મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    આસામના સોનેરીમાં રહેતી પ્રિન્સી ગોગોઈને બંને હાથ નથી. તે પગની આંગળીથી બ્રશ પકડીને પેઇન્ટિંગ બનાવે છે. આ પેઈન્ટિંગના વેચાણથી જે આવક થાય તેનાથી તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલવા માગે છે. 

    એચડી મેકઅપ આપશે સુંદર લુક...

    નવરાત્રી ખૂબ જ નજીક છે. કોરોનાના સંકટ વચ્ચે જાહેર નવરાત્રી આયોજનોમાં તો આ વખતે નવરાત્રી ઉજવી શકાય કે નહીં, પરંતુ ઘરમાં - પરિવારમાં જ પાંચથી દસ બહેનો - દીકરીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માતાજીના ગરબા કરવા વિચારી રહી છે. આ રીતે પારિવારિક ઉજવણીમાં પણ સ્ત્રીઓ તૈયાર થવાનું ચૂકવા માગતી નથી તો આવી મહિલાઓ માટે અહીં એચડી મેકઅપની કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

    સ્પેનમાં કોરોનાગ્રસ્ત મહિલાન...

    સ્પેનના એક બિચ પરથી એક કોરોના સંક્રમિત મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ લા ઝુરીઓલા બિચ પરથી એક મહિલાને પકડીને લઇ ગઇ હતી. સ્થાનિક રિપોર્ટ અનુસાર તે મહિલા લા કોનચા બિચ પર પહેલાં લાઇફગાર્ડ તરીકે કામગીરી બજાવતી હતી. તેની સાથે કામ કરતા કર્મચારીઓએ તેને દરિયામાં સર્ફિંગ કરતી જોઇને પોલીસને માહિતી આપી હતી.

    બ્રાઝિલની મહિલાનો દરિયાના સૌ

    બ્રાઝિલની સર્ફર મહિલા મારિયા ગાબેરિયાએ સૌથી ઊંચા મોજા પર સર્ફિંગનો વિક્રમ નોંધાવ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝે તેના રેકોર્ડની સત્તાવાર નોંધ લીધી હતી. મારિયાએ જોકે આ સર્ફિંગ ૧૧મી ફેબ્રુઆરીએ કર્યું હતું, પરંતુ રેકોર્ડની પૂરતી ચકાસણી કર્યા પછી તાજતેરમાં તેની જાહેરાત કરાઈ હતી. સમુદ્રના મોજાં પર સર્ફિંગ કરવું એ સાહસિક રમત છે. સાહસિકો તેના વિક્રમો તોડવા મધદરિયે ઉતરી પડતાં હોય છે. મારિયાએ આ પહેલા ૨૦૧૮માં ૬૮ ફૂટ ઊંચા મોજાં પર સર્ફિંગ કરી દેખાડ્યું હતું. 

    નૌકાદળની ૨ મહિલા અધિકારીઓને પ

    ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓ સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરાશે. આ બન્નેને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદે સામેલ કરવા પસંદ કરાઈ છે. બીજી તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે. એક અહેવાલ પ્રમાણે, વાયુસેનાની ૧૦ મહિલા ફાઇટર પાયલટ ટ્રેનિંગ લઈ રહી છે. તેમાંથી એક ૧૭ સ્ક્વોડ્રન સાથે રાફેલ જેટ ઉડાવશે.

    હેર અને હેરસ્ટાઈલની જાળવણીનુ

    દરેક માનુનીને તેના વાળ ખૂબ જ પ્રિય હોય છે. આ વાળને ક્યારેક છુટ્ટા રાખવા તો ક્યારેક બાંધવા માટે તે તે ઘણી એક્સેસરીનો ઉપયોગ કરે છે. જોકે વાળની અનેક હેરસ્ટાઈલ સાથે તેની જાળવણી પણ જરૂરી હોય છે. આ જાળવણી અને હેરસ્ટાઈલમાં મહત્ત્વનો ભાગ ભજવે છે હેરબેન્ડ અથવા હેડબેન્ડ. આ વાળની હેરસ્ટાઈલ માટેની અને તેની જાળવણી માટેની આકર્ષક એક્સેસરી છે.

    આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપ...

