલી છે.
ગુજરાતના ૩ શિક્ષકોની પસંદગી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઇ છે, જેમાં શહેરની સેકન્ડરી સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડના ધો. ૯ અને ૧૦માં ગણિત - વિજ્ઞાનના વિષય સાથે વિદ્યાર્થીઓને ડાન્સની તાલીમ આપતા શિક્ષક સુધાબહેન જોષીની પસંદગી થઇ છે.
ગણેશોત્સવમાં ચોકલેટના ગણપતિ બનાવીને તેનું દૂધમાં વિસર્જન કર્યા પછી એ દૂધ બાળકોને આપવાના ઉદાહરણ જાણીતા બન્યા છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે સુરતમાં એક મહિલા તબીબ ડો. અદિતિ મિત્તલે સૂકામેવાના ગણપતિની મૂર્તિઓ બનાવી છે. ડો. અદિતિ કહે છે કે ગણેશ વિસર્જન બાદ આ મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રાયફ્રૂટ્સને કોવિડ-૧૯ના દર્દીઓમાં વહેંચી દેવાશે.
સગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓને કેફિનનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ રહી છે કારણકે તેના વપરાશનું કોઈ સલામત સ્તર નથી અને થોડી માત્રામાં ઉપયોગથી પણ મિસકેરેજ-કસુવાવડનું જોખમ રહે છે તેમ આઈસલેન્ડની રેક્યાવિક યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે. જોકે, વર્તમાન ભલામણ એવી છે કે મહિલાએ રોજના ૨૦૦ મિ.ગ્રામ કરતાં વધુ કેફિન લેવું ન જોઈએ.
આપણાં બધાંના વોર્ડરોબમાં ઢગલાબંધ કપડાં હોય છે, પરંતુ આપણને હંમેશાં એવું જ લાગે છે કે પહેરવા માટે કપડાં જ નથી. કોઈ ફંકશન કે પાર્ટીમાં જવાનું હોય ત્યારે મૂંઝવણ થાય કે શું પહેરવું? કેટલાક ડ્રેસ તો આપણે પહેરતાં જ નથી તો કેટલાક ડ્રેસ ઘણી વાર પહેર્યા હોવાથી હવે પહેરવાનું મન થતું નથી. તો વોર્ડરોબમાં કેટલાક જૂનાં કપડાં પણ હોય છે. ઘણાં કપડાં સાથે સેન્ટીમેન્ટલ વેલ્યુ જોડાયેલી હોય તો કેટલાંક મોંઘાં હોવાથી કાઢી નાખતાં જીવ ચાલતો ન હોય. આ બધા પ્રશ્નોનો એક જ ઉપાય છે - એમાંથી જ નવા આઉટફિટ બનાવવાનો. જો તમે કંઈક નવું કરવાના મુડમાં હો તો આ આઇડિયાઝ જરૂર ટ્રાય કરો...
આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બનીને ચાંદ સુધી પહોંચવા સક્ષમ બની છે ત્યારે અતિ પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની આ વાત સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. પાટડીના વતની એવા દલિત પરિવારની પુત્રવધુએ સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનીને રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરવાની સાથે રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
આજે વિશ્વમાં થ્રી-ડી પ્રિન્ટર ટેકનોલોજી એટલી લોકપ્રિય બની છે કે ઉત્પાદનના દરેક ક્ષેત્રે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે નજીકના ભવિષ્યમાં ગૃહિણીઓ થ્રી-ડી પ્રિન્ટેડ જ્વેલરી પહેરતી જોવા મળે તો નવાઈ નહીં, વિદેશોમાં તો તેની શરૂઆત પણ થઈ ગઈ છે.
કેટલાંક આઉટફિટ એવાં હોય છે કે તેની ફેશન ક્યારેય જૂની થતી જ નથી. જેમ કે ડંગરી. ડંગરીની ફેશન ક્યારેય જૂની નથી જ થતી. જોકે ડંગરીમાં પણ હવે કેટલાક વેરિએશન જોવા મળે છે. પહેલાં ડંગરી જીન્સની જ મળતી હતી, પણ હવે તેના મટીરિયલમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત તેમાં ઘણી નવી નવી ડીઝાઇન ઉપલબ્ધ છે. જેમ કે ડંગરી પેન્ટ્સ, ડંગરી સ્કર્ટ, ડંગરી શોર્ટ્સ, ડંગરી કેપરી, ડંગરી વનપીસ ફ્રોક વગેરે વગરે. હવે જો તમે ફુલ ડંગરી સ્ટાઇલ ન પહેરવા માગતા હો તો ડંગરી બેલ્ટમાં પણ જીન્સ, સ્કર્ટ અને શોર્ટ્સ ઉપલબ્ધ છે. આમાં માત્ર જીન્સ, સ્કર્ટ કે શોર્ટ્સ સાથે માત્ર બેલ્ટ જ જોઈન કરવામાં આવે છે.
યુનાઈટેડ કિંગ્ડમની બેકેહ સ્ટોનફોક્સની કળા હાલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. ૪૫ વર્ષીય બેકેહ કાગળના નાના-નાના ટુકડાઓનો ઉપયોગ કરીને આર્ટિસ્ટિક ક્રાફ્ટ તૈયાર કરે છે. તેણે આ રીતે કેટલાય લોકોનાં ચહેરાનું ક્રાફ્ટ તૈયાર કર્યું છે. જોકે આ પોટ્રેટ આર્ટ તે ઘણા લાંબા સમયથી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તે ખૂબ પ્રખ્યાત બની છે. બેકેહ કાગળની ક્લિપિંગ્સની ચોટલી ગૂંથીને કોઈ પણ ચહેરો અથવા આકૃતિ બનાવી શકે છે. રંગીન કાગળથી બનેલા બેકેહના પોટ્રેટ આર્ટની ખાસિયત એ છે કે તેની કૃતિઓ દિવસના ઓછા-વત્તા પ્રકાશ પ્રમાણે - સૂર્યપ્રકાશ પ્રમાણે રંગ બદલે છે. બેકેહની કૃતિઓની ખાસિયત એ છે કે તે થ્રીડી ટેક્નોલોજીથી પ્રેરિત છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની તીવ્રતાને આધારે આર્ટ પોતાનો રંગ બદલે છે. તેમાં ક્યારેક શાઈનિંગ તો ક્યારેક હળવા રંગ જોવા મળે છે.
