મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ‘ટેસ્લા બેબી’ઃ ચાલતી કારની ફ્

    ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બની છે. મહિલા ટેસ્લા કારમાં પ્રવાસ કરતી હતી અને તેને લેબર પેઇન શરૂ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ કારને ઓટોપાઇલટ મોડમાં મૂકી અને ચાલતી કારમાં જ તેની ડિલીવરી થઈ ગઈ. દુનિયાનો આ પ્રકારનો પહેલો મામલો મનાય છે. મહિલાએ બાળકીને ચાલતી ટેસ્લા કારમાં જન્મ આપ્યો હોવાથી લોકો તેને ‘ટેસ્લા બેબી’ના નામે ઓળખાવી રહ્યા છે.

    વિન્ટરમાં આકર્ષક લુક આપતાં વૈ

    વિન્ટરમાં સ્ટાઇલિશ દેખાવાના એક નહીં, અઢળક વિકલ્પ છે. ઠંડીથી બચવા યુવતીઓ લોન્ગ વિન્ટર વેર તરીકે અનેક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે. જેમ કે, સ્વેટર, વુલન ટોપ, કુરતાં અને બ્લેઝર. અનેક પ્રકારના વિન્ટર વેર આઉટફિટને તમારા કલેક્શનમાં સામેલ કરી શકો છો અને પહેરીને સ્ટાઇલિશ દેખાઇ શકો છો. આ કપડાં ઠંડીથી બચાવવાની સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે. ઠંડીથી બચવા યુવતીઓ બ્લેઝર પહેરી શકે છે. તેને અલગ અલગ રીતે પહેરીને લુકને કેઝયુઅલ, પ્રોફેશનલ કે પાર્ટી સ્ટાઇલ આપી શકો છો. બ્લેઝરને એ રીતે પહેરો જેથી તમારી સ્ટાઇલ સૌથી અલગ લાગે.

    બ્રિટીશ શીખ આર્મી ઓફિસર  હરપ્ર...

    ભારતવંશી બ્રિટીશ યુવતી હરપ્રીત ચાંડીએ એકલપંડે સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) પર પહોંચીને નવો ઈતિહાસ રચ્યો છે. હરપ્રીત કોઈની પણ મદદ વગર સાઉથ પોલ ફતેહ કરનારાં પ્રથમ મહિલા બની ગયા છે. ૩૨ વર્ષીય બ્રિટીશ શીખ આર્મી ઓફિસર અને ફિઝિયોથેરપિસ્ટ પોલર પ્રીત (Polar Preet)ના નામથી પણ ઓળખ ધરાવે છે. હરપ્રીતે હાડ થીજવી નાંખતી અસહ્ય ઠંડી વચ્ચે આર્કટિક સુધીની આશરે ૭૦૦ માઈલ એટલે કે ૧૧૦૦ કિમીની યાત્રા એકલા જ પૂરી કરી છે. આ અંગે હરપ્રીતે તેના બ્લોગમાં માહિતી આપી છે. તેણે આ યાત્રા પૂરી કરવામાં ફક્ત ૪૦ દિવસનો સમય લીધો હતો.

    જ્હાન્વી ડાંગેતી ‘નાસા’નો પ્

    ભારતની વધુ એક દીકરીએ ફરી એક વખત વિશ્વતખતે દેશનું નામ ચમકાવ્યું છે. આંધ્ર પ્રદેશની જ્હાન્વી ડાંગેતી ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)નો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ (IASP) પૂરો કરનારી પહેલી ભારતીય બની છે. પશ્ચિમ ગોદાવરીના પલાકોલ્લુની જ્હાન્વીને બાળપણથી જ અંતરિક્ષના ગૂઢ રહસ્યો જાણવામાં રસ હતો. તે આ રહસ્યો અંગે વધુને વધુ માહિતી મેળવવા હંમેશા તત્પર રહેતી હતી. તેની આ જિજ્ઞાસાને દાદીએ જુદી જુદી વાર્તાઓની મદદથી તીવ્ર બનાવી. આજે એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી જ્હાન્વીનું સપનું સાકાર થયું છે. જ્હાન્વીએ અમેરિકાના અલાબામા ખાતે કેનેડી સ્પેસ સેન્ટરમાં ‘નાસા’ લોન્ચ ઓપરેશન્સનો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ સફળતાપૂર્વ પૂરો કરીને ઇતિહાસ સર્જ્યો હતો.

