ફિનલેન્ડમાં ૧૬ વર્ષની વિદ્યાર્થિની એવા મૂર્તો ૭મી ઓક્ટોબરે એક દિવસ માટે ફિનલેન્ડની વડાં પ્રધાન બની હતી. મહિલાઓ માટેના એક અભિયાનના ભાગરૂપે ફિનલેન્ડના વડાં પ્રધાન સેના મરિને તેમની ખુરશી મૂર્તોને સોંપી હતી. મૂર્તો માટે વડાં પ્રધાન તરીકેનો દિવસ રોમાંચક હતો. તે હજી સંસદના પગથિયાં ચઢી રહી હતી ત્યાં જ મીડિયાએ તેને આવકાર આપ્યો હતો. ફિનલેન્ડમાં ક્લાઈમેટ ચેન્જ અને માનવાધિકારના મુદ્દાઓ પર અભિયાન ચલાવનારી ૧૬ વર્ષીય એવા મૂર્તોને ૭મી ઓક્ટોબરે એક દિવસ માટે વડાં પ્રધાન બનાવાઈ હતી. દેશમાંથી લિંગભેદનો અંત લાવવાના એક અભિયાન હેઠળ એવાને આ સન્માન અપાયું હતું. આ સન્માન આપવા દુનિયાના સૌથી યુવા વડાં પ્રધાન સના મરીન (ઉં ૩૪)એ એક દિવસ માટે તેમનું પદ છોડ્યું હતું. એક દિવસના વડાં પ્રધાન બનેલી મૂર્તોએ રાજનેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ટેક્નોલોજીમાં મહિલાઓના અધિકારો અંગે વાત કરી હતી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
મહિલાઓ જ્યારે બોલે છે ત્યારે પુરુષો તેની વાત કાપી નાંખે છે. પોતાના ઊંચા હોદ્દાનો અહેસાસ કરાવીને અને પોતે વધુ શક્તિશાળી હોવાનો દેખાવ કરીને સ્ત્રીઓને રોકે - ટોકે છે. એક રિસર્ચમાં આ તારણ મળ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ચર્ચા બાદ આ મુદ્દો ગરમાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની ડિબેટમાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ દ્વારા ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને વારંવાર ટોકવાથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો ગરમાગરમ વિષય બની ગયો છે.
વિખ્યાત મેગેઝિન ‘ટાઇમ’ દ્વારા તૈયાર કરવામાં આવેલી નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં ગુજરાતની માનસી જોશીએ સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. સામયિકે માનસીનો ફોટો કવરપેજ પર પ્રકાશિત કરીને તેની પ્રતિભાને બિરદાવી છે. માનસીએ ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ટોકિયોઃ બિઝનેસ ચલાવવા માટે લોકો કેવા કેવા જાતભાતના અખતરા કરતા હોય છે તે જોવા અને જાણવા જેવું છે. જાપાનની એક હોટેલે ખાસ મહિલાઓ માટે એક ઓફર બહાર પાડી છે, જેમાં મહિલાઓ એકાંતમાં પોતાનાં દુઃખને લઈને રડી શકે છે. જાપાનના ટોકિયોમાં ધ મિત્સુઇ ગાર્ડન યોત્સુયા હોટેલે એક ગજબ ઓફર બહાર પાડીને લોકોને ચોંકાવી દીધાં છે.
સ્પેનમાં મિજસ શહેરમાં એક અબજોપતિ મહિલાએ તાજેતરમાં પોતાની આલિશાન હવેલીએ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. મહિલાએ યોજેલી ભભકાદાર ૨૦ ઓનલાઈન પાર્ટીમાં માલેતુજારો અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપ્યું હતું. કોરોનાને લીધે દુનિયાભરમાં વીડિયો કોન્ફરન્સની મદદથી રાખેલી ૨૦ મિની પાર્ટીમાં લંડન, લોસ એન્જલસ, હોંગકોંગ, કુવૈત, કતાર, દુબઈ, પેરિસ અને મોસ્કો સામેલ હતું. પાર્ટીમાં મહિલાએ ૨૧.૫ મિલિયન એટલે કે આશરે રૂ. ૨ અબજ ૬૭ લાખથી વધારે ખર્ચ કર્યો હતો. આ બર્થડે પાર્ટીમાં ૧૫૦ મહેમાનો સામેલ થયા હતા. પાર્ટીમાં સામેલ મિત્રો અને પરિવારજનોને મોંઘા ગિફ્ટ ઘર સુધી પહોંચાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, બર્થડે ગર્લે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. મહિલાએ વર્ચ્યુઅલ સેલિબ્રેશન પહેલાં ૨૦ જગ્યાઓને સેનિટાઈઝ પણ કરાવ્યું હતું. સેનિટાઈઝેશનનો બધો ખર્ચો પણ તેણે ઉપાડ્યો હતો. દરેક મહેમાનોને માસ્કની સાથે ૬૨ લાખનું ડાયમંડનું બ્રેસલેડ આપ્યું હતું. ૧૫ લાખ રૂપિયાના પાર્સલમાં મેહમાનોના ઘર સુધી ફૂડ અને ડ્રિંક મોકલ્યું હતું.