    દુનિયાના અનેક દેશોમાં અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ મનાવાયો હતો. આ મહિલાઓના શરીર પર તેમના અધિકાર અંગે એક પ્રયાસ છે. આ દિવસે મેક્સિકોમાં હજારો મહિલાઓએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યાં હતાં. તેમનું કહેવું હતું કે, મહિલાઓએ ગર્ભ રાખવો કે નહીં તે નિર્ણય કરવાનો અધિકાર તેમને મળવો જોઈએ. મહિલાઓએ કહ્યું કે, કોઈ મહિલા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે ગર્ભ સંબંધિત બધી તકલીફો તેણે જ વેઠવી પડે છે એટલા માટે આ નિર્ણય મહિલાનો જ હોવો જોઈએ કે મહિલા ગર્ભ રાખવા માગે છે કે નહીં? મહિલાઓએ દેખાવ કર્યાં તેની સામે મહિલાઓને નિયંત્રિત કરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને સુરક્ષા કવચ પણ બનાવ્યું હતું.

    કોરોના મહામારીના કારણે નોકરી

    વિશ્વમાં કોરોના મહામારીએ દરેક દેશમાં આરોગ્ય સંબંધી સહિત આર્થિક, સામાજિક, માનસિક મુશ્કેલી ઊભી કરી છે. વિશ્વના અમેરિકા સહિત અનેક દેશોમાં મહિલાઓને પગાર સાથેની મેટરનિટી લિવ મળતી નથી. એવામાં કોરોના મહામારીએ મહિલાઓ માટે વધુ પરેશાની ઊભી કરી છે. નાના બાળકોની સ્કૂલ અને તેમને સાચવવાના સેન્ટર બંધ થવાને લીધે કામકાજી મહિલાઓને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં કોરોના વાઈરસ ફેલાયા પછી છપ્પન ટકા મહિલાઓએ નોકરી ગુમાવી હોવાના અહેવાલ છે. કોરોના મહામારીથી પ્રભાવિત થતાં વિષયોની લાંબી યાદીમાં મહિલાઓનો રોજગાર પણ સામેલ છે. આર્થિક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, કોરોના કાળમાં નોકરીની બાબતે મહિલાઓ ઘણી પાછળ ધકેલાઈ રહી છે. મહામારીમાં એવી નોકરી મોટી સંખ્યામાં ગઈ છે, જેમાં મહિલાઓ વધુ છે. સામાન્ય સ્થિતિ બન્યા પછી બધી નોકરીઓ ફરીથી શરૂ થવામાં લાંબો સમય લાગી શકે છે. જુલાઈમાં મેકિન્સે ગ્લોબલના રિપોર્ટ મુજબ વાઈરસને કારણે અમેરિકામાં છપ્પન ટકા મહિલાઓની નોકરીઓ ગઈ છે.

    કોરોનાના આ કપરા દિવસોમાં પુરુ

    કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના આધારે રજૂ થયું છે. 

    હળવી ફૂલ જેવી પૂંઠાની જ્વેલરી...

    આ નવરાત્રીમાં ગરબા ભલે વર્ચ્યુઅલી થવાના હોય, પણ નવરાત્રીની ઉજવણીમાં માનુનીઓ કોઈ કચાશ રાખવા માગતી નથી. ઘરમાં કે પોતાના ટેરેસ પર પોતાના પરિવાર સાથે ઓછા લોકો સાથે નવરાત્રીમાં થનગનવા માનુનીઓ તૈયાર હશે. એવામાં તેમને હળવા ઘરેણા પહેરવા મળે તો ઘરેણાનો ભાર જ ન લાગે અને મન મૂકીને ગરબે ઝૂમી શકે. આજે અહીં એવી જ્વેલરીની વાત કરવાના છીએ કે જે પૂંઠામાંથી તૈયાર થઈ શકે. પૂંઠામાંથી તૈયાર થયેલા ઘરેણા સસ્તા, સુંદર અને ટકાઉ હોય છે. આ ઘરેણા ઝડપથી તૈયાર કરી શકો છો અને તમારા પહેરવેશ સાથે મેચિંગ રંગના કે ડિઝાઈનના પણ બનાવી શકો છો.