    ફ્લાઇટમાં મહિલાનો કોવિડ રિપો

    વિશ્વમાં કોરોનાનો ચેપ ફરીથી માથું ઉઠાવી રહ્યો છે. કેટલાય દેશોમાં રોજના લાખો કેસ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકામાં કોરોના દર્દીનો આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. ફ્લાઇટમાં સફર કરતી અમેરિકાની એક મહિલા તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં કલાકો સુધી બાથરૂમમાં પૂરાઇને બેસી રહી હતી, જેથી સાથી પ્રવાસીઓને ચેપ ના લાગે. તેના આ આવકાર્ય અભિગમને સહુ કોઇએ બિરદાવ્યો છે.

    ચહેરા પ્રમાણે કરો સનગ્લાસિસન

    જો તમે તમારી આંખોનું રક્ષણ કરવા માંગતા હોવ તો ઘરમાંથી નીકળતાં પહેલાં આંખે અચૂક ગ્લાસિસ ધારણ કરવા જોઇએ. જોકે ઘણી મહિલાઓ સનગ્લાસની પસંદગીમાં થાપ ખાઈ જાય છે. તેઓ સનગ્લાસિસ ખરીદતાં તો ખરીદી લે છે પણ પછી તેમના ચહેરા પ્રમાણે તે તેમને સૂટ થતાં નથી. તેમાં પણ ગોળ ચહેરામાં તો સનગ્લાસિસની પસંદગી કરવી થોડી અઘરી બની જાય છે. તો ગોળ ચહેરાવાળી મહિલાઓએ કેવા સનગ્લાસિસ પહેરવા જોઇએ, કેવા સનગ્લાસિસ સારા લાગશે તેમની મૂંઝવણ આજે દૂર કરીએ.

    શક્તિશાળી મહિલા સીઇઓમાં ૧૧ ભા

    ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો સૌંદર્ય પ્રસાધનોથી માંડીને ટેકનોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ મોટા ઉદ્યોગોનું નેતૃત્વ કરી વૈશ્વિક સ્તરે ઓળખ ઉભી કરી રહી છે.

    મહેસાણાની તસ્નીમ અંડર-૧૯  ગર્લ...

    મહેસાણાની યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે અંડર-૧૯ વર્લ્ડ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નંબર વનનું રેન્કિંગ મેળવીને ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. વર્ષ ૨૦૧૧થી વર્લ્ડ જુનિયર રેન્કિંગ અપાય છે જેમાં અત્યાર સુધી બોય્ઝ વિભાગમાં ભારતના ત્રણ ખેલાડીઓ નંબર વનનું સ્થાન મેળવી ચૂક્યા છે, પરંતુ ગર્લ્સ વિભાગમાં વિશ્વસ્તરે ટોચનાં ક્રમે પહોંચનારી તસ્નીમ ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.

    માન્ચેસ્ટરનાં પહેલાં મહિલા બ

    માન્ચેસ્ટરનાં પહેલાં મહિલા બસચાલક ૫૭ વર્ષીય ટ્રેસી સ્કોલ્સને ૩૪ વર્ષની સર્વિસ બાદ નોકરીમાંથી હાંકી કઢાયા છે. ગો નોર્થ વેસ્ટ કંપનીએ આ માટે કારણ આપ્યું છે કે બસના વિંગ મિરરની નવી ડિઝાઇન જોતાં ટ્રેસીની ઊંચાઇ ઘણી ઓછી છે. 

    પુરુષો કરતા મહિલાઓ લાંબુ કેમ જ...

    પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે તેવું તો અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તે હવે બહાર આવ્યું છે. આ સંશોધન કરનાર યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના એસોસિએટ પ્રોફેસર ઓફ ડેમોગ્રાફી વર્જિનિયા ઝારુલી કહે છે કે દુનિયાભરની સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરુષો કરતા વધારે છે. આ પાછળ બે મોટા કારણો માનવામાં આવે છે અને આ બંને કારણો બાયોલોજિકલ છે.