બ્રાયના હિલ લોયોલા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં ગ્રેજ્યુએશનની વિદ્યાર્થી છે. તાજેતરમાં ૩૮ માસની પ્રેગ્નન્સી દરમિયાન બ્રાયના પરીક્ષા આપવા ગઈ હતી. કમ્પ્યુટર પર બેસીને તે ઓનલાઈન પરીક્ષા આપી રહી હતી ત્યારે પ્રસવ પીડા તેને શરૂ થયું. આવી સ્થિતિમાં તેની પાસે બેઠક છોડવાનો કોઈ વિકલ્પ નહોતો. જો તે સીટ પરથી ઊભી થઈ હોત તો અધવચ્ચે પરીક્ષા છોડ્યાનો છેતરપિંડીનો આરોપ લાગી શકે તેમ હતો અને તે પરીક્ષામાં નાપાસ પણ થઈ શકે તેમ હતી.
ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેમેરાની સામે જ રહેવું પડે છે. આથી બ્રાયના પરીક્ષા આપતી વખતે સીટ પરથી ઊભી ન થઈ અને એક કલાક સુધી લેબર પેન સહન કરતી રહી. તેણે પેપર પૂરું કર્યા પછી તબીબી સારવાર લીધી. બ્રાયનાએ કહ્યું કે, પરીક્ષા આપ્યા પછી માતા અને પતિને ફોન કર્યો. પીડા તો થતી હતી, પણ પરીક્ષા છોડી નહીં. મારા પતિને જાણ કરી હતી કે, મને હોસ્પિટલ આવતા વાર લાગશે.
કીવ (યુક્રેન)ઃ આ દુનિયામાં કેવા કેવા ગજબના કિસ્સાઓ બનતા હોય છે તેનું તાજું ઉદાહરણ વાંચો. ૧૩ સંતાનો ધરાવતી ૬૫ વર્ષની એક માતાએ ફરી વાર એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે.
સમર... ત્રણ અક્ષરનું નામ ધરાવતી વર્ષની આ એક જ મોસમ એવી છે જે ભાગ્યે જ કોઈને ગમતી હશે. અંગદઝાડતી ગરમી કોને ગમે? સ્ત્રીઓને તો વળી વધુ ચિંતા. જો થોડુંક પણ ધ્યાનચૂક થયું કે ચહેરાની સુંદરતા તો જાણે દાવ પર જ લાગી જાય. જોકે આ સમસ્યાનો હાથવગો ઉપાય છે હોમમેડ ફેસ-માસ્ક.
દરેક વસ્ત્રો પર ભારે ભરતકામ કરીને તે પહેરવું શક્ય નથી. ભરતકામ કરેલાં પરિધાન મોંઘા પણ મળે છે અને તેનું વજન પણ વધી જાય છે, પણ હવે તેનો સહેલો રસ્તો મળી ચૂક્યો છે. વિવિધ પ્રકારના કાપડ અને વસ્ત્રો ઉપર મનગમતું છાપકામ કરાવીને તમે એ પોશાક પહેરી શકો છો. તમારી ઈચ્છા મુજબના ભરતકામની, તમને ગમતા કાપડ ઉપર, તમને ગમતા રંગમાં પ્રિન્ટિંગ કરાવી શકાય છે. કોઈ પ્રોફેશનલ ઈવેન્ટ અથવા કોઈ ખાસ પ્રસંગે લોકો એક જ પ્રકારના કાપડ કે વસ્ત્રો ઉપર એક જ પ્રકારની ડિઝાઈન કરાવીને તે પોશાક પહેરે છે એવો પણ હાલમાં ટ્રેન્ડ જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં દિલ્હીના બાબા કા ઢાબા વાઈરલ થયા પછી હાલમાં એેશી વર્ષનાં રોટીવાલા અમ્મા પ્રખ્યાત છે. રોટીવાલા અમ્મા આગરાનાં છે અને અમ્માને મદદની જરૂર છે. રોટીવાલા અમ્માના નામથી જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે તેમનું નામ ભગવા દેવી છે. ભગવા દેવી છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર ભોજન વેચી રહ્યા છે. તેમના પતિનું હયાત નથી. તેમને બે દીકરા છે પણ, તેને સાથે રાખતા નથી. એવામાં નાનકડું કામ જ વૃદ્ધાનો સહારો છે. કોરોનાકાળમાં તેમને ત્યાં જમવા આવતા લોકોની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થયો છે. લોકડાઉન પછી માંડ માંડ તેમનું ગુજરાન ચાલી રહ્યું છે